જાણો આજે મોઢેરાનો સંપૂર્ણ ઇતિહાસ વિષે

0
1247

શું તમે જાણો છો કે મોઢેરાનું જુનું નામ મોહેરકપુર હતું. તેને ત્રેતાયુગમાં “સત્યમંદિર”,દ્વાપરયુગમાં “વેદભુવન”, કલિયુગમાં “મોહેરકપુર” તથા “ધર્મારણ્ય” અને મધ્યયુગમાં “મોઢેરા” ના નામે ઓળખવામાં આવે છે. આ મોઢેરાના નાગરિકો મોઢ નામે જ પ્રસિદ્ધ થયું હતું.

આ જગ્યા મોઢ બ્રાહ્મણો અને મોઢ વૈશ્યોના પૂર્વજોની આ જન્મભૂમિ ગણાયછે. અહીંયા જ મોઢ બ્રાહ્મણો તથા મોઢ વણિકોની ઉત્પત્તિ થઈ હતી. અને અહીંયા જ વેદધર્મની સંસ્કૃતિનું પારણું પણ બંધાયું હતું. અહીંયા જ મોઢમાત્રના કુળદેવી શ્રી માતંગી માતાજીનું પ્રાગટ્ય પણ થયું હતું અને અહીંયા જ યુધિષ્ઠિર અને શ્રી રામ ભગવાનના પગલા થયા. અહીંયા જ જગવિખ્યાત સૂર્યમંદિરનું પણ નિર્માણ થયું હતું અને અહીંયા જ પિતામહ બ્રહ્માજી, ધર્મરાજ, સૂર્યપત્ની સંજ્ઞાએ પણ આ ક્ષેત્રમાં બકુલ વૃક્ષના નીચે તથા મનુ રાજાએ પણ અહીંયા તપ કર્યું હતું. અહીંયા જ ભગવાન શંકરે અંશ સ્વરૂપે ધર્મેશ્વર નામ ધારણ કરીને ત્યાં જ વાસ કર્યો. જગતના બધા જ દેવો ધર્મક્ષેત્રમાં વાસ કરે છે. ગંધર્વો અને અપ્સરાઓ, લોકપાલો અને દિકપાલો બધા જ અહીંયા સેવા માટે વસવાટ કરી ગયા છે. જગતના આદિદેવોએ આ ધર્મારણ્યની પુણ્યક્ષેત્ર તરીકે સ્થાપના કરી છે. મોઢેરામાં શિવકુપ, ધર્મવાંપી, ભૂતનાથ મહાદેવ, મુક્તેશ્વર મહાદેવ, ધારાતીર્થ, નાગતીર્થ, ઈન્દ્રેશ્વર મહાદેવ, ગંગાકુપ તથા સુવર્ણ નદી જેવા પવિત્ર , દર્શન અને સ્નાન માટે યોગ્ય હોય એવા તીર્થો અહીંયા આવેલા છે.

આ જગ્યાએ યમરાજા (ધમૅરાજ) એ એક હજાર વર્ષનું પ્રચંડ તપ કર્યું હતું માટે ઇન્દ્રરાજાને પોતાના ઇન્દ્રાસનની બીક લાગી હતી. માટે ધર્મરાજાનું તપ ભંગ કરવા માટે વર્ધની અપ્સરાને મોકલી દીધી. પરંતુ તેને સફળતા મળી નહિ. ત્યારે ધર્મરાજાએ ઇન્દ્રરાજાને કહ્યું કે, મને તમારું રાજ જોઈતું નથી.

મારી તો ખાલી ભગવાન શંકરના જ દર્શન કરવાની ઈચ્છા છે માટે શંકર ભગવાન ધર્મરાજાને દશૅન આપે છે અને તેને વરદાન માંગવાનું કહયું. ત્યારે ધર્મરાજાએ એવું કહ્યું કે, ——– “હે ભગવાન, આ તપોભૂમિને મારા નામ સાથે જોડી દો અને તમે પણ મારી સાથે અહીંયા વાસ કરો. ” માટે શંકર ભગવાને તે ભૂમિને ધર્મારણ્ય નામ આપી દીધું અને જાતે જ ઉત્પન્ન થઇને ધર્મેશ્વર નામ ધારણ કર્યું અને ત્યાં વાસ કર્યો.

