ભારતની આ પાંચ પરંપરા જાણીને તમારી આખો ફાટી જશે – આવું તે કાંઈ હોતું હશે પણ સાચું છે..

  0
  191

  ભારત વિવિધતામાં એકતા દેખાય એવો દેશ છે. ભારતની પરંપરા બધા દેશ કરતા અલગ છે. અહીં અમુક એવી ટેકનીક છે જે કોઇપણ અન્ય દેશમાં જોવા મળતી નથી. આજ કારણે તો ભારતમાં બધા કરતા અલગ જીવન જીવવાની રીત જોવા મળે છે. અહીં ધર્મ અને ધર્મના અર્થનો પણ વિશેષ ખ્યાલ રાખવામાં આવે છે. પરંપરાઓની દ્રષ્ટિએ ભારતમાં સૌથી વધુ અનોખી સીસ્ટમ જોવા મળે છે. ભારતની વસ્તી જોઈએ તો બહુ મોટી છે એ સાથે અહીંની રહેણીકરણીથી લઇ જીવવાની સ્ટાઈલમાં પણ ફેરફાર જોવા મળે છે. તો જોઈએ આગળ કે ભારત કેમ યુનિક છે? એ માહિતી.

  (૧) અહીં છે બાળકોના લિંગ જાણવાની અનોખી પરંપરા : ઝારખંડના ખુખરા ગામમાં ‘માં’ ના ગર્ભમાં ઉછરી રહેલા બાળકનું લિંગ જાણવાની પરંપરા છેલ્લા ૪૦ વર્ષથી ચાલી આવે છે. ખુખરા ગામમાં એક પર્વત છે જ્યાં ચાંદ જેવી આકૃતિ આપોઆપ બની ગઈ છે. એટલે તો તેને ચાંદ પર્વત કહેવામાં આવે છે. આ પર્વતની મદદથી અહીંના લોકો વિશેષ પ્રકારની ટેકનીક દ્વારા ગર્ભવતી મહિલાના પેટમાં ઉછરી રહેલ બાળકની લિંગ સ્થિતિ જાણી લે છે.

  (૨) મનની ઈચ્છા પૂર્ણ કરવા માટે જમીન પર સુતેલા વ્યક્તિઓ ઉપર ગાય છોડવામાં આવે છે. અમુક લોકોને આ ખોટી વાત લાગશે પણ આ એકદમ સત્ય વાત છે. મધ્યપ્રદેશમાં અમુક ગામની અંદર આ પરંપરા જોવા મળે છે. દિવાળીના આગલા દિવસે આ પરંપરાનો ઉત્સવ કરવામાં આવે છે.

  (૩) બાળકના સારા સ્વાથ્ય માટે માતાને દુધી ચઢાવવામાં આવે છે. છતીસગઢની આ વાત છે કે જ્યાં રતનપુરમાં આવેલી શારણ દેવી મંદિરમાં આ અનોખી પરંપરા છે. મંદિરમાં સામાન્ય રીતે ફૂલ કે પ્રસાદ ચઢે છે પણ આ મંદિરમાં દુધી ચઢાવવામાં આવે છે. અહીં એવું સત્ય છે અને આસપાસના વિસ્તારમાં કહેવામાં આવે છે આવું કરવાથી બાળકનું સ્વાસ્થ્યમાં સુધારો થાય છે.

  (૪) શિવલિંગનું દાન અહીં કરવામાં આવે છે. વારાણસીમાં બધાથી પુરાણા સમયનો મઢ છે. આ મઢમાં શિવલિંગની અનોખી પરંપરા છે. મૃત્યુ પામેલ વ્યક્તિની આત્માને શાંતિ આપવા શિવલિંગનું દાન કરવામાં આવે છે. અત્યારની વાત કરીએ તો એક જ છત નીચે દસ લાખથી વધુ શિવલિંગ સ્થાપિત થઇ ચુકી છે.

  (૫) પતિની સલામતી માટે અહીં પત્ની જીવે છે વિધવા જીવન. આ પરંપરા ગછવાહ સમુદાયથી જોડાયેલ છે. પૂર્વ ઉતરપ્રદેશના ગોરખપુર, દેવરિયા અને આસપાસના અમુક ગામો આ અનોખી પરંપરા જોવા મળે છે. અહીંની મહિલા આવું જીવન જીવે છે. પત્ની ચાર મહિના સુધી ન કોઈ શ્રીંગાર કરે કે ન કપાળે સિંદુર લગાડે છે. આ રીતે વર્ષોથી પરંપરાને અનુસરાય છે.

  આ પાંચ પરંપરા તો સાવ અનોખી છે, જે તમને માત્ર ભારત સિવાય બીજે ક્યાંય જોવામ મળશે નહીં. ભારતમાં દરેક જાતની અને દરેક પ્રકારની વસતી છે. જેનો સમન્વય બનતા ભારતનું નિર્માણ થયું છે. એટલે જ દેશ-વિદેશમાં ક્યાંય પણ જઈએ ભારત જેવી મજા બીજે ક્યાંય આવે જ નહીં. બોલો – “મેરા ભારત મહાન..”

  #Author : RJ Ravi

  જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “Panchat” ને..

  આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

  ૧ લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?