જાણીયે ગલી બોય ફિલ્મનો રીવ્યુ

0
102
રેટિંગ: 4/5
સ્ટાર કાસ્ટ: રણવીર સિંહ, આલિયા ભટ્ટ, કલ્કી કેકલિન, પૂજા ગોર, અનન્યા પાંડે, વિજય રાઝ, પરમીત સેઠી
ડિરેક્ટર: ઝોયા અખ્તર
ડ્યૂરેશન: 2 કલાક 36 મિનિટ
ફિલ્મનો પ્રકાર: ડ્રામા, બાયોગ્રાફી, મ્યુઝિકલ
ભાષા: હિન્દી
ક્રિટિક: રચિત ગુપ્તા

આ ફિલ્મમાં મુરાદ (રણવીર સિંહ) રેપર બનવાનું સપનું જોવે છે પણ મુરાદે આ સપનાને પૂરું કરવા માટે ગરીબી અને સામાજિક પછાતપણાને લડત આપવી પડે છે. અને તેને નામાંકિત રેપર બનાવવામાં તેના મિત્રો અને પરિવાર મદદ કરે છે.

રિવ્યુ

આ આખી ફિલ્મનું મહત્વ એક જ ડાયલોગમાં આવી જાય છે , “અગર દુનિયામેં સબ કમ્ફર્ટેબલ હોતે તો રેપ કોન કરતા?” ફિલ્મના ડિરેક્ટર ઝોયા અખ્તરે બનાવેલી ” ગલી બૉય ” ફિલ્મ ઈન્ડિયાના રેપરોની દુનિયામાં જાંકે છે. આ ફિલ્મમાં એક સાધારણ યુવક મુરાદ વિષે વાત કરવામાં આવી છે. આ યુવક ધારાવીનો છે અને તે મોટા મોટા સપના જોવે છે અને તે પોતાના સપનાને પુરા કરવામાં ગરીબીને દોષ આપતો નથી. તે સ્લમ ડૉગમાંથી એદકમ પ્રખ્યાત રેપર કઈ રીતે બને છે તેના વિષે જ આ મુવીમાં જણાવાયું છે. મૂવીની સ્ટોરી ઘણી જ એક્સાઈટિંગ છે. ભારતમાં હજી પર રેપ વધારે લોકપ્રિય મ્યુઝિકનો પ્રકાર ગણાતો નથી. પણ જેમને રેપ મ્યુજિક ઓછું ગમતું હોય એવા લોકોને પણ ગલી બૉય ફિલ્મની સ્ટોરી ખુબ જ ગમશે એ પાક્કું

મુવીમાં જણાવાઈ છે ધારાવીના એક છોકરાની વાત


આ ફિલ્મની વાર્તાની શરૂઆત દીવાસળીના ખોખાની સાઈઝ જેટલા ધારાવીની ચાલથી ચાલુ થાય છે. એમાં મુરાદ પોતાનું જીવન વધારે સારુ જીવવા માટેના સપના જોતો હોય છે. અને મુરાદને સફીના (આલિયા ભટ્ટ) ગમતી હોય છે અને તેને તે પ્રેમ કરતો હોય છે અને તે પોતાના મનમાં રહેલી બધી જ ભડાસ એક પેપર પર લખીને નીકાળી દે છે. મુરાદના જીવનમાં એક મોટો ટર્નિંગ પોઇન્ટ ત્યારે આવે છે જ્યારે તે એમ.સી શેર એટલે કે શ્રીકાંતને જોવે છે. તે સ્ટેજ પરથી એક છોકરીનો હુરિયો બોલાવીને કાઢી નાંખનારા છોકરાઓને રેપની મદદથી જબરદસ્ત મ્યુજિક સંભળાવે છે. અને તેમાં શ્રીકાંત મુરાદને પણ પોતાની જોડે લઇ લે છે અને પછી તે બંને સાથે મળીને રેપરની એક ટીમ તૈયાર કરે છે. તેઓનું કામ તો સારુ હોય છે પરંતુ મુરાદ ગરીબ હોય છે માટે તે ઝડપથી સફળ થઇ શકતો નથી. અને પછી તેના રૂઢિચુસ્ત પિતા આફતાબ (વિજય રાઝ) સાથે વારંવાર ઝગડો થયા રાખે છે.