ધર્મારણ્ય વેદસંસ્કૃતિનું કેન્દ્ર બને તે માટે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એ ત્રણ વેદનું ધ્યાન ધરીને વેદ જાણનારા બ્રાહ્મણોને ઉત્પન્ન કરવામાં આવ્યા. બધા એ છ-છ હજાર બ્રાહ્મણોને ઉત્પન્ન કર્યા. અને તેમના રહેવા માટે ત્રણે દેવોએ વિશ્વકર્મા પાસે નગરગૃહો, કિલ્લાઓ, તિર્થ વગેરે નિર્માણ કરાવ્યા. બ્રાહ્મણોના ગૌત્રો તથા ગૌત્રદેવીઓ ઉત્પન્ન કરી. બ્રાહ્મણો વધારે તપ, યજ્ઞમાં સારી રીતે ધ્યાન આપી શકે તે માટે ઘરકામમાં મદદરૂપ થવા બ્રહ્માજીએ કામધેનુ ગાયને સેવાકાર્યમાં કુશળ અને ધાર્મિક વૃત્તિવાળા છત્રીસ હજાર સેવકો ઉત્પન્ન કરવાની આજ્ઞા આપતા કામધેનુએ પોતાના આગલા પગની ખરી વડે પૃથ્વીના પડને ખોધી દીધું માટે તેના માટે છત્રીસ હજાર વણિકો ઉત્પન્ન કરવામાં આવ્યા.

બ્રહ્માજી ધર્મારણ્યની રક્ષાની જવાબદારી પોતાની પુત્રી શ્રીમાતાને સોંપે છ. ત્યારે ધર્મારણ્યમાં કર્ણાટ નામનો દૈત્યનો ખૂબ જ ત્રાસ હતો. માટે પ્રજા ખુબ જ હેરાન થતી હતી. બ્રાહ્મણોના હોમ-હવનમાં પણ તે વિઘ્ન કરતો હતો. તે સ્ત્રી-પુરૂષોના જોડાને પણ ખુબ જ ત્રાસ આપતો. દંપતીને ઉપાડીને લઇ જતો અને બાળકોને પણ ખાઈ જતો. આ દૈત્યના ત્રાસથી બધા બ્રાહ્મણો ભેગા થયા અને શ્રીમાતા પાસે પહોંચી ગયા. શ્રીમાતાએ જયારે બ્રાહ્મણોની કથની સાંભળી તો તેઓ ખૂબ જ ગુસ્સે થયા. તેમના અતિ ક્રોધને લીધે તેમના મોઢામાંથી અગ્નિ જવાળાઓ પ્રગટી અને તેમાંથી માતંગી (મોઢેશ્વરી) નામની શક્તિ પ્રગટ થઇ હતી. માતંગી પાસે ૧૮ હાથ હતા. શ્રી માતંગી માતાજીએ કર્ણાટ દૈત્યનો વધ કર્યો. ( બીજી કથા મુજબ માતંગી માતાની બહેન શ્યામલા કર્ણાટનો વધ કરે છે.)

ત્રેતાયુગમાં વિષ્ણુના અવતાર ભગવાન શ્રી રામ, સીતાજી તથા બંધુઓ સાથે રાવણનો નાશ કરી બ્રહ્મરાક્ષસ માર્યા તેના માટેનું પ્રાયશ્ચિત કરવા માટે ધર્મારણ્ય તીર્થમાં આવ્યા હતા. તે જેવા ધર્મારણ્યમાં દાખલ થયા એટલે તરત જ તેમના વિમાનો મંદ પડવા લાગ્યા. વાજિંત્રો પણ ધીમા પડયા અને હાથી, ઘોડા વગેરે અટકી પડ્યા હતા. આ જોઈને રામચંદ્રને ઘણું જ આશ્ચર્ય થયું હતું. તે વસિષ્ઠ ગુરુને આનું કારણ પૂછે છે તો વસિષ્ઠ ગુરુ જણાવે છે કે, આ પવિત્ર તીર્થરાજ ધર્મારણ્યની અસર છે. આ તીર્થમાં આપણે દરેકે ચાલીને જ જવું જોઈએ અને એવી રીતે આ તીર્થનો જે પ્રભાવ છે તેને પણ માન્ય રાખવો જોઈએ. ભગવાન રામચંદ્ર એ વાત સાથે સંમત થયા અને બધા પગે ચાલતા આગળ વધે છે. શ્રી માતંગી માતાજીના દર્શન કરી સુવર્ણા (પુષ્પાવતી) નદીને કિનારે પોતાનો મુકામ રાખ્યો. તેમણે પોતાના હાથે ત્યાં રામેશ્વર અને કામેશ્વર મહાદેવની સ્થાપ્ના પણ કરી. શ્રી રામ જોવે છે કે ધર્મારણ્યની જે જાહોજલાલી છે તે ઝાંખી પડી ગઈ છે. તપસ્વી બ્રાહ્મણો તો તીર્થ છોડીને દૂર જતા રહ્યા હતા અને વેદધ્વનિ પણ ગાજતો ધીમો પડી ગયો હતો.

