કઈ રીતે થઈ હતી લક્ષ્મણ ની મૃત્યુ, શું પોતે પ્રભુ શ્રી રામ એ આપ્યું હતું પોતાના ભાઈ ને મૃત્યુદંડ, જાણો

0
11

નગરવાસીઓ ને ઋષિ ના શ્રાપ થી બચાવવા માટે એમણે કોઈ પણ વાર કર્યા વગર અંદર જઈ ને ઋષિ દુર્વાસા ના આગમન ની સૂચના આપી દીધી.

રામાયણ ની વાર્તા થી તો દરેક હિન્દુ પરિચિત હશે અને સાથે જ માતા સીતા ના અપહરણ અને પ્રભુ શ્રીરામ ની લંકા પર ચઢાણ અને મહાપ્રતાપી રાવણ ના મૃત્યુ વગેરે ની વાતો દરેક ને યાદ હશે. આખી કથા દરેક વૃધ્ધ અને અહીંયા સુધી કે બાળકો ને પણ ખબર હશે કારણકે આ બધી જાણકારી એમના પાઠ્યક્રમ માં પણ ભણાવવા મા આવે છે. પરંતુ અહીં એક મોટો પ્રશ્ન એ આવે છે કે રામાયણ ના સુખદ અંત પછી શું થયું એના વિશે ઘણા ઓછા લોકો ને ખબર છે. અને જો થોડી ઘણી જાણકારી છે તો એ માત્ર શ્રી રામ ના વિશે મળે છે બીજા કોઈ ના વિશે નહીં. પરંતુ આજે અમે તમને બતાવીશું શ્રીરામ ના હૃદય થી પ્રિય એમના ભાઈ લક્ષ્મણ ના વિશે કે આખરે એમનું શું થયું અને એમની મૃત્યુ થઈ તો કઈ રીતે થઈ? ક્યાં ક્યાંક એવું જાણવા પણ મળે છે સ્વયં પ્રભુ શ્રીરામ પોતાના ભાઈ લક્ષ્મણ ને મૃત્યુદંડ આપી દીધો હતો, આ વાત ની પાછળ શું સચ્ચાઈ છે એ આજે અમે તમને બતાવીશું.

બતાવવા માં આવે છે કે લંકા થી વિજય પ્રાપ્ત કર્યા પછી શ્રીરામ જ્યારે અયોધ્યા પાછા આવ્યા તો એ અયોધ્યા ના રાજા બની ગયા. એવું બતાવવા માં આવે છે કે રાજપાઠ સંભાળતા સમયે એક દિવસ યમદેવતા શ્રીરામ થી ચર્ચા કરવા એમની પાસે આવ્યા હતા અને એમના થી કીધું તમે જે પણ પ્રતિજ્ઞા કરો છો એને પૂરી કરો છો. આ આધાર પર યમદેવતા એ એમના થી એક વચન માગ્યું જ્યાં સુધી મારા અને તમારી વચ્ચે વાર્તાલાપ ચાલે તો આપણી વચ્ચે કોઇ નહીં આવે, અને જો એ સમયે કોઈ આવી જાય છે તો તમે એને નિસંકોચ મૃત્યુદંડ આપશો, ભગવાન રામ એ યમદેવતા ને વચન આપી દીધો.

શ્રીરામ એમની વાત પોતાના સૌથી પ્રિય અને નાના ભાઈ લક્ષ્મણ ને પોતાના વચન વિશે બતાવ્યું અને સાથે જ આજ્ઞા આપી દીધી કે જો કોઈ પણ એમની ચર્ચા માં બાધા નાખવા ના પ્રયત્ન કરે તો એમને મૃત્યુદંડ આપવા માં આવે. આજ્ઞા મેળવી ને લક્ષ્મણ પોતે જ દ્વારપાળ બની ને રખેવાળી કરવા લાગ્યા, પરંતુ ત્યારે જ થોડા સમય પછી ત્યાં દુર્વાસા ઋષિ આવી પહોંચ્યા અને શ્રી રામ થી મળવા ની વાત કરી પરંતુ લક્ષ્મણ એ એમને પ્રભુરામ ના વચન વિશે બતાવ્યુ અને એમને મળવા થી ના પાડી દીધી. એમને ના પાડવા ઉપર ઋષિ દુર્વાસા એ ચેતવણી આપી દીધી કે જો એમને રામ થી ન મળવા દેવા માં આવ્યું તો એ અયોધ્યા ના રાજા રામ ને શ્રાપ આપશે.

