કબજિયાત સહિતની સમસ્યા દૂર કરશે આદુ, જાણો તેના અઢળક ફાયદા

0
927

અનિયમીત ખાણીપીણી અને ખાવાનું યોગ્ય રીતે ન પચવાના કારણે કબજિયાત અને ગેસની સમસ્યા થાય છે. આજના સમયમાં ખાસ કરીને લોકો કબજિયાતની સમસ્યા સામાન્ય બની ગઈ છે. પરંતુ સામાન્ય લાગતી આ બીમારી તેની સાથે ઘણી બીમારી લઇને આવે છે. કબજિયાતની સમસ્યામાં પેટમાં ખૂબ દુખાવો થાય છે. પરંતુ આજે અમે તમારા માટે કબજિયાતથી બચવા માટે એક રામબાણ નુસખો લઇને આવ્યા છીએ જેનાથી તમને ખૂબ ફાયદો થશે.

આદુ

આદુ એક અવી ઔષધિ છે જેમા ઘણા રોગોનું સમાધાન છુપાયેલું છે. સવારે ભૂખ્યા પેટે નવશેકા પાણીની સાથે એક ટૂકડો આદુ ખાવાથી કબજિયાત અને ગેસની સમસ્યાથી કાયમ માટે રાહત મળે છે. તે સિવાય ભોજનના અડધા કલાક પહેલા એક નાનો ટૂકડો આદુનો ખાવાથી ગેસની સમસ્યા પણ હંમેશા માટે દૂર થાય છે. આદુને ચામાં ઉમેરીને ખાવાથી તેનો સ્વાદ અને ફાયદો બન્ને મળે છે.

આદુના ફાયદા

આદુ ખાસ કરીને ઉધરસ માટે રામબાણ ઈલાજ માનવામાં આવે છે. ઉધરસ આાવવા પર આદુના નાના ટૂકડાને યોગ્ય પ્રમાણમાં મધ સાથે ગરમ કરીને દિવસમાં બે વખત સેવન કરો. જેથી ઉધરસ આવવાની બંધ થશે અને ગળુ છોલાઇ ગયું હોય તો પણ રાહત મળશે.

આદુનું નિયમીત સેવન કરવાથી ભૂખ ન લાગવાની સમસ્યાથી છૂટકારો મેળવી શકાય છે. જો તમને ભૂખ ઓછી લાગે છે તો આદુને ઝણી કટ કરીને થોડૂક મીઠુ લગાવી દિવસમાં એક વખત ખાઓ. જેથી પેટ સાફ રહેશે અને ભૂખ લાગશે.

પેટની સમસ્યા માટે આદુ ખૂબ ફાયદાકારક હોય છે. જે અપચો અને પાચનમાં સુધારો કરવામાં મદદરૂપ માનવામાં છે. આદુને અજમા, સિંધા લૂણ તેમજ મીઠાના રસમાં મિક્સ કરીને ખાવાથી પાચન ક્રિયા સારી રહે છે. તેનાથી પેટમાં ગેસ થતો નથી અને ખાટા ઓડકાર આવવાનું પણ બંધ થઇ જાય છે. સાથે કબજિયાતની સમસ્યાથી રાહત મળે છે.

શરદી અને ઉધરસ થવા પર આદુનું સેવન કરવાથી આરામ મળે છે. આદુની ચા પીવાથી શરદીમાં રાહત મળે છે. તે સિવાય આદુના રસને મધ સાથે મિક્સ કરીને ગરમ કરીને પીવાથી લાભ થાય છે.

તમે આ લેખ “Panchat” ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

૧ લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?

દોસ્તો, આર્ટિકલ વાંચીને મજા પડી ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ શેર કરો.