JIO નો બીજો એક નવો ધડાકો : JIO PHONE 3 ટચ સ્ક્રીન સાથે કરવામાં આવશે લોન્ચ , જાણી લો તેની કિંમત

0
171

2019 માં પાછું રિલાયન્સ Jio તેની JioPhone સીરીઝનો નેક્સ્ટ સ્માર્ટફોન JioPhone 3 પણ લોન્ચ કરી શકે એવી શક્યતા રહેલી છે. સૌ પ્રથમ JioPhone વર્ષ 2017 માં લોન્ચ કર્યો હતો અને આ 4G ફીચર ફોન લાખો ફોન યુઝર્સ દ્વારા તેની ખરીદી થઇ હતી. તેના પછી હમણાં ગયા વર્ષે જ JioPhone 2 લોન્ચ કરાયો હતો. હવે પાછી માહિતી મળી છે કે JioPhone સીરીઝનો નકેસ્ટ ફોન ખુબ જ ટૂંક સમયમાં ટચ સ્ક્રીનવાળો લોન્ચ કરવામા આવશે. આ ફોન ઘણા જ સસ્તા 4G સ્માર્ટફોન હશે એવી શક્યતા છે. BeetelBite માં આવેલા એક અહેવાલ પ્રમાણે, JioPhone 3 ને આશરે 4,500 રૂપિયાના ભાવમાં લોન્ચ કરવામાં આવશે એવી શકયતા છે. બીજા ફોનની જેમ જ JioPhone સીરીઝનો આ નવો ફોન પણ તેના યુઝર્સને ઘણો જ પસંદ આવશે એવી શક્યતા છે. ચાલો તો જાણીએ JioPhone 3 વિશેની વધુ ,માહિતી :

JIOPHONE 3 માં આવતા ફીચર્સ

જો વાત કરીયે આપણે JIOPHONE 3 માં આવનારા સંભવિત ફીચર્સ વિશેની તો આ ફોનની ડિસ્પ્લે 5-ઇંચની ટચ સ્ક્રીન હશે. આ ફોનમાં 2GB રેમ અને 64GB ઇન્ટરનલ સ્ટોરેજ પણ આવી શકે એવી સંભાવના છે. જો હવે આપણે ફોનના કેમેરાના ફીચર્સ વિષે વાત કરીએ તો, આ ફોનમાં 5 મેગાપિક્સલનો રીઅર કેમેરા અને 2 મેગાપિક્સલનો સેલ્ફ કેમેરો આપવામાં આવે એવું બની શકે છે. અને એક અહેવાલ પ્રમાણે , આ ફોન લગભગ જુલાઈ મહિનામાં અથવા તો ઓગસ્ટ 2019 થી બજારમાં વેચાણ માટે ઉપલબ્ધ થઈ જશે.

આ ફોન રિલાયન્સ જિઓના જીઓ સ્ટોર, રિલાયન્સ ડિજિટલ સ્ટોર પરથી ખરીદી કરી શકાશે. અત્યારે તો જોકે હજી આ ફોન વિશેની બધી જ માહિતી મળી નથી, અને કંપની તરફથી પણ એવું કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી પરંતુ એવું અનુમાન કરાયું છે કે આ ફોન એન્ડ્રોઇડ ગો ઑપરેટિંગ સિસ્ટમ સાથે લોન્ચ થશે. તે સિવાય આ ફોનમાં QWERTY કીબોર્ડ્ પણ આપેલું હશે. કે જેથી કરીને આ ફીચર ફોનની જેમ જ તેનો ઉપયોગ કરી શકીયે.

લાસ્ટ યર JioPhone 2 પણ QWERTY કીપેડ જોડે લોન્ચ કરાયો હતો. આ સિવાય આ ફોનમાં સોશ્યલ મીડિયા એપ્લિકેશન્સ જેવી કે વૉટ્સઍપ, ફેસબુક અને યુ ટ્યુબ પણ ચલાવી શકાશે. પહેલા લોન્ચ થયેલો JioPhone 2ની કિંમત 2,999 રૂપિયા છે. સાથે જ JioPhone ની કિંમત માત્ર 1,500 રૂપિયા જ છે. આ બંને ફોન અત્યારે ગમે તે રિટેલર પાસેથી તમે ખરીદી શકો છો. આ સિવાય આ ફોનની ખરીદી તમે રિલાયન્સ જીઓના ડિજિટલ સ્ટોરમાંથી પણ કરી શકો છો.

જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “Panchat” ને..

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

૧ લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?