ગૂગલે લોન્ચ કરી નવી એપ્લીકેશન જેનાથી બાળક પર ધ્યાન રાખી શકાય છે – પોર્ન તો નથી જોતું ને??

0
88

આજના સમયની મુખ્ય સમસ્યા એવી બને છે કે બાળકો વધુ સ્માર્ટફોનનો ઉપયોગ કરતા હોય છે. નાની ઉંમરથી જ બાળક સ્માર્ટફોન વાપરવાના શોખીન બની જાય છે. માત્ર ભારતમાં જ નહીં વિદેશોમાં પણ આ સમસ્યાથી બાળકોના માતા-પિતા પરેશાન હોય છે. પણ હવે આ સમસ્યા માટે google નિરાકરણ લઈને આવ્યું છે.

ટેકનોલોજીના બાદશાહ ગણાતી કંપની google આ સમસ્યા માટે ઘણા સમયથી મથતી હતી જે હવે કારગર સાબિત થઇ છે. ગૂગલે એવી એપ્લીકેશન લોન્ચ કરી છે જેમાં તમારા બાળકનો બિહેવિયર આસાનીથી ટ્રેક કરી શકાય છે. આ એપને હમણાં જ થોડા સમય પહેલા ભારતમાં લોન્ચ કરવામાં આવી છે. બાળકોના માં-બાપને હવે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. આ સમસ્યા માટે ગૂગલે હાથ અજમાવ્યો છે. ગૂગલ ટેકનોલોજી ક્ષેત્રે નવી-નવી ક્રાંતિ લઈને આવે છે જેથી દુનિયાને જીવવા માટે આસાની રહે છે.

આ એપ્લીકેશનની વાત કરીએ તો એવી રીતે કામ કરે છે કે તમારા બાળકના સ્વભાવની તમામ જાણકારી આ એપ્લીકેશનમાં સ્ટોર થતી જાય છે. આ Appથી બાળક જે પણ કાર્ય કરે છે તે બધી પ્રક્રિયાને કંટ્રોલ કરી શકાય છે. બાળક ફોનને અડકે છે ત્યાંથી લઈને મુકે ત્યાં સુધી એ શું કરે છે એ તમામ માહિતી આ એપમાં સ્ટોર થતી જાય છે. પેરેન્ટ્સ ભલે બાળકની પાસે ન હોય છતાં બાળકની એકટીવીટી પર કંટ્રોલ રાખી શકાય છે. આ App લોન્ચ કર્યા બાદ ઘણા પેરેન્ટ્સને રાહત અનુભવાય છે.

Appથી બાળકની અઠવાડિક અને માસિક એક્ટીવીટી રીપોર્ટ જાણી શકાય છે. આ માટે બાળકના જોઈતા મુજબ અને ઈચ્છા મુજબ ઈન્ટરનેટના સમયને પણ નક્કી કરી શકાય છે. પેરેન્ટ્સ જેટલો સમય બાળકને ઈન્ટરનેટ પર વિતાવવા ઈચ્છે એ મુજબ ગોઠવણી કરી શકાય છે. બાળક સુઈ જાય ત્યારે સ્માર્ટફોન લોક થઇ જાય તેવી સીસ્ટમ આ Appમાં શામેલ છે.

Google play storeમાંથી આ એપને ડાઉનલોડ કરી શકાય છે. Play storeમાં એપ્લીકેશન ડાઉનલોડ કરવા જશો ત્યાં વધુ માહિતી પણ જોઈતી હોય તો તમને મળી જશે. ગૂગલ પ્લે સ્ટોરમાં પેરેન્ટ્સ માટે google family link for parents અને બાળકો માટે google family link for children & teens માંથી ઉપલબ્ધ છે. સાથે આગળ જોઈએ family link appની ખાસિયત શું છે?

બાળકોને સારા લખાણ કે વાંચન માટે બુક્સનો જથ્થો એકઠો કરીને ગાઈડ કરી શકાય છે.
આ Appથી બાળકની તમામ એક્ટીવીટી પર નજર રાખી શકાય છે. બાળકને સાચા નિર્ણાયક નિર્ણયો લેવામાં મદદ કરે શકીએ છીએ.
બાળકનો મોબાઈલ યુઝ કરવાનો સમય નિર્ધારિત કરી શકાય છે.
આ Appથી એ પણ જાણી શકાય છે કે તમારૂ બાળક ક્યાં છે. બાળક ક્યાં જાય છે અને શું કરે છે એ પણ જાણકારી મળી રહે છે. જ્યાં સુધુ તેની પાસે સ્માર્ટફોન રહેશે ત્યાં સુધી બધી જ વિગતો માં-બાપને ઘર બેઠા મળી રહેશે અને લોકેશન વિશે પણ ખ્યાલ રહેશે.
જો બાળક વધુ સ્માર્ટફોનનો ઉપયોગ કરતુ હોય તો પેરેન્ટ્સ તેના ફોનને ઈચ્છે ત્યારે લોક પણ કરી શકે છે. પછી એ પેરેન્ટ્સ ખોલે ત્યારે જ લોક ઓપન થાય છે.

#Author : RJ Ravi

જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “Panchat” ને..

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

૧ લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?