એક દિવસ તે કરુણ સ્વરે રડતી સ્ત્રીનો અવાજ સાંભળે છે તો તેઓએ દૂતોને તપાસ કરવા માટે મોકલી દીધા , પણ તે સ્ત્રીએ પોતાનું દુઃખ રામચંદ્ર સિવાય બીજા કોઈને કહેવાની ના પાડી એટલે શ્રીરામચંદ્ર પોતે તેની પાસે ગયા. રામે સ્ત્રીને આશ્વાસન આપ્યું અને પૂછ્યું તો તે સ્ત્રીએ જણાવ્યું કે હું આ ધર્મારણ્યક્ષેત્રની અધિષ્ઠાત્રી દેવી ભટ્ટારિકા છું. તમે અહીંયા આવ્યા તે ઘણું ઉત્તમ કર્યું છે. તમારા અહીં પગલા થવા છતાં જો મારું આ નગર છિન્નભિન્ન અને સૂનું રહેશે તો તેનો દોષ તમારા પર આવશે.

હે પ્રભુ, બાર વર્ષથી આ પવિત્રક્ષેત્ર બ્રાહ્મણો વિના સૂનું થઇ ગયું છે. મારી જે વાવમાં લોકો સ્નાન, દાન અને જપ કરતા હતા ત્યાં આજે ડુક્કરો પડ્યા રહે છે. માટે હે મહારાજ, મારી ઈચ્છા છે કે તમે આ નગરને ફરી વસાવો અને તમારા હાથે તેનો પુનરુદ્ધાર કરો.

ધર્મારણ્યની અધિષ્ઠાત્રી દેવી ભટ્ટારિકાની આ વિનંતી રામચંદ્રજી સ્વીકારે છે અને તેમણે ધર્મારણ્યનો પુનરુદ્ધાર કરવાનો પણ સંકલ્પ કર્યો. તેઓએ બધા વેરવિખેર થયેલા બ્રાહ્મણોને પણ પાછા બોલાવી લીધા અને નિવાસ સ્થાનો તથા મંદિરો વગેરેનો પણ જીર્ણોદ્ધાર શરૂ કરી દીધો . ત્યારબાદ રામચંદ્રજીને બ્રાહ્મણોને દાન આપવાની ઈચ્છા થઇ તો બ્રાહ્મણો બોલ્યા, મહારાજ, અને બ્રહ્મા, વિષ્ણુ અને શિવની આજ્ઞા વિના અમે કોઈનું દાન સ્વીકાર્યું નથી. અમે સંતોષધનના ઉપાસક છીએ. અમારે પ્રયોજન પરિગ્રહ કરવાનું નથી. માટે શ્રીરામચંદ્રજી બ્રહ્મા, વિષ્ણુ, મહેશ નું ધ્યાન ધરે છે. અને બ્રહ્મા, વિષ્ણુ, મહેશ ત્યાં પ્રગટ થાય છે અને બ્રાહ્મણોને દાન લેવાની આજ્ઞા આપી દે છે. રામચંદ્રજીએએ ત્યારે બ્રાહ્મણોને પપ ગામો (સ્કંદપુરાણ પ્રમાણે ૪૦૪ ગામો) દાનમાં આપી દીધા. ત્યારબાદ હનુમાનજી વેરવિખેર થયેલ વૈશ્યોને તેડી લાવ્યા. ખેતરાદિ ખેડવાની ઉપજીવિકાઓ તેમને મળે એવી વ્યવસ્થા કરવામાં આવી. માંડલ ગામના સવા લાખ વણિકો પણ રામચંદ્રજીની આજ્ઞા માનીને મોઢેરા આવીને વસી ગયા.