તમે રહેશો ફિલ્મથી કનેક્ટેડ


આ ફિલ્મમાં કેટલોક ભાગ પ્રેડિક્ટેબલ છે પણ ફિલ્મમાં જે મુરાદની જર્ની બતાવી છે તેમાં એવી કેટલીક ક્ષણો આવે છે જેનાથી તમે ચેક સુધી ફિલ્મ સાથે જકડાયેલા રહેશો. વિજય મૌર્યએ આ ફિલ્મમાં ચોટદાર ડાયલોગ્સ લખેલા છે જેનાથી ફિલ્મને ઊંડાણ મળે છે. રીમા કાગતીની સ્ટોરી અને સ્ક્રીન પ્લે તથા ઝોયાનું ડિરેક્શન આ ફિલ્મને એક અલગ જ સ્થાન આપે છે. માત્ર વાર્તાનો થોડો અંદાજો આવી જાય છતાં પણ કોઈને પણ ફિલ્મ જોવાની ખુબ જ મજા આવે એવી આ ફિલ્મ છે.

ફિલ્મમાં છે રણવીરનું જોરદાર પરફોર્મન્સ


જો આ ફિલ્મમાં સૌથી મહત્વનું કઈ હોય તો તે છે રણવીર સિંહનું શાનદાર પરફોર્મન્સ. તેને જોઈને ખરેખર એવુ જ લાગે છે કે તેણે જન્મ જ આ પાત્રને ન્યાય આપવા માટે લીધો છે. રણવીર આ ફિલ્મની આત્મા સમાન છે. અને તેણે પોતાના પાત્રમાં જાન રેડી દીધી છે અને તે ઓડિયન્સને સતત ફિલ્મ જોડે જકડી રાખે છે. ફિલ્મમાં એમ.સી શેર મુરાદને એવું કહે છે, “તેરે અંદર તૂફાન હૈ” અને ખરેખર રણવીર સિંહની એકટિંગ જોઈને એવું જ લાગે છે આ વાત સો ટકા સાચી છે. રણવીર પોતાની દરેક નવી ફિલ્મથી તેના ફેન્સને સરપ્રાઈઝ કરે છે. આલિયા ભટ્ટનો રોલ ભલે નાનો છે પરંતુ ઘણો જ મજબૂત છે. આલિયા પણ પોતાના ગાંડપણ ભરેલા કેરેક્ટરને પૂરો ન્યાય આપ્યો છે. ફિલ્મમાં રણવીર અને આલિયાની જે ક્યૂટ કેમિસ્ટ્રી છે તે સૌ કોઈને ગમે તેવી જ છે. આ સિદ્ધાંત ચતુર્વેદીની સૌ પહેલી જ ફિલ્મ છે પરંતુ તેનું મજબૂત પરફોર્મન્સ જોઈએ તો એવું જ લાગે કે જાણે તે એકદમ મંજાયેલો કલાકાર હોય. વિજય વર્મા, કલ્કી કેકલિન અને વિજય રાઝે પણ પોતપોતાનું પાત્ર ખૂબ જ સુંદર અને અસરકારક રીતે ભજવ્યું છે.

ફિલ્મમાં રિયલ હીરો છે ફિલ્મનું મ્યુઝિક


આ ફિલ્મમાં જે મ્યુઝિક છે તે એકદમ કિલર છે. આ ફિલ્મ રેપર્સ નેઝી અને ડિવાઈનના જીવન પર બનાવાવમાં આવી. આ બંને આર્ટિસ્ટે બીજા રેપર્સ જોડે કનેક્ટ થઈને આ ફિલ્મમાં એકદમ ગજબનો સાઉન્ડ ટ્રેક આપેલો છે. આ ફિલ્મ સૌ કોઈને એટલે સ્પર્શી જશે કેમ કે ફિલ્મમાં મ્યુઝિક રિયલ રેપર્સે આપેલું છે. ફિલ્મની ટ્રીટમેન્ટ અને વિઝ્યુઅલ્સ તે ખરેખર હોલિવુડ ફિલ્મને પણ ટક્કર આપે તેવું છે. આખી ફિલ્મમાં જે રેપ બેટલ્સ બતાવવામાં આવી છે તેના બોલ તમને સ્પર્શી જશે. જો ફિલ્મમાં માઈનસ પોઈન્ટની વાત કરીયે તો તે છે ફિલ્મનું ડ્યુરેશન કેમ કે ફિલ્મ અઢી કલાકની છે. પરંતુ ફિલ્મની ટ્રીટમેન્ટ એવી છે કે આ ફિલ્મ બધા જ દર્શકોને આટલો સમય જકડી રાખે છે. આ ફિલ્મ માટે માત્ર એ કહી શકીયે , “યે ગલી બૉય હાર્ડ હૈ ભાઈ!” અમે આ ફિલ્મને આપીએ છે : 4 સ્ટાર્સ.

જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “Panchat” ને..

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

૧ લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?