જો તમે પણ હોવ અથાણું ખાવાના શોખીન તો થઇ જજો સાવધાન, થઇ શકે છે ગંભીર નુકસાન

0
31

કેટલાક લોકો એવા હોય છે કે જેમને નિયમિત રીતે ભોજન કરતા સમયે અથાણું ખાવું ગમતું હોય છે. શુ તમને પણ ચટપટુ એવું અથાણું ખાવું ખુબ જ ગમે છે? અને શું તમે નિયમિત રીતે ખાવામાં અથાણું ખાઓ છો તો જરૂરથી ચેતી જજો કેમ કે નિયમિત રીતે અથાણું ખાવાથી આપણા શરીરને ઘણા બધા નુકસાન થઇ શકે છે.

– જો રોજ અથાણું ખાવામાં આવે તો તે આપણા સ્વાસ્થ્ય માટે ઘણું જ નુકસાનકારક હોય શકે છે. અને જો વધુ માત્રામાં અથાણું ખાવામાં આવે તો ગેસ્ટ્રિક કેન્સર થવાનો ખતરો વધી જતો હોય છે.

– અથાણું બનાવવા માટે મીઠાનો ઉપયોગ વધારે પ્રમાણમાં કરાતો હોય છે અને માટે અથાણું બ્લડપ્રેશરના દર્દીઓ માટે યોગ્ય હોતું નથી.

– જે અથાણું બજારમાં મળતું હોય છે તે અથાણામાં પોષક તત્વ નાશ થઇ જતા હોય છે અને માટે જ તે ખાવાથી આપણને વધારે નુક્સાન થતું હોય છે.

– આ સિવાય પણ જો રોજ અથાણું ખાવામાં આવે તો ઘણા બીજા પણ નુકસાન થઇ શકે છે.

– જો નિયમિત વધુ માત્રામાં અથાણું ખાવામાં આવે તો આપણા શરીરમાં સોજા પણ આવી શકે છે.

– અથાણું બનાવવા માટે વધુ પ્રમાણમાં મીઠું નાખવામાં આવે છે. અને તેમાં સોડિયમ પણ રહેલું છે. માટે તેનાથી આપણા શરીરમાં સોજા આવી શકે છે.

– જો રોજ અથાણું ખાવામાં આવે તો આપણા પાચનતંત્ર પર તેની ખરાબ અસર પણ થઇ શકે છે.

– અથાણું બનાવવા માટે વધુ તેલનો વપરાશ થાય છે. અને તેના કારણે આપણા શરીરમાં ટ્રાઇગ્લિસરાઇડનું સ્તર વધે છે અને પેટ સાથે સંકળાયેલી પણ કેટલીક સમસ્યા થાય છે.

– આપણે અથાણાને લાંબો સમય સાચવી રાખવા માટે અથાણામાં પુષ્કળ પ્રમાણમાં તેલ ઉમેરતા હોય છે અને આ તેલથી કોલેસ્ટ્રોલ પણ વધી શકે છે.

– જો આપણા શરીરમાં કોલેસ્ટ્રોલ વધે તો હૃદય સાથે જોડાયેલી કેટલીક બીમારીઓનો ખતરો પણ વધતો હોય છે અને તે લીવર માટે ખુબ જ ખતરનાક હોઈ શકે છે.

જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “Panchat” ને..

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

૧ લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?