તમારા લગ્ન ક્યાં અને ઘરથી કેટલા દૂર થશે, જાણો કંઈક આ રીતે

0
310

લગ્નને લઈને દરેક વ્યક્તિના મનમાં જાણવાની ઈચ્છા હોય છે કે તેમના લગ્ન ક્યારે,ક્યાં, કોના સાથે અને તેમના ઘરથી કેટલી દૂર થશે. લગ્ન ગામમાં થશે કે શહેરમાં થશે. આવી નાની નાની વાતો દરેકના મનમાં ઉભી થતી હોય છે. જ્યોતિષશાસ્ત્રમાં આ વાતને લઈને એક સર્વે કરવામાં આવ્યો છે. જેનાથી તમે જાણી શકાશો કે તમારા લગ્ન ક્યાં અને ઘરથી કેટલી દૂર થશે.

જ્યોતિષશાસ્ત્ર અનુસાર, તમારી કુંડળીના સપ્તમ ભાવ એટલે કે લગ્નનું ઘર, સિંહ, વૃષ, કુંભ અને વૃશ્વિક રાશિ સ્થિત છે તો તમારા લગ્ન તમારાથી નેવ ( 90 ) કિલોમીટરના અંતરમાં થશે. જો સપ્તમ ભાવામાં ચંદ્ર, શુક્ર તથા ગુરુ હોય તો આવામાં છોકરીના લગ્ન ઘરની આસપાસ થશે.

જો કુંડળીના સપ્તમ ભાવમાં કર્ક, મેષ, મકર અને તુલા છે તો તમારા લગ્ન જન્મસ્થાનથી 200 કિલોમીટરની અંદર થશે. જ્યારે દવિસ્વભાવ રાશિ મીન, મિથુન, ધનુ અથવા તો કન્યા સ્થિત છે તો તમારા લગ્ન ઘરથી 80થી 100 કિલોમીટરની અંદર થઈ શકે છે.

લગ્ન સ્થાન એટલે કે સપ્તમ ભાવના સ્વામીને સપ્તમેષ કહેવામાં આવે છે જો તમારે તમારી કુંડળીમાં સપ્તમ ભાવથી દવાદશ ભાવના મધ્ય હોય તો તમારા લગ્ન વિદેશમાં પણ થઈ શકે છે. કન્યાના મામલામાં એવું પણ બની શકે છે કે લગ્ન પછી તમારો પતિ વિદેશ લઈ જઈ શકે છે. છોકરીની કુંડળીમાં દસમો ભાવ તેના પતિનો ભાવ હોય છે. દશમ ભાવ જો શુભ ગ્રહોથી ભરાયેલા હોય તો તેમના પતિનું પોતાનું ઘર હોય છે.

કુંડળીમાં સપ્તમ ભાવમાં સપ્તમેશ બુધ હોય, તો પાપી ગ્રહ ( રાહુ, કેતુ, મંગળ, શનિ)થી દ્દષ્ટ અથવા તો તેમની સાથે ન હોય તો આવા કેસમાં લગ્ન 13થી 18 વર્ષની અંદર થઈ જાય છે. આજના સમયની વાત કરીએ તો 22 વર્ષ સુધી લગ્ન હોવાની પ્રબળ સંભાવના હોય છે. જો સપ્તમ ભાવમાં સપ્તમેશ મંગળ પાપ ગ્રહતી પ્રભાવિત હોય તો લગ્ન 18 વર્ષની અંદર થઈ જાય છે.

બુધ ગ્રહ જલ્દી લગ્ન કરાવે છે, જો તમારી કુંડળીના સાતમાં ઘરમાં બુધ હોય તો તમારા લગ્નનો યોગ 20 થી 25 વર્ષની ઉંમરમાં થાય છે. જો રાહુ અને શનિનો પ્રભાવ હોય તો બે વર્ષ મોડા એટલે કે 27 વર્ષની ઉંમરમાં લગ્ન થાય છે.

મંગળ, રાહૂ અને કેતુમાંથી કોઈ એક સાતમાં ઘરમાં હોય તો લગ્નમાં મોડું થાય છે. જેટલા અશુભ ગ્રહ સાતમાં ઘરમાં હશે તેટલું લગ્નમાં મોડું થઈ શકે છે. મંગળ કુંડળીના સાતમાં ઘરમાં 27 વર્ષની ઉંમર પહેલા લગ્ન થવા દેતો નથી. જ્યારે રાહુ અહીં હોવાના કારણે લગ્ન સરળતાથી થવા દેતો નથી. ઘણી વખત તો લગ્ન પાક્કા થયા પછી પણ તૂટી જાય છે. કેતુ સાતમાં ઘરમાં હોય તો ગુપ્ત શત્રુઓના કારણે લગ્નમાં અડચણો પેદા થાય છે.

તમે આ લેખ “Panchat” ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

80 હજાર ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?

દોસ્તો, આર્ટિકલ વાંચીને મજા પડી ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ શેર કરો