રામચંદ્રજીએ ઘણા મંદિરોની સ્થાપના કરી. ધર્મારણ્યનગરની આજુબાજુ સુશોભિત કોટ બંધાવ્યો. તીર્થની અધિષ્ઠાત્રી માતંગી (ભટ્ટારિકા) દેવીની પણ પુનઃસ્થાપ્ના કરી. બ્રાહ્મણોને આપેલા દાનનું તામ્રપત્ર બનાવી ભગવાને તેમને અર્પણ કરી દીધું અને વાયુપુત્ર હનુમાનજીને ભવિષ્યમાં બ્રાહ્મણોને ક્યારેય હેરાન ના કરવામાં આવે એની માટે તેમને રક્ષાની સોંપણી કરવામાં આવી. બકુલના વૃક્ષ નીચે જ્યાં પહેલા સૂર્યપત્ની છાયાએ તપ કર્યું હતું ત્યાં જ શ્રી રામચંદ્રજીએ બકુલાર્ક સૂર્યના ભવ્ય મંદિરની સ્થાપ્ના કરી. આવી રીતે પોતાના કુલસ્વામી સૂર્યદેવતાની ધર્મારણ્યમાં પધરામણી કરવામાં આવી પછી ફરી શ્રીરામજી ધર્મારણ્યમાં સીતાજી સાથે આવી ગયા અને ત્યાં યજ્ઞ કરી તેમણે સીતાપુર ગામ વસાવ્યું અને તેને બ્રાહ્મણોને દાનમાં આપી દીધું.

પછી કલિયુગ આવતા રાજા તથા પ્રજાની મતિ પણ બદલાઈ ગઈ. ફરી મોઢેરા-મોહેરકપુરના નિવાસીઓ-બ્રાહ્મણો વગેરેને તકલીફ ઉભી થઇ. કાન્યકુબ્જ કનોજના આમરાજનો રાજઅમલ આ પ્રદેશ ઉપર ચાલુ કરવામાં આવ્યો. તે રાજા એ વૈષ્ણવ ધર્મ છોડી દીધો અને બૌદ્ધ ધર્મને સ્વીકારી લીધો. બૌદ્ધ ક્ષપણકના ઉપદેશથી તેની પ્રજા પોતે પણ તે ધર્મ પાળવા માંડી. આમરાજાએ પોતાની કુંવરી રત્નગંગાને વલ્લભી રાજા સાથે પરણાવી દીધી હતી. પછી તેને આમરાજાએ આ ધર્મારણ્ય પ્રદેશ દાયજામાં અર્પણ કર્યો. આ રત્નગંગા જૈન ધર્મનું પાલન કરતી હતી. તેણે બ્રાહ્મણોના અધિકાર પણ છીનવી લીધા. બ્રાહ્મણોએ રામચંદ્રજીના તામ્રપત્ર પર થયેલા દાનપત્ર પણ બતાવ્યા. પરંતુ તેમની ફરિયાદ કોઈએ સાંભળી પણ નહિં અને માની પણ નહિ. પછી બ્રાહ્મણો કાન્યકુબ્જના રાજાને રૂબરૂ જ ફરિયાદ કરવા પહોંચી ગયા. પરંતુ રાજાએ એવો જવાબ આપી દીધો કે, હે બ્રાહ્મણો, હું તમારા આ દાનપત્રને માનતો નથી. જો હનુમાનજી તમારા રક્ષક હોય અને તે તમને તમારી ભૂમિ પાછી મેળવી આપે તો લઇ લેજો.

બ્રાહ્મણોનું આવી રતિએ અપમાન થવાથી તેઓ પાછા ધર્મારણ્યમાં આવો ગયા. તેમના પંચોએ ભેગા થયા અને એવો નિર્ણય લીધો કે આપણી આજીવિકાના રક્ષણ માટે હનુમાનજીની મદદ મેળવવા કેટલાકને સેતુબંધ રામેશ્વર હનુમાનજી પાસે મોકલી દઈએ. માટે કેટલાક લોકોએ એવી દલીલ કરી કે કલિયુગમાં હનુમાનજીના દર્શન થશે નહિં માટે રામેશ્વર જઈને આપણે શું કરીશું ? આવી ચતુરાઈ વાળી દલીલ કરવાવાળા પંદર હજાર બ્રાહ્મણો તેમની ચતુરાઈ ભરી વાચાળતાને લીધે બીજા બ્રાહ્મણો દ્વારા ચતુરવિદ-ચાતુર્વિધ તરીકે જુદા ઓળખવામાં આવ્યા છેલ્લે તો તે પંદર હજારે પણ રામેશ્વર જવા માટે પોતાના પ્રતિનિધિને મોકલી દીધા. પંદર હજાર ચાતુર્વિધના વીસ અને ત્રણ હજાર ત્રૈવેદ્યોના અગિયાર પ્રતિનિધિ મળી. કુલ એકત્રીસ બ્રાહ્મણો હનુમાનજીને ફરિયાદ કરવા માટે રામેશ્વર તરફ નીકળી ગયા. માર્ગમાં તેમને ખૂબ હેરાન ગતિ પણ થઇ. ટાઢ, તડકો, વરસાદ વગેરે સહેવું પડ્યું તે સિવાય ખાનપાન અને ઉતારાની પણ સુવિધા બરાબર મળતી નહતી. ઘણી બધી વાર ભૂખ્યું રહેવું પડતું. માટે ચાતુર્વિધોના વીસ પ્રતિનિધિ કંટાળી ગયા અને તે અડધેથી જ પાછા વળી ગયા.પરંતુ દ્રઢ મનવાળા અગિયાર ત્રૈવેધો તો બધા જ સંકટો વેઠતા આગળ વધવા લાગ્યા અને છેક રામેશ્ર્વર પહોંચી ગયા.

