સહેજ વાપરો આ બે વસ્તુ અને ચહેરા પરના ખીલ ડાઘ થશે સાવ દૂર – એ પણ ઘરબેઠા મફતના ભાવમાં

0
288

યુવાન ચહેરાની ખૂબસૂરતી વધારે માન્ય ગણાતી હોય છે. અમુક વ્યક્તિને જોઈએ તો એવું લાગે જાણે ફિલ્મી પડદાના કોઈ સુપરસ્ટાર હોય કારણ કે કુદરતે ચહેરાની ખુબસુરતી આપી હોય છે. પણ યુવાનીમાં સૌથી મોટી સમસ્યા બને તો એ છે, ચહેરા પર પીમ્પલ્સ એટલે કે ખીલ થવાની. જેને કારણે ચહેરો કદરૂપી દેખાવા લાગે છે. તો એ માટેનું સમાધાન આ રહ્યું આજના આર્ટીકલમાં…

શું તમે પિમ્પલ્સની સમસ્યાથી પરેશાન છો? ચહેરા પર ખૂબ પીમ્પલ્સ થઈ ગયા છે? દરરોજ સવારે ઉઠતાં જ કોઇ નવો ખીલ દેખાઈ જાય છે? જો હા, હોય તો આ સમસ્યા દૂર કરવા માટેના આસાન ઉપાય છે. જે આ સમસ્યામાંથી મુક્તિ આપી શકે છે. ખીલની સાથે સાથે તેના ડાઘ – ધબ્બાને દૂર કરવા માટેના પણ સહેલા નુસખા અહીં જણાવ્યા છે. આજના આર્ટીકલમાં સચોટ એવી માહિતી આપી છે જેનાથી ખીલની સમસ્યામાંથી છુટકારો મેળવી શકાશે. આ નુસખામાં બે વસ્તુઓ સામેલ છે કે જે ખીલ અને તેના ડાઘ – ધબ્બાને દૂર કરવા માટે સહેલાઈથી મદદ કરી શકે છે અને તે છે લીંબુ અને મધ.

Image result for pimple face

ચહેરા પર રહેલા ડાઘ અને તેના ધબ્બાને દૂર કરવા માટેની સામગ્રીમાં લીંબુનો રસ અને એક ચમચી મધ માત્ર જોઇએ. આ બંને વસ્તુ તમારા ચહેરાના નિખારને ખીલવી દેશે. લીંબુ અને મધનું મિશ્રણ બનાવવા માટેની રીતમાં સૌપ્રથમ એક વાટકો લો અને તેમાં લીંબુનો રસ લો. ત્યાર બાદ તેમાં મધ ભેળવવું. આ બંને ચીજોને સારી રીતે મિશ્ર કરી દો.

આ મિશ્રણને પોતાના ચહેરા પર તેમજ ખીલવાળી ત્વચા પર લગાવવું. લગભગ ૧૫ મિનિટ સુધી આ મિશ્રણને ત્વચા પર રાખવા દેવું અને સુકાઈ ગયા બાદ હળવા ગરમ પાણીથી ચહેરાને  સાફ કરવો. આ પદ્ધતિ ઘણા લોકોને બોગસ લાગશે પણ લીંબુ અને મધ બંનેના સંમિશ્રણથી ખીલની સમસ્યામાં ઘણો ફાયદો થશે.

Image result for lemon and honey

મધ અને લીંબુના આ ફેસપેકને ચહેરા પર લગાવવાથી નવી તાજગી અને ચમક આવે છે. મધ અને લીંબુ ખીલને દૂર કરવા માટે ખૂબ ઉપયોગી છે. આ બંનેનું મિશ્રણ ત્વચાને સાફ કરે છે તેમજ ચહેરાની ત્વચામાં રહેલી ગંદકીને દૂર કરે છે. આ ફેસપેક એવા લોકો માટે પણ છે ઉપયોગી છે જેની ત્વચા ઓઇલી હોય. હકીકતમાં લીંબુ ત્વચાને સાફ કરવામાં મદદ કરે છે અને ત્વચા પર રહેલી મૃત કોશિકાઓને દૂર કરે છે. જેને લીધે ત્વચા પર જમા થયેલું વધુ પડતું ઓઇલ પણ દૂર થાય છે અને સાથે મધમાં પણ એન્ટીસેપ્ટિક અને એન્ટીબેક્ટેરિયલ તત્વ હોય છે. જે ઓઇલ દૂર કરવામાં ખૂબ મદદ કરે છે.

લીંબુ અને મધનું મિશ્રણ તમે બહાર જતા સમયે ઉપયોગ કરી શકો છો. તીખાશ યુક્ત ખોરાક ખાવાના શોખીન હોય તેવા વ્યક્તિઓ પણ આ હોમ મેડ ફેસપેકનો ઉપયોગ કરીને ચહેરાને નીખરી શકે છે. લીંબુ ચામડી માટે અતિ ઉતમ ગણાય છે, કારણ કે તેમાં વિટામિન ‘સી’ હોય છે, જે એક કુદરતી બ્લીચ કહેવાય છે. ચહેરા પરની ફોલ્લીઓને સાફ કરે છે. જ્યારે મધ કુદરતી ભેજ જાળવી રાખવામાં મદદ કરે છે અને ત્વચાને હાઇડ્રેટેડ રાખવામાં ઉપયોગી થાય છે. જેથી લીંબુ અને મધનું મિશ્રણ ત્વચાની જાળવણી માટે ખૂબ જ ઉપયોગી નીવડે છે.

Related image

ઘણા લોકો એવું માને છે કે ત્વચાને સાફ અને સુંદર કરવા માટે ઉચ્ચ ઉત્પાદનોનો(કોસ્મેટીક્સ) ઉપયોગ જ કરવો જોઇએ તો જ ફાયદો થાય. પરંતુ સત્ય તો એ છે કે તે મોંઘા ઉત્પાદનો ગુણવત્તાયુક્ત હોઈ શકે, ખર્ચાળ હોઈ શકે પરંતુ પ્રાકૃતિક નહીં. રસોડામાં એવી કેટલીય વસ્તુઓ હાજર હોય છે જે ત્વચા માટે કુદરતી સાથે ગુણવત્તાયુક્ત પરિણામો આપે છે. જેમાં લીંબુ, હળદર, મધ, પાણી, દહીં વગેરે અનેક સામગ્રીનો સમાવેશ થાય છે અને આ બધાને હોમ મેડ “ફેસપેક” બનાવવા માટે વાપરી શકાય છે. તો તમે પણ અજમાવો ઘરેલું નુસખો જેને પરિણામે ચહેરાને સુંદર બનાવી શકાય છે અને ચહેરા પરની ફોલ્લીઓને તેમજ તેના ડાઘને દૂર કરી શકાય છે.

#Writer : Palak Sakhiya

જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “Panchat” ને..

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

૧ લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?