જાણો ચામાં આદુ કેવી રીતે ઉમેરવું જોઇએ, છોલીને કે છોલ્યા વગર

0
1186

આદુ વાળી કડક ચા ખાસ કરીને દરેક લોકો ને ખૂબ પસંદ હોય છે. ચામાં આદુ ઉમેરવા અંગે અમે આજે તમારા માટે કેટલીક ટિપ્સ લઇને આવ્યા છીએ. તો ચામાં આદુને છોલીને નાખવું જોઇએ કે છોલ્યા વગર નાખવું જોઇએ. કેટલાક લોકો આ વાતને લઇને મુંજવણમાં હોય છે.તો આજે અમે તમને જણાવીશું કે ચામાં આદુનો ઉપયોગ કેવી રીતે કરવો જોઇએ.

ચામાં આદુને પીસીને નાખવાથી તેનો વધારે રસ કૂટવામાં આવેલા વાસણમાં કે જે જગ્યાએ પીસ્યુ હોય તે જગ્યા પર રહી જાય છે. એટલે ચાનો સ્વાદ વધારનારા આદુનો રસ જમીન કે ખાંડણીમાં જ રહી જાય છે. જેથી આદુ વાળી ચાનો એ ફાયદો નથી મળતો જે મળવો જોઇએય તો કેટલાક લોકો લાકડાની ખાંડણીમાં આદુ પીસે છે. તેમાંથી પણ આદુનો રસ ખાંડણી શોષી લે છે.

જ્યારે આદુનો છીણીને નાખવાથી તેનો રસ ચામાં જ રહે છે. કારણકે તમે ચાની તપેલીમાં ઉપરથી છીણીને આદુ મિક્સ કરો છે. જેથી યોગ્ય રીતે જોવામાં આવે તો છીણીને નાખવામાં આદુ નાખવું ફાયદાકારક છે. જેથી કહેવામાં આવે છે કે છીણીને નાખવામાં આવતા આદુથી ચાનો સ્વાદ બમણો થઇ જાય છે.

જોકે એક અન્ય સવાલ છે જેને લઇને લોકો પરેશાન રહે છે કે આદુને છોલીને નાખવું જોઇએ કે છોલ્યા વગર. જેનો જવાબ કોઇની પાસે નથી તો આજે અમે જણાવીશું કે ખરેખર આદુને છોલ્યા વગર પીસીને ચામાં ઉમેરવું જોઇએય તેની પાછળ તર્ક છે કે ખાસકરીને શાકભાજી અને ફળોની છાલ ફાયદાકારક હોય છે જેથી આદુની ઉપરની પરત પણ ફાયદાકારક હોય છે.

તમે આ લેખ “Panchat” ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

૧ લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?