જો ઘરે બનાવવું છે પનીર તો બનાવો ફક્ત 10 રૂપિયામાં 200 ગ્રામ પનીર

0
882

પનીર મોટેભાગે તો લગભગ તમામ વ્યક્તિ ને ખુબ જ પસંદ આવતું હોય છે. પણ આપણે જ્યારે દુકાનમાં કે મોલમાં0 જ્યારે પનીર નુ પેકેટ લેવા જતા હોઈએ છે ત્યારે તેનો ભાવ સાંભળીને આપણને પનીર લેવાની ઈચ્છા થતી નથી કારણ કે પનીર બહારથી લેવું ખુબ મોંઘુ લાગે છે.

પરંતુ હવે તેનો ઉપાય મળી ગયો છે , હવે આપણે સોયાબીનના દુધથી જ ઘરે જ સરળતાથી પનીર બનાવી શકીએ છીએ. તે પણ માત્ર રૂપીયા 10 રૂપિયાનો જ કરીને અને સામે આપણને લગભગ ૨૦૦ ગ્રામ જેટલુ પનીર મળે છે. તો ચાલો જાણીયે તે કેવી રીતે બને છે અને તેના માટે કઈ કઈ વસ્તુની જરૂર પડશે.

પનીર બનાવવા માટેની વસ્તુઓ:

  • સોયાબીન નુ દુધ ૧ લિટર
  • બે મધ્યમ કદ ના લીંબુ નો રસ
  • એલચી

તૈયાર કરવાની રીત :
સૌ પ્રથમ પનીર બનાવવા માટે ૧ લિટર સોયાબીન લો તેમાં થોડોક એલચીનો ભૂક્કો  નાખી દો. એલચીનો ભૂક્કો નાખીયે એટલે સોયાબીનની જે ગંધ હોય છે તે દુર થાય છે. ત્યારબાદ તેમા ધીમે ધીમે લીંબુનો રસ ઉમેરવાનો છે. એમ કરવાથી સોયાબીનનું દુધ ફાટવા માંડશે. જો લીંબુ વાપરવું હોય તો સરકાનો પણ ઉપયોગ કરી શકાય છે.

હવે આ દુધ ફુલ ગેસ પર ઊકળવા દેવાનું છે. આવું કરવાથી પનીર વાસણમાં તળીયામાં ભેગું થવા લાગશે. હવે આ દુધ ને ખુબ હલાવતા જાવ. બધુ જ પનીર જ્યારે નીચે ભેગું થઇ જશે ત્યારે પાણી અને પનીર બને અલગ અલગ પડી જશે.

હવે તૈયાર થયેલા આ મીશ્રણમાંથી પાણી ગાળી લેવાનું છે. ત્યારબાદ તેને એક ચોખ્ખા કપડા મા કાઢી લેવાનું છે,ત્યારપછી તૈયાર થયેલ આ પનીરમા રહેલી આ ખટાશને દુર કરવા તેને સાદા પાણીની સરસ રીતે ધોઈ લેવાનું છે. આવી રીતે તેમા ભેગું થયેલ પાણીને બરાબર દબાવીને કાઢી નાખો. હવે તૈયાર છે પનીર. આવી રીતે ખુબ ઓછા પૈસે મેળવી શકાય છે વધુ પનીર.

જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “Panchat” ને..

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

૧ લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?