ઘર માં આવે છે વિપત્તિ તો તુલસી નો છોડ આપે છે આ સંકેત, જાણો તુલસી થી જોડાયેલી માન્યતાઓ

0
1426

હિન્દુ ધર્મ માં તુલસી ના છોડ ને ઘણું પવિત્ર માનવા માં આવે છે અને એટલા માટે એની પૂજા કરવા માં આવે છે. વાસ્તવ માં શાસ્ત્રો માં તુલસી ના છોડ ને ઘર માં લક્ષ્મી નું સ્વરૂપ માનવા માં આવે છે અને એટલા માટે કેટલાક લોકો ભગવાન વિષ્ણુ ના રૂપ માં શાલીગ્રામ નુ તુલસી સાથે લગ્ન કરાવે છે. આ કારણ થી હિન્દુ ધર્મ ના ધાર્મિક કાર્યો માં તુલસી નો ઉપયોગ કરવા માં આવે છે. તુલસી ના છોડ ને લઈ ને એવી માન્યતા છે કે જો એને ઘર માં લગાવવા માં આવે તો તમારા ઘર માં જો કોઈ વિપત્તિ આવવાવાળી હોય તો એ તમને સંકેત આપે છે, એટલા માટે આજે અમે તમને તુલસી ના છોડ ના સંકેત ના વિશે જાણકારી આપવા ના છીએ.

તુલસી નો છોડ આપે છે આ સંકેત

કરમાઈ જશે તુલસી

જો તમે પોતાના ઘર માં તુલસી નો છોડ લગાવ્યો છે અને જો એ કરમાઈ જાય છે તો એનો અર્થ એમ કે તમારા ઘર માં કોઈ વિપત્તિ આવવા ની છે. એટલા માટે તમે આવવાવાળી વિપત્તિ પ્રત્યે જાગૃત થઈ જાઓ. વાસ્તવ માં તુલસી નો છોડ ઘણો પવિત્ર હોય છે અને જો એને યોગ્ય રીતે સંભાળ ન કરવા માં આવે તો એ ઘણી જલ્દી કરમાઈ જાય છે. આટલું જ નહીં તુલસી ના છોડ ને પાણી પણ સાફ અને સાચા મન થી આપવું જોઈએ અને એના પ્રતિ પોતાના મન માં શ્રદ્ધા પણ હોવી જોઈએ.

અપ્રિય ઘટના નો સંકેત

શકુન શાસ્ત્ર ના પ્રમાણે જો તમે કરમાયેલી તુલસી ના છોડ ને ફરી થી લીલુંછમ કરવા માંગો છો પરંતુ એમાં કોઈ પણ પ્રકાર નો સુધારો નથી થઇ રહ્યો એટલે કે એ કરમાયેલો જ છે તો એનો અર્થ એમ કે તમારા જીવન માં કોઈ અપ્રિય ઘટના થવાની છે. એટલા માટે પ્રયત્ન કરો કે ક્યારેય પણ તમારા ઘર માં તુલસી નો છોડ ન કરમાય, જો સહેજ પણ તમને કરમાતો દેખાય તો તરત એને લીલોછમ કરવા ના પ્રયત્ન કરો અને એને જીવંત કરો અને આવવાવાળી વિપત્તિઓ થી બચો.

બુધ છે નબળું તો લગાવો તુલસી

જે ઘર ના લોકો ની વચ્ચે તાલમેલ નથી હોતું અને હંમેશા ગરીબી રહે છે ત્યાં દેવી મહાલક્ષ્મી ની કૃપા નથી રહેતી. જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે આવું કુંડળી માં બુધ ગ્રહ ના ખરાબ હોવાના કારણે થાય છે અને જો આવું છે તો ઘર માં તુલસી નો છોડ જરૂર લગાવો. વાસ્તવ માં ઘર માં તુલસી નો છોડ લગાવવા થી તમારા ઘર માં દેવી દેવતાઓ નો વાસ હોય છે કારણ કે તુલસી ના છોડ માં ઘણા બધા દેવી-દેવતાઓ નો ઘર માનવા માં આવ્યું છે. આવા માં જો તમે પોતાના ઘર માં તુલસી નો છોડ લગાવવા માંગો છો અને સવાર સાંજ એની પૂજા કરો છો તો તમારા ઘર માં અને તમારા જીવન માં ઘણા બધા દેવી-દેવતાઓ ની કૃપા રહેશે.

રોજ કરો તુલસી ની પૂજા

એવી માન્યતા છે કે તુલસી ના છોડ માં ઘણા બધા દેવી-દેવતાઓ નો વાસ હોય છે આટલું જ નહિ એ ઘણું પવિત્ર, ગુણકારી અને ઔષધિય ગુણો થી ભરપૂર હોય છે. જો તમે પોતાના ઘર માં તુલસી ના છોડ ની રોજ પૂજાપાઠ કરો છો તો તમારા જીવન માં આવવાવાળી બધી મુશ્કેલીઓ અને વાસ્તુદોષ જાતે જ દૂર થઈ જાય છે. એટલા માટે સવાર સાંજ દરરોજ તુલસી ના છોડ ની પૂજા જરૂર કરો અને મા લક્ષ્મી ની કૃપા પ્રાપ્ત કરો કારણ કે જો તમારા થી દેવી માં લક્ષ્મી પ્રસ્સન રહેશે તો તમારા ઘર અથવા જીવન માં ક્યારેય આર્થિક મુશ્કેલી નહીં થાય.

જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “Panchat” ને..

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

૧ લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?