મોબાઇલ પર આવ્યા ૬ મિસકોલ અને ખાતામાંથી કપાય ગયા ૧.૮૬ કરોડ રૂપિયા – મોટું થયું કારસ્તાન

0
137

વિશ્વ ડિજિટલ થઈ રહ્યું છે. ખરીદી – વેચાણ હોય કે પછી દૂર-દૂર રહેલા લોકો સાથે પળભરમાં થતી વાતચીત, પૈસાની લેવડ-દેવડ હોય કે કોઇ સંદેશા વીડિયોની આપ લે. દરેક વસ્તુ બસ થોડી ક્ષણોમાં આંગળીના ટેરવે થઇ જાય છે. પરંતુ આ ડિજિટલ થઇ રહેલી દુનિયામાં દિન-પ્રતિદિન વધી રહેલા સાયબર સિક્યોરિટી અને પ્રાઇવસીને લઈને બનતા કિસ્સાઓ પણ વધી રહ્યા છે. કોઇ હેકર્સ હોય કે કોઈ થર્ડ પાર્ટી જે દરેક વ્યક્તિના ડિજીટલ વ્યવહારમાં પોતાની નજર જમાવી બેઠા હોય છે. કોણે કઈ વસ્તુ ઓનલાઇન ખરીદી, કઇ વેબસાઇટ વિઝિટ કરેલી, કઈ એપ્લીકેશન યુઝ કરેલી, કોની સાથે કેટલી વાતચીત કરેલી, પાસવર્ડ, ક્રેડિટ કાર્ડ નંબર, અકાઉન્ટ નંબર વગેરે અને વગેરે. આવી દરેક પ્રાઇવેટ વસ્તુઓ/વ્યવહારો આ ડિજિટલ વર્લ્ડમાં ખુલ્લેઆમ લીક થઇ જાય છે.

તમને જણાવી દઈએ કે આજનો તમે કિસ્સો સાંભળી સપનું જોતા હોય એવો ભાસ થશે કારણ કે બન્યું છે કંઈક સપના જેવું જ. મીનીટોની અંદર આખા પ્લાનને પૂર્ણ કરી દેવામાં આવ્યો અને ડીજીટલ લૂંટ કરી લીધી.

આવો જ એક કિસ્સો મુંબઈમાં બન્યો છે, જે કોઈ પણ વ્યક્તિને હેરાન કરી શકે એવો છે. મુંબઈ મિરરના અહેવાલ મુજબ પીડિત વેપારી વી. શાહ કે જેના ફોન પર ૨૭-૨૮ ડિસેમ્બરના રાતના લગભગ  રાતના બે વાગ્યે ૬ મિસકોલ આવ્યા હતા. સવારે જ્યારે વી. શાહે પોતાનો ફોન જોયો અને તે નંબર પર ફોન કર્યો ત્યારે તેને જાણવા મળ્યું કે તેનું સીમ કાર્ડ બંધ થઇ ચૂક્યું છે. જે નંબર પર મિસકોલ આવેલા તેમાંથી એક નંબરની શરૂઆત +૪૪ થી થયેલી હતી જે ખરેખર યુનાઇટેડ કિંગડમનો કોડ છે.

સમગ્ર વાતનો ખુલાસો એ રીતે થયો કે જયારે વી. શાહે મોબાઇલની સર્વિસ પ્રોવાઇડર કંપની સાથે વાત કરી ત્યારે. એ સમયે તેને જાણ થઇ કે તેની જ વિનંતી પર તેનું સીમકાર્ડ બ્લોક કરી દેવામાં આવ્યું છે. જ્યારે હકીકતમાં શાહે એવું કઇ કરેલું જ ન હતું. શાહના આ નંબર તેના બેન્ક ખાતા સાથે જોડાયેલા હતા. પછી એ જ્યારે બેન્ક પર ગયા ત્યારે તેમને ખબર પડી કે તેની કંપનીના ખાતામાંથી ૧.૮૬ કરોડ રૂપિયા ઉપાડવામાં આવ્યા છે. આ રૂપિયા ૧૪ અલગ અલગ ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે અને ૨૮ જેટલા ટ્રાન્ઝેક્શન થયેલા છે. જો કે બેન્કની ખૂબ મહેનત બાદ વી. શાહને વીસ લાખ રૂપિયા પાછા મળ્યા પણ બીજું કંઈ ખાસ હાથમાં આવ્યું નહીં.

Related image

વેપારી વી. શાહે કહ્યું કે, “મારો ફોન નંબર મારા કંપનીના ખાતા સાથે જોડાયેલો હતો અને મેં એવું વિચારેલું પણ ન હતું કે મારી સાથે આવું થશે અને મારા પૈસા આ રીતે ચોરાઇ જશે.” આ મામલાની  બીકેસી સાઈબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં એક એફઆરઆઈ  નોંધાવાઇ છે.

આવી ઘટનાઓને રોકવા માટે સરકારે કડક કાયદાઓ બનાવવા જોઈએ. જેથી આવા હેકર્સ કોઈના પ્રાઈવેટ ડેટા ચોરી ન શકે. હાલમાં ફેસબુકની ડેટા પ્રાઇવસી વિશે પણ ઘણી બાબતો સામે આવી છે. ઓનલાઈન કંપનીઓએ પણ ગ્રાહકોને પ્રાઇવસી અને સિક્યોરિટી પૂરી પાડવામાં અમુક હદે નિષ્ફળ ગઈ છે.

દુનિયામાં એવા અનેક દેશો છે કે જેમાં કોઈના પણ પ્રાઇવેટ ડેટા લેતા વખતે સરકારની પરમિશન લેવી જરૂરી છે. જ્યારે ભારતમાં તેવી કોઇ પ્રક્રિયા કે કાનુન નથી. જેના લીધે બહારના દેશોના લોકો પણ આ બાબતનો ફાયદો ઉઠાવી, બેન્કમાંથી અથવા તો ફોનમાં રહેલા ડેટાની ખુલ્લેઆમ ચોરી કરે છે. જેને રોકવા માટે સરકારે કડક નિયમ બનાવી તેના યોગ્ય અમલની ખાસ જરૂર છે.

તો એ સાથે એકદમ સચોટ અને સંપૂર્ણ માહિતી આપતું ફેસબુકના આ પેઇઝને અત્યારે જ લાઈક કરી લો. અમે અવનવી પોસ્ટ મુકીને તમારા જ્ઞાનમાં વધારો કરીશું. લાઈક કરો – “જો બકા” પેઇઝને..

Writer : Palak Sakhiya

જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “Panchat” ને..

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

૧ લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?