રોજ સવારે ખાલી પેટે જીરાનું પાણી પીવાથી થાય છે ફાયદા

  0
  185

  ભારતના બધાના ઘરોનાં રસોડામાં જીરું તો હોય જ છે કારણ કે જીરુંનું ભારતના મસાલાઓમાં સૌથી મહત્વનું સ્થાન છે. તેના વિના કોઈપણ શાકભાજીના વઘારની મજા આવતી નથી.જો દાળ અને શાકમાં જીરુંનો વઘાર કરવામાં આવે તો દાળ અને શાક એકદમ સ્વાદિષ્ટ બને છે. આજ સુધી તો દરેકે જીરૂનો ઉપયોગ ભોજનનો સ્વાદ વધારવા માટે જ કર્યો હશે. પણ શું તમને ખબર છે કે આ જીરુંમાં કેટલાક ગુણો એવા છે કે જે તમને કેટલાયે રોગોથી બચાવશે.

  જો સવાર સવારમાં જીરાનું પાણી પિયે તો ઘણી તકલીફથી છુટકારો મળે છે. તો આજે આપણે જાણીશું કે જીરું પાણી પીવાથી કયા કયા ફાયદાઓ થાય છે , પણ આપણે એની પહેલા આપણે જીરાનું પાણી રીતે બનાવવાનું છે એ જાણી લઈએ.

  જીરાનું પાણી બનાવવાની પદ્ધતિ

  આ જીરાનું પાણી બનાવવા માટે રાતના એક ગ્લાસમાં ચોખ્ખા પાણીમાં બે ચમચી જીરું પલાળી દેવું અને પછી સવારના આ પાણીને સરખી રીતે ઉકાળી લેવાનું છે અને જ્યારે આ પાણી થોડું ઠંડું થઇ જાય એટલે એનો ઉપયોગ કરવાનો છે.

  જીરું પાણીથી મળતા ફાયદાઓ

  1. રક્ત પ્રવાહ : જો સવારમાં જીરું પાણી પીવામાં આવે તો આપણા શરીરમાં રક્ત પ્રવાહ (રક્ત પરિભ્રમણ) સરખી રીતે થાય છે.

  2. સ્નાયુનો દુખાવો: જે લોકોને કાયમ સ્નાયુઓનો દુઃખાવો થતો હોય તો તે લોકોએ સવારે રોજ જીરું પાણીનું સેવન કરવું જોઈએ.

  3. બ્લડ પ્રેશર: જો તમને હાઈ બ્લડ પ્રેશર છે તો, આજથી તમે જીરું પાણી પીવાનું ચાલુ કરો. આ પાણી પીવાથી બીપી કંટ્રોલમાં રહે છે.

  4. સ્કિન માટે : જો રોજ જીરું પાણી પિયે તો આપણી સ્કિન તંદુરસ્ત રહે છે અને સ્કીનમાં પણ નિખરે છે.

  5. કબજિયાત અને એ.સી.ડી.ટી: જો કોઈ વ્યક્તિનું પેટ વધારે ખરાબ રહે છે અથવા તો કોઈને કબજિયાત કે એસિડિટીની વધારે ફરિયાદ રહે છે. તો એવા લોકો માટે જીરું પાણી ઘણું લાભદાયી હોય છે.

  6. વજન ઓછું કરવા માટે: જો રોજ સવારે ખાલી પેટ જીરું પાણી પીવામાં આવે તો ચરબી ઘટે છે માટે જીરું વજન ઓછું કરવામાં ઘણી જ મદદ કરે છે.

  7. લોહીની કમીને કરે દૂર : જો કોઈના શરીરમાં લોહીની ઉણપ છે તો એ લોકોએ રોજ જીરૂ પાણી પીવું જોઈએ એમ કરવાથી લોહીમાં વૃદ્ધિ થાય છે.

  8. હૃદય રોગ માટેઃ જીરું હૃદયનાં દર્દીઓ માટે વરદાન સમાન છે .તેનો દૈનિક વપરાશ કરવાથી હૃદયને લગતા રોગનું જોખમ ઘટે છે તે સિવાય શરીરમાં કોલેસ્ટ્રોલનું સ્તર પણ ઓછું કરે છે.

  9. ડાયાબિટીસ: જીરું પાણી પીવાથી શરીરમાં શર્કરાનું સ્તર નિયંત્રણમાં રહે છે.

  10. તાવ: આ જીરું પાણી પીવાથી શરીરનું તાપમાન ઓછું થાય છે કારણકે જીરું ઠંડક આપે છે એવું કહેવાય છે.

  જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “Panchat” ને..

  આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

  ૧ લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?