જાણો કેવી રીતે બનાવાય છે વ્રતમાં ઉપયોગ થતા સાબુદાણા

0
2905

આપણા હિન્દૂ ધર્મમાં વ્રત-પર્વ વગેરે ને ઘણું વધારે મહત્વ આપવામાં આવે છે, અને જેમ કે આપણે બધા જાણીયે છે વ્રત દરમિયાન ઘરની મહિલાઓ કાંતો કંઈ પણ નથી ખાતી કે જેને આપને નિર્જળા ઉપવાસ કહીયે છે કાંતો વ્રત સમયે કેટલીક જ વસ્તુઓનું સેવન કરવામાં આવે છે જેમ કે ફળ ફૂલ વગેરે, વ્રત દરમિયાન ખાવામાં આવતી વસ્તુઓમાની એક છે સાબુદાણા, નામથી લગભગ બધા જાણીતા હશે.તમારી જાણકારી માટે જણાવી દઈએ કે સાબુદાણાનો ઉપયોગ આપણે ઉપવાસ દરમિયાન કરીયે છે, એમ તો સાબુદાણા માંથી ઉપવાસ ની ઘણી વાનગીઓ બનાવી શકાય છે જેમ કે સાબુદાણાની ખીર,ખીચડી કે પાપડ પણ બનાવી શકાય છે,આનાથી બનતી બધી વાનગીઓ ઘણી સ્વાદિષ્ટ હોય છે અને લગભગ બધાને આ ભાવતી હોય છે પછી ભલે તમે વ્રત વાળા હોય કે ના હોય.

ભલે સાબુદાણા માંથી બનતી વાનગીઓને બધાએ માણી હશે પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું કે વ્રત ઉપવાસ માં બધા લોકો દ્વારા પસંદ કરવામાં આવતા સાબુદાણા આખરે બને છે કેવી રીતે,અમે જાણીયે છે કે આ જાણકારી ઘણા ઓછા લોકોને ખબર હશે માટે આજે અમે તમને જણાવા જઈ રહ્યા છે સાબુદાણા બનવાની પુરી વિધિ

તો આવો જાણીયે કેવી રીતે બને છે સાબુદાણા

ગોળ ગોળ અને નાના નાના મોતી જેવા એકસરખા દેખાતા સાબુદાણાના આ દાણા સફેદ હોય છે, પરંતુ તમને એ જાણીને હેરાની થશે કે વ્રત વગેરે માં ઉપયોગ થતા સાબુદાણા કોઈ ઝાડ પર નથી ઉગતા પરંતુ સૈગો પામ નામના ઝાડ ના ગુદાનો ઉપયોગ કરીને બનાવામાં આવે છે, જણાવી દઈએ કે સાબુદાણાને બનાવા માટે સૌથી પહેલા એની જડોને ભેગી કરવામાં આવે છે અને પછી એના ગરનો ઉપયોગ કરીને સાબુદાણા બનાવાની પ્રક્રિયા કરે છે.

તમને જણાવી દઈએ કે આને બનાવા માટે સૈગો પામની જડોને ના ગરને મોટા મોટા ખાડામાં ઘણા મહિનાઓ સુધી રાખવામાં આવે છે અને સુધી ખાસ વાત એ છે આ બધી પ્રક્રિયા કોઈ ફેક્ટરીમાં કે કારખાનામાં નથી થતી પરંતુ ખુલા આકાશની નીચે થાય છે .એના પછી એ બધા ખાડામાં ઘણી માત્રામાં પાણી નાખવામાં આવે છે જેથી એમાં સફેદ કલરની ઘણી બધી લટો થાય.હા ઘણા લોકો આ બધી પ્રક્રિયા પછી એને સાફ કરવા અને સુંદર બનાવા માટે મશીનોની મદદ લેવાય છે પરંતુ જણાવી દઈએ કે આવું કરવામાં ઘણી બધી લટો મરી જાય છે.અને આ પ્રક્રિયા ઘણી વાર કરવામાં આવે છે જેથી તમને જે જોઈએ એ ઘણું વધારે મળે છે.

આ બધી પ્રક્રિયા કર્યા પછી ફરીથી સ્ટાર્ચને તડકામાં સુકાવા રાખવામાં આવે છે, આ પ્રક્રિયા ત્યાં સુધી કરવામાં આવે છે જ્યાં સુધી એમાં લેઇ ના બની જાય, એના પછી મશીનનો ઉપયોગ કરીને તેને આકાર આપવામાં આવે છે, મશીનથી તેને આકાર આપ્યા પછી એને થોડા નારિયેળ તેલમાં મિક્સ કરવામાં આવે છે પછી એને ગરમ કરવામાં આવે છે, આ બધી પ્રક્રિયાથી પસાર થયા પછી સાબુદાણાનો દરેક દાણો એકદમ સફેદ અને ચમકીલો બની જાય છે અને પછી આપણી પાસે આવે છે, વ્રત વગેરે માં ઉપયોગ થતા સાબુદાણા જેનાથી ઘણી બધી લઝીઝ અને સ્વાદિષ્ટ વાનગીઓ બને છે.

જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “Panchat” ને..

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

૧ લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?