જાણો જસ્સી જેસી સીરિયલના કલાકારો આજે કેવા દેખાય છે ?

0
22

મોનાસિંગ 

શું તમને આ કલાકાર યાદ છે? આ એકટ્રેસની એક સમયે ઘણી જ ચર્ચા થતી હતી અને ત્યારની ટીવી સિરિયલ ‘જસ્સી જૈસી કોઈ નહીં’ની સ્ટાર એટલે કે જસ્સી પોતાના એકદમ અલગ દેખાવ માટે ઘણી જ જાણીતી પણ થઇ હતી. આ સીરિયલમાં એનો દેખાવ કાળા રંગના ચશ્મા અને સલવાર કમીઝ પહેરેલી છોકરીનો હતી અને એના લીધે જ તેનો લુક સિરિયલમાં સૌથી અલગ પડતો હતો. આ સિરિલયમાં કામ કર્યા પછી એણે ‘રાધા કી બિટિયા કુછ કર દિખાયેગી’,’ઈતના કરોના મુજ સે પ્યાર’,’ક્યા હુવા તેરા વાદા’,’પ્યાર કો હો જાને દો’,’કવચ કાલી શક્તિઓેસે’ અને યે તેરી ગલિયાંમાં પણ લીડ રોલ પ્લે કર્યો છે. તો આ કલાકાર એટલે મોનાસિંગ.

અપૂર્વ અગ્નિહોત્રી 

આ કલાકારે અર્માન સૂરના પાત્રમાં બેસ્ટ પર્ફોમ કર્યું અને એ અપૂર્વ અગ્નિહોત્રીએ પોતાનો એક ઘણો મોટો ચાહક વર્ગ ઊભો કર્યો હતો. અને સાથેજ મોના અને અપૂર્વની ઓનસ્ક્રિન કેમેસ્ટ્રીની પણ ઘણી જ ચર્ચા થઈ હતી. છેલ્લે આ કલાકારે સિરિયલ બેપનાહમાં રાજવીર ખન્નાનું પાત્ર કર્યું હતું.

રક્ષંદાખાન 

રક્ષંદા ખાન ‘નાગીન-3’માં સુમિત્રાનો રોલ પ્લે કરે છે અને એણે સિરિયલ ‘જસ્સી જૈસી કોઈ નહીં’માં પણ મલ્લિકા શેઠનું પાત્ર ભજવ્યું હતું. એ શોમાં અર્માનની ગર્લફ્રેન્ડ તરીકેનો રોલ હતો. તેની ફેશનેબલ સ્ક્રિન પ્રેઝન્સના લીધે ઘણી વાર ચર્ચા થતી રહે છે.

સમીર સોની 

સમીર સોની કે જે પુરબ મહેતાના નામથી જાણીતો કલાકાર બન્યો હતો એની ‘જસ્સી જૈસી કોઈ નહી’ સિરિયલથી ઘણી જ ચર્ચા થઇ હતી. જસ્સીને હંમેશા પુરબ મદદ કરતો હતો. એ પછી એ બિગ બોસની ચોથી સિઝનમાં પણ દેખાયો હતો.

પરમીત શેઠી 

પરમીટ શેઠીએ ‘જસ્સી જૈસી કોઈ નહીં’માં રાજ મલ્હોત્રાનું પાત્ર કર્યું હતું. પરમીટ ટીવીની દુનિયામાં ‘દાસ્તાન’ સિરિયલથી એન્ટ્રી કરી હતી. થોડા સમય પહેલા પણ તે ‘માય નેમ ઈજ લખન’માં જોવા મળ્યો હતો. આ કલાકારે પણ પોતાની એક્ટિંગથી એક મોટો ચાહક વર્ગ ઊભો કરી દીધો હતો.

જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “Panchat” ને..

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

૧ લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?