ઇન્સ્ટાગ્રામ યુઝર્સ હવે 1 વર્ષ સુધી હવાઈ યાત્રા કરી શકશે ફ્રીમાં , આ કંપની આપશે ઓફર

0
85

નવી દિલ્હીઃ અત્યારે ઇન્સ્ટાગ્રામની ઘણી જ બોલબાલા છે અને આ એક એવું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે કે જ્યાં યૂઝર્સની ઓળખ તેના ફોલોઅર્સની સંખ્યાથી થાય છે મતલબ થાય છે કે આ પ્લેટફોર્મ પર તમારા અકાઉન્ટમાં ફોલોઅર્સની સંખ્યા જેટલી વધુ હોય છે એટલા જ તમે પ્રસિદ્ધ છો. જો તમારા ફોલોઅર્સની સંખ્યા વધારે છે તો જાહેરાત અને બીજી પણ ઘણી કંપનીઓ તમને સાઈન કરે છે અને તમારે માત્ર એમની બ્રાન્ડને તમારા પેજ પર અથવા તમારા પ્રોફાઈલ પર એનું પ્રમોશન કરવાનું હોય છે પણ જો તમને કોઈ એવું કહે છે કે તમે તમારી બધી જ ઇન્સ્ટાગ્રામ પોસ્ટ ડિલીટ કરી દો તો કેવું લાગશે તમને ?

આવી ઓફર અમેરિકાની એરલાઇન્સ કંપની જેટબ્લુએ ઓલ યુ કેન જેટ નામે એક ઓફરનું સ્ટાર્ટિંગ કર્યું છે. આ ઓફરમાં યુઝર્સ જો તેઓના ઇન્સ્ટાગ્રામની બધી જ પોસ્ટ ડિલીટ કરી દે છે તો તે યુઝર્સને એક વર્ષ માટે હવાઇ યાત્રા માટે કોઈ પણ પૈસા આપવા પડશે નહિ. એ યુઝર્સને એક વર્ષ માટે સાવ ફ્રીમાં હવાઇ યાત્રા કરવાનો લાભ આપવામાં આવશે. આ વાત પોતે કંપનીએ જ ટ્વિટથી જણાવી છે.

જો તમારે આનો લાભ મેળવવો છે તો એના માટે સૌથી પહેલાં તમારે લેપટોપ અથવા સ્માર્ટફોનના બ્રાઉઝરમાં જવાનું છે. અને બ્રાઉઝરમાં જઈને www.jetblue.com/aycj લિંક ઓપન કરવાની છે. પછી એક પેજ ખુલશે. અને ત્યાં તમારે કેટલાક સ્ટેપ્સ ફોલો કરવાના છે. એમાં સૌ પહેલાં તમારે તમારા ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટની બધી જ પોસ્ટ ડિલીટ કરી દેવાની છે. પછી તમને નીચે થર્ડ સ્ટેપ જોવા મળશે, પછી તમે ડિલીટ કરેલી તસવીરોના સ્ક્રીન શોર્ટને અપલોડ કરવાના છે. પછી તમારે જે પણ ખાલી જગ્યા હોય એ ભરવાની હોય છે. અને ત્યાં તમને ઓલ યુ કેન લખેલું દેખાશે. પછી તમારે કંપનીના ટેમ્પલેટ સાથે @JETBLUE અને #ALLYOUCANJETSWEEPSTAKES હેસ ટેગ સાથે તેને ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કરવાનું રહેશે. આ ઓફરની વેલિડિટી 8 માર્ચ સુધીની જ છે.

જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “Panchat” ને..

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

૧ લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?