ત્યાં જઈને બ્રાહ્મણો હનુમાનજીની આરાધના કરવા લાગ્યા. ભૂખ્યા અને તરસ્યા તે તપસ્વીઓની દયા પણ આવતી. હનુમાનજી તેમને બ્રાહ્મણ સ્વરૂપે દર્શન આપે છે અને પછી પ્રસન્ન થઈ બ્રાહ્મણોની હકીકત પણ સાંભળી અને આમરાજની સાન ઠેકાણે લાવવા માટે પોતે તેના વિષે ઉપાય વિચારશે એવું કહીને તેમને દિવ્ય ફળો ખવડાવી દીધા એટલે તે બ્રાહ્મણો તાજા અને ઉત્સાહી બની જાય છે. પ્રસન્ન થયેલા વાયુપુત્ર હનુમાનજીએ કપડાનો અંતરપટ રાખીને દર્શન પણ આપે છે ત્યારબાદ હનુમાનજીએ તેમને પોતાની ડાબી અને જમણી બગલના વાળની ગોળી વાળી બે પડીકી બનાવી અને બ્રાહ્મણોને આપી દીધી. પછી બ્રાહ્મણોને કીધું કે, આમાની પહેલી પડીકી આમરાજને આપજો. જેવા એ પડીકીને અડશે એટલે તરત જ એનું સૈન્ય અને નિવાસ બળવા માંડશે. ત્યારે તે સમયે તમે દૂર જ રહેજો. ત્યારબાદ રાજા કરગરતો તમારી પાસે આવશે અને તમારું ધર્મારણ્ય તમને પાછું આપવાનું વચન આપશે. પછી તમે જમણા બગલના વાળવાળી બીજી પડીકી રાજાને આપી દેજો. તે ચારે બાજુ ફેંકવામાં આવશે એટલે આગ શાંત થઇ જશે.

બ્રાહ્મણો આ પડીકી લઈને પાછા ધર્મારણ્ય આવી પહોંચ્યા. ત્યાંથી તે કન્યાકુબ્જ ગયા. આમરાજાને પહેલી પડીકી આપી. પડીકીમાં વાળ જોઈને ખુબ જ ગુસ્સે થાય છે અને ફેંકી દે છે માટે તરત જ ભયંકર આગ શરૂ થઈ. રાજાની સેના અને મહેલ બળવા માંડી. રાજા ડરવા લાગ્યો અને બ્રાહ્મણોના શરણે પહોંચે છે અને ધર્મારણ્યનો અધિકાર તેમણે સોંપવાનું વચન આપ્યું. જેવી બ્રાહ્મણોએ બીજી પડીકી રાજાને આપી એટલે આગ શાંત થવા લાગી. આમ બ્રાહ્મણોએ વિજય પ્રાપ્ત કર્યો અને રાજાએ તેમને નવું તામ્રપત્ર પણ કરી દીધું. માટે જ ધર્મારણ્યમાં ફરીથી સનાતન ધર્મ પ્રચલિત થઇ ગયો.

સંવત ૧૩૫૬ માં ગુજરાતના છેલ્લા રાજપૂત રાજા કરણદેવ વાઘેલા નો દિલ્હીના સુલતાન અલાઉદ્દીન ખીલજીના સેનાપતિ અલફખાનના હાથે પરાજય થયો. ગુજરાત પર મુસ્લિમ રાજ્યસત્તાનો દોર ચાલુ થયો હતો. મુસ્લિમ સેનાએ ગુજરાતના મંદિરો તોડી નાખ્યા અને મોઢેરા કે જે બ્રાહ્મણોનો અજિત ગઢ તરીકે ઓળખાતું હતું તે જીતવા માટેની ચઢાઈ પણ કરી. ત્યારે મોઢ વિપ્રો કેવળ વેદપાઠી ન હતા. તે સુભટ અને લડવૈયા પણ હતા. જયેષ્ઠીમલ બ્રાહ્મણો તો વજમુષ્ટિ પહેલવાનો તરીકે ગુર્જરેશ્વરની સેનામાં એકદમ આગળ જ રહેતા હતા.

