એક મંદિર છે અનોખું જે જુલી રહ્યું છે 1500 વર્ષોથી પર્વત પર, જોઈ લો ફોટા

0
33

મંદિરો પર્વતો પર વસેલા હોય છે એના વિષે તો સૌ કોઈને ખબર હશે અને કેટલાક લોકોએ તો દર્શન પણ કર્યા હશે, પણ શું તમને પર્વતો પર ઝુલતા મંદિરો વિશે ખબર છે? જી, હા આવું જ આખા વિશ્વમાં એક માત્ર અદભુત એવું ઝુલતું મંદિર અબૂબોંમાં આવેલું છે. ચીનના શાંહીમા હેંગ માઉન્ડટેન પર એક આવું જ મંદિર આવેલું છે અને તે ખુબજ વિચિત્ર રીતે શિખરે ઝુલતુ દેખાય છે. આ મંદિરને હૈંગિંગ મોનેસ્ટ્રીના નામે પણ ઓળખવામા આવે છે.

એવું કહેવામાં આવે છે કે આ 1500 વર્ષ જૂના મંદિરને આ જગ્યાએ એટલે બનાવવામા આવેલું હતું કારણ કે આ મંદિરને કોઈ દિવસ પૂરની અસર થાય નહિ અને મંદિરને વરસાદ અને વાવાઝોડાથી પણ બચાવી શકાય. આ મંદિરની સૌથી નજીક એક શહેર આવેલું છે જેનું નામ છે ધટોન્ગ, અને તે ઉત્તર-પશ્વિમમાં 64.23 કિલોમીટરના અંતરે સ્થિત છે.

યુન્ગંગ ગ્રોત્ટેસની સાથે જ હૈંગિંગ મંદિર પણ ધટોંગ શહેરના ઐતિહાસિક સ્થળોમાંથી એક ગણાય છે. આ મંદિર માત્ર સ્થળના લીધે જ નહીં પણ ત્રણ ચીની પારંપરિક ધર્મ બુદ્ધ, તાઓ અને કંફુશિવાદની મિત્રતા માટે પણ ઘણું જ જાણીતું છે. આ મંદિરની સંરચનાને ઓક ક્રોસબીમ્સમા ફીટ કરાય છે.

આ મંદિરની અંદરની મુખ્ય સહાયક સંરચના તેના આધાર સ્તંભની અંદર છુપાયેલી છે. આ મઠ નાના કેનિયન બેસિનમા બનાવવામાં આવેલું છે અને આ ઈમારતનો ભાગ પ્રમુખ શિખર સંમેલન હેઠળ ખડકનો પથ્થરના વચ્ચે ઝુલતો છે.

આ મંદિરનુ નિર્માણ કાર્ય ઉત્તરી વેઈ સામ્રાજ્યના અંતમા જિઓં રૈન નામના વ્યક્તિએ કરાવડાવ્યું હતુ. આ સ્થળ ચાઈનીજ શિલ્પકામનો અભ્યાસ કરતા હોય એવા લોકો માટે મુખ્ય સ્થળ ગણાય છે. આ મંદિરમાં આશરે 40 જેટલા અલગ-અલગ હોલ છે અને બધા જ હોલ એકબીજા જોડે જોડાયેલા છે. આ મંદિરમા કેટલાક પ્રાચીન મૂર્તિ (સ્ટેચ્યૂ) પણ રાખવામાં આવેલી છે. આ મંદિર ચીનના ડૈટોંગ વિસ્તારમા છે અને પર્યટકો માટે મુખ્ય આકર્ષણ કેન્દ્ર બની રહે છે.

અહીંયા જવાનો રસ્તો લાકડી અને લોખંડની સીળીઓથી બનાવેલો છે. આ મંદિરને જોવા માટે એશિયાના ઘણાં દેશો સિવાય અહીંયા યૂરોપના પર્યટકો પણ આવતા હોય છે.

જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “Panchat” ને..

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

૧ લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?