દુર્વાસા ઋષિ પોતાના શ્રાપ માટે પ્રખ્યાત હતા અને લક્ષ્મણ સમજી ગયા કે આ એક વિકટ સ્થિતિ છે જેમાં એમને રામ ની આજ્ઞાનું ઉલ્લંઘન કરવું પડશે અથવા તો પછી સંપૂર્ણ નગર ને ઋષિ ના શ્રાપ ની અગ્નિ માં બાળી દેવું પડશે. લક્ષ્મણ પણ સમજદાર હતા એમણે પોતાના રાજ્ય પ્રતિ સંપૂર્ણ રીતે સમર્પિત હતા અને આ ઘણી વિકટ પરિસ્થિતિ ને ગંભીરતા થી સમજતા એમણે આ નિર્ણય લીધો કે એમણે પોતે બલિદાન આપવું પડશે જેથી એ નગરવાસીઓ ને ઋષિ ના શ્રાપ થી બચાવી શકે અને પછી એમણે કોઈપણ વાર કર્યા વગર અંદર જઈ ને ઋષિ દુર્વાસા ના આગમન ની સુચના આપી દીધી.

પ્રભુ રામ એ આ વાત સાંભળતા જ યમરાજ ની સાથે પોતાનો વાર્તાલાપ તરત જ સમાપ્ત કર્યો અને ઋષિ દુર્વાસા નો આદર કર્યો પરંતુ હવે એમના મન માં માત્ર એક જ ચિંતા હતી કે હમણાં થોડીવાર પહેલા જ એમણે યમદેવતા ને જે વચન આપ્યું હતું હવે એને પૂરું કરવા નો વારો આવી ગયો હતો અને એ વચન ના વચ્ચે જ સ્વયં એમના પ્રિય ભાઈ લક્ષ્મણ આવી ગયા હતા જેમણે રાજ્ય ના હિત માટે વચન નું ઉલ્લંઘન કર્યું. હવે સમય હતો શ્રીરામ પોતાના વચન પ્રમાણે લક્ષ્મણ ને મૃત્યુદંડ આપવા નું હતો, આ અત્યંત અસમંજસ ની સ્થિતિ માં એ સમજી ના શક્યા કે એ પોતાના ભાઈ ને મૃત્યુદંડ કઈ રીતે આપે, પરંતુ એમણે યમદેવતા ને વચન આપ્યું હતું જેને એમને પૂરું કરવા નું જ હતું.

અત્યંત દ્વિધા ની સ્થિતિ માં શ્રીરામ સંપૂર્ણ રીતે વ્યથિત થઈ ગયા અને આવા માં એમણે પોતાના ગુરુ નું સ્મરણ કર્યો ત્યારે એમના ગુરુદેવ એ કીધું કે પોતાના કોઈ પ્રિય નો ત્યાગ, એની મૃત્યુ ના સમાન જ માનવા માં આવે છે. એટલે તમે પોતાના વચન નું પાલન કરીને લક્ષ્મણ નો ત્યાગ કરી દો. પરંતુ લક્ષ્મણ ને આના વિશે જાણકારી થતા જ એમણે કહી દીધું કે તમે ભૂલી ને પણ મારો ત્યાગ ન કરતા કારણકે તમારા થી દૂર રહેવા થી સારું છે કે હું તમારા વચન નું પાલન કરી ને મૃત્યુ ને ગળે લગાવી લઉં, આવું કહી ને લક્ષ્મણે જળ સમાધિ લઈ લીધી.

જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “Panchat” ને..

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

૧ લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?