ચાલો જાણીયે નાના અને મોટા સૌ કોઈને ભાવે એવી યમી અને ટેસ્ટી “ચીઝ ગાર્લિક બ્રેડ ”

0
29

આજકાલની બધી જ જનરેશન એટલે કે નાના બાળકો હોય કે પછી વડીલ વર્ગ કે પછી આજની યંગ જનરેશન દરેકને મોટેભાગે ચીઝ ગાર્લિક બ્રેડ તો ભાવે જ છે. તો ચાલો આજેઅમે તમને આ ગાર્લિક બ્રેડ ઘરે કેવી રીતે બનાવી શકાય એ જણાવીએ.

ચીઝ ગાર્લિક બ્રેડ બનાવવા માટે જરૂરી સામગ્રી

  • 6 થી 8 બ્રેડ આખા
  • 4 મોટા ચમચા બટર
  • મીઠું સ્વાદ પ્રમાણે અને
  • બટર ચેક કરી લો કે બટર નમક વાળું છે કે નહિ
  • અઢી કપ છીણેલુ ચીઝ,
  • 3 નાની ચમચી લાલ મરચાનો પાઉડર અને
  • છ થી આઠ લસણની કળીઓ.

બનાવવાની રીત

સૌ પહેલા તમારે ઓવનને ૩૦૦ ફેરનહાઈટ અથવા તો ૧૮૦ સેન્ટીગ્રેડ પર ગરમ કરી લેવાનું છે.

હવે જો તમે નમક વિનાનું બટર લીધું છે તો તેમાં તમારા સ્વાદ પ્રમાણે નમક ઉમેરી દો અને એમાં ખાંડેલું લસણ મિક્સ કરી લો. ત્યારબાદ આ જાડી પેસ્ટને તમારે બ્રેડ ઉપર પાથરી દેવાનું છે અને પછી તેની ઉપર છીણીને રાખેલું ચીઝ નાખવાનું છે , પછી તેની પર થોડું લાલ મરચાનો પાઉડર ભભરાવી દો.

હવે રેડી કરેલ આ બ્રેડને તમારા ઓવનની ગ્રીલ પર સીધી જ રાખી દેવાની છે. આ બ્રેડને તમારે ઓવનની બેકિંગ ટ્રેમા રાખવાની જરૂર પડશે નહિ. અને માત્ર પાંચ થી સાત મિનીટમાં તો તમારી ટેસ્ટી ચીઝ ગાર્લિક બ્રેડ તમારા માટે તૈયાર થઇ જાય છે. હવે આ ગાર્લિક બ્રેડને તમે ચટણી સાથે પીરસો શકો છો.

જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “Panchat” ને..

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

૧ લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?