તમારી પાસે ક્રેડિટકાર્ડ કે ડેબીટકાર્ડ છે? તો આ વાત ખાસ યાદ રાખી લો…

0
163

શું તમારા ઘરમાં ક્રેડિટકાર્ડ કે ડેબીટકાર્ડ છે? આ સવાલ અત્યારના સમયમાં કોઈને પૂછવામાં આવે તો જવાબ ‘હા’ જ હોય છે. પરંતુ એ સાથે સાવધાની પણ જરૂરી છે. ઘણા લોકો ઓનલાઈન ફ્રોડ થવાનો શિકાર બની જતા હોય છે. છેતરામણી કરનારા પાસે તમારી મોટાભાગની પર્સનલ ઇન્ફોર્મેશન હોય છે. તો આજ વધુ માહિતી જાણી લઈએ જેનાથી તમને વધુ ને વધુ સેફટી જાણવા મળશે.

આજના આર્ટીકલમાં ક્રેડિટકાર્ડ અને ડેબીટકાર્ડને લગતી માહિતી જાણવાની છે. જો તમારી પાસે ક્રેડિટકાર્ડ અથવા ડેબીટકાર્ડ છે તો ભૂલથી પણ આ વાત યાદ રાખવાનું ભૂલતા નહીં. નીચેનો પેરેગ્રાફ ખાસ ધ્યાનથી વાંચજો.

આમ તો ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરવાથી અગત્યનો સમય બચી જાય છે. પરંતુ એ સાથે થોડી સાવચેતી રાખવી પણ જરૂરી બને છે. ઘણા લોકોના કિસ્સાઓ બહાર આવે છે જેમાં હજારો રૂપિયાનું ફ્રોડ થયું હોય એવું જણાવતા હોય છે. પણ એ સાથે નીચે મુજબની જાણકારી અવશ્ય જાણી લો.

(૧) ઓનલાઈન ટ્રાન્ઝેક્શન માત્ર પર્સનલ કોમ્પ્યુટર અથવા લેપટોપમાંથી જ કરવું. અન્ય કોઈની સીસ્ટમ યુઝ કરવાથી છેતરામણી થવાની સંભાવના રહે છે.

(૨) હંમેશા ફોર્મને ફિલ કરવાની વારી આવે ત્યારે ફોર્મ ઓટો-ફોલીંગ કરવાથી સમય બચે છે. પરંતુ બધી વેબસાઈટ કે એપ્લીકેશન માટે ઓટો-ફીલિંગ ઓપ્શનને ઓન ન કરો. આ એક એવું કારણ છે જેનાથી સૌથી વધુ તકલીફ ઉભી થવાનો ચાન્સ રહે છે.

(૩) એપ્લીકેશન કે વેબસાઈટના પાસવર્ડ એન્ટર કરવા માટે મોટાભાગની સગવડતામાં વર્ચ્યુઅલ કીબોર્ડનો ઉપયોગ થાય છે, તો પાસવર્ડ માટે ફીજીકલ કીબોર્ડનો ઉપયોગ ન કરવો.

(૪) હંમેશા યાદ રાખવું કે ફાઈનાન્સીયલ ટ્રાન્ઝેક્શન કરતી વખતે વેબસાઈટનું URL ચેક કરવું. ખાસ URL ‘https’ હોવું જોઈએ.

(૫) ક્રેડિટ કે ડેબીટ કાર્ડની પાછળ CVV નંબર લખેલ હોય છે. જેનો ટ્રાન્ઝેક્શન દરમિયાન અવશ્ય ઉપયોગ થાય છે. તો CVV નંબરને માર્કર પેનથી ભૂસી નાખો. એ પહેલા એ નંબરને યાદ રાખી લો અથવા બીજે નોટ કરી લો.

(૬) કાર્ડથી જોડાયેલ કોઇપણ પ્રકારની જાણકારી અન્ય વ્યક્તિને ઓનલાઈન ક્યારેય ન આપો. નામ વગરના ફોન આવતા હોય છે તે આવી જાણકારી પૂછતા હોય છે પણ યાદ રાખો કે બેંક કોઈને ક્યારેય ફોન કરતી જ નથી.

(૭) ઈ-મેઈલથી કોઇપણ પ્રકારની એકાઉન્ટની પર્સનલ ઇન્ફો. શેયર ન કરવી. ખાસ કરીને પાસવર્ડ તો ક્યારેય કોઈને આપવા જોઈએ નહીં.

(૮) આજકાલ ટેકનોલોજીના યુગમાં ઓનલાઈન ફ્રોડ વધુ બને છે પણ ખાસ યાદ રાખો બેન્કની વિગતો જ્યાં-ત્યાં ભરી દેવી ન જોઈએ. બધી એપ્લીકેશન પર વિશ્વાસ ન કરી શકાય. Paytm, ગૂગલે પે અને paypal જેવી સાઈટ અને એપ્લીકેશન વિશ્વનીય છે. બાકી અન્ય એપ્લીકેશનનો ઉપયોગ ટાળવો.

(૯) કોઈ માણસ ઘરે આવીને એકાઉન્ટ ખોલવાની વાત કેરે તેને બધા ડોક્યુમેન્ટ અને ઇન્ફોર્મેશન આપતા પહેલા તમામ ચકાસણી જાતે જ કરી લો.

(૧૦) નકામા-બિનજરૂરી ઓફર જણાવતા ફોન કોલને રીસીવ કર્યા પછી લાંબી વાતો કરવાનું ટાળવું. આવા કિસ્સાઓમાં વધુ ફ્રોડ થવાની સંભાવના રહે છે. તો આ દસ કારણો ખાસ યાદ રાખો જે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન અને ક્રેડિટકાર્ડ કે ડેબીટકાર્ડ સાથે જોડાયેલા છે. તો કોઈને અગત્યની પર્સનલ ઇન્ફોર્મેશન જણાવવો જોઈએ નહીં.

#Author : RJ Ravi

જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “Panchat” ને..

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

૧ લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?