સ્મશાનયાત્રા દેખાય ત્યારે અચૂક કરો આ કામ, પૂરી થશે ઈચ્છાઓ

0
3034

શ્રીકૃષ્ણએ શ્રીમદભગવત ગીતામાં આ વાતનું વર્ણન કર્યું છે કે મૃત્યુ એક એવુ સત્ય છે, જેને ટાળી ન શકાય. તેમને કહ્યું છે કે, જેનો જન્મ થયો છે, તેનું મૃત્યુ પણ નિશ્ચિત છે. મૃત્યુ પછી આત્મા પુનર્જન્મ લે છે. પણ શું તમને ખબર છે કે સ્મશાનયાત્રાને જોઈને તમારી બધી મનોકામનાઓ પૂરી થાય છે.

નનામીને પ્રણામ કરીને શિવ-શિવ કહેવું

તમે જોયું જ હશે કે જ્યારે કોઈ સ્મશાનયાત્રા નીકળે છે ત્યારે રસ્તામાં આવતી દરેક વ્યક્તિ તે જોઈને પ્રણામ કરે છે અને શિવ-શિવનું ઉચ્ચારણ કરે છે. તેની પાછળ શાસ્ત્રોનું માનવું છે કે, જે મૃત આત્માએ શરીર છોડ્યું છે, તે પોતાની સાથે તે પ્રણામ કરનારી વ્યક્તિના બધા કષ્ટો, દુઃખો અને અશુભ લક્ષણોને પણ લઈ જાય છે. તેની સાથે તે મૃત વ્યક્તિને મુક્તિ મળે. આ નિયમ છે જેને અપનાવીને વ્યક્તિને લાભ પ્રાપ્ત થાય છે અને ભટકતી આત્માને શાંતિ પણ મળે છે.

મૃત આત્મા માટે કરો પ્રાર્થના

નનામી જોઈને લોકો થોડી વાર માટે ઉભા રહે છે અને ભગવાનને પ્રાર્થના કરે છે. આ હિન્દુ ધર્મનો મુખ્ય નિયમ છે, જેના અનુસાર, સ્મશાનયાત્રા જોયા પછી મૃત આત્માની શાંતિ માટે પ્રાર્થના કરવી જોઈએ. તેનાથી મૃત આત્માને શાંતિ મળે છે.

ધાર્મિક દૃષ્ટિકોણ સિવાય જ્યોતિષની ભાષામાં સ્મશાનયાત્રાને જોવાનું શુભ માનવામાં આવે છે. માન્યતા છે કે જો કોઈ વ્યક્તિની નનામી દેખાય તો અટવાયેલા તમામ કાર્યો પૂરા થાય છે. તેનાથી જીવનમાં બધા દુઃખ દૂર થાય છે અને મનોકામનાઓ પૂરી થાય છે.

એક યજ્ઞ કરાવો એટલું પુણ્ય મળે છે

પુરાણો અનુસાર, જે વ્યક્તિ બ્રાહ્મણની નનામી ઉઠાવે છે, તેને એક યજ્ઞ કરાવો એટલું પુણ્ય પ્રાપ્ત થાય છે. માત્ર પાણીમાં ડુબકી લગાવાથી શરીર પવિત્ર નથી થઈ જતું. હિન્દુ શાસ્ત્રના અનુસાર, જો કોઈ બ્રાહ્મણ કોઈ અન્ય બ્રાહ્મણના મૃતદેહને પોતાના સ્વાર્થ અથવા પૈસા માટે ઉઠાવે છે, તો તે 10 દિવસ સુધી અશુદ્ધ રહે છે.

તમે આ લેખ “Panchat” ના સહયોગ થી વાંચી રહ્યા છો. આર્ટિકલ વાંચવા બદલ આભાર

80 હજાર ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?

દોસ્તો, આર્ટિકલ વાંચીને મજા પડી ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ શેર કરો

સ્રોત : સંદેશ