બ્રાહ્મણો, વૈશ્યો વગેરે બધા જ શુરવીર હતા. તેઓએ મોઢેરાના કિલ્લાના દરવાજા બંધ કર્યા અને મુસ્લિમ સેનાના આક્રમણનો ખુબ જ બહાદુરી પૂર્વક સામનો કર્યો. માંડવ્ય ગૌત્રના પરાક્રમી બ્રાહ્મણ સુભટ વિઠ્ઠલેશ્વરે મોઢ સેનાને સંગઠિત કરી છ મહિના સુધી શત્રુને હંફાવી દીધા. મોઢ સમાજે ગુજરાત જીતનાર વિજયી મુસ્લિમ સેનાના દાંત ખાટા કરી દીધા. મુસ્લિમો છેલ્લે સમાધાન કરવા તૈયાર થઇ ગયા. હોળીના દિવસે સુલેહ પણ થઈ ગઈ કે બ્રાહ્મણો જો ૫,૦૦૦ સોના મહોરો આપે તો મુસ્લિમ સૈન્યો પાછા જતા રહેશે. તે મુજબ ચુકવણી થઈ ગઈ અને મોઢેરાના દરવાજા ખુલી ગયા. પરંતુ મુસ્લીમોએ દગો કર્યો અને તેમના ઉપર આક્રમણ કર્યું. એવી રીતે મોઢેરા મંદિર લૂંટાઈ ગયું. સૂર્ય મંદિર પણ તોડી નંખાયું. મુસ્લિમો માતાજીની મૂર્તિને ખંડિત ના કરે તે માટે બ્રાહ્મણોએ માતાજીની મૂર્તિને ધર્મવાવમાં પધરાવી દીધી. એવું કહેવાય છે અને મોઢ સમાજ અલગ અલગ દિશામાં જતા રહ્યા.

ગુજરાતમાં સૌકાઓ પછી વડોદરાના ગાયકવાડોની સત્તા ફેલાઈ ગઈ અને ધાર્મિક સ્થળોની વધુ અવગતિ પણ થતા અટકી ગઈ પરંતુ મોઢ બ્રાહ્મણો અને વૈશ્યો મોઢેરા મૂકીને બીજી જગ્યા જતા રહ્યા હતા. માટે મોઢેરા ફરી આબાદ થયું નહિ. પછી વડોદરા રાજ્યની ગાદીએ પુણ્યશ્ર્લોક સયાજીરાવ મહારાજ આવ્યા અને તેમણે રેલ્વે લાઈનો ચાલુ કરી અને મુસાફરી પણ એકદમ સરળ બનાવી દીધી. માટે માતંગી માતાજી વાવમાં છે એવી ભાવનાથી કોઈક કોઈક મોઢ બ્રાહ્મણો તથા મોઢ વૈશ્યો મોઢેરા આવી ધર્મવાવમાં દર્શન કરી સંતોષ અનુભવતા હતા. પરંતુ તે મોઢેશ્વરી માતાજીનું મંદિર જેવું હતું જ નહિં. માટે ધર્મવાવ દુરસ્ત કરી અને માતાજીનું સ્થાનક વગેરેનું નિર્માણ કરવાના વિચાર મોઢ જનતાને આવી ગયા.

મૂળ વિરમગામના પરંતુ પાટણમાં રહેતા વકીલ શ્રી નથુભાઈ ગિરધરલાલે આ કાર્ય માટે ભેખ લીધો. પછી તેમણે વકીલાત છોડી દીધી અને તેમણે એવી પ્રતિજ્ઞા લીધી કે જ્યાં સુધી માતંગી સંસ્થાનો જીણોદ્ધાર ન થાય ત્યાં સુધી માથે પાઘડી બાંધશે નહિ અને પગમાં મોજડી પણ પહેરશે નહિ. પછી તેમણે જીણોદ્ધાર કમિટીની સ્થાપના કરી. ગામે ગામ ફરી પ્રચાર કર્યો અને સાથે

જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “Panchat” ને..

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

૧ લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?