હવે ઘરે જ માત્ર ૨ કલાક માં જ બનાવો બહાર બજારમાં મળે એવું ઘટ્ટ દહીં

0
1722

દોસ્તો મોટાભાગે ઘરમાં રાતના સમયે દૂધમાં દહીં નાખીને દૂધ મેળવવામાં આવતું હોય છે અને પછી તેનો ઉપયોગ ભોજનમાં કરવામાં આવે છે. આ જે આખી પ્રોસેસ છે તે ઘણી જ લાંબી છે , એમાં દહી બનાવવા માટે સૌપ્રથમ તમારે દૂધમાં છાશ અથવા તો દહીંનું મેળવણ નાખવું પડતું હોય છે પછી આખી રાત તેને એમનેમ જ રહેવા દેવું પડે છે અને સવારે દહીં જામે છે.

પણ શું એક વાત તમને ખબર છે કે તમે ફક્ત ૨ કલાકમાં ખુબજ સારું દહીં જમાવી શકો છો? નથી ખબર ને ? નથી જાણતા તો ચાલો આજે અમે તમને આ લેખના માધ્યમથી દહીં જમાવવાની ખુબ જ સરળ રીત જણાવી દઈએ. સૌથી પહેલા તમારે પ્રેશર કૂકરમાં ૩ ગ્લાસ પાણી ગરમ કરવા રાખવાનું છે. આ પાણી થોડું હૂંફાળુ થઈ જાય એટલે ગેસ બંદ કરી દેવાનો છે. પછી એક સ્ટીલના વાસણમાં ૧ લિટર મલાઈવાળુ દૂધ લેવાનું છે. એમાં એક વાડકો મોરૂ દહીં ઉમેરી દેવાનું છે પછી હવે આ વાસણને પ્રેશરકૂકરમાં જે ગરમ પાણી કર્યું હતું એમાં રાખી દેવાનું છે.

હવે આ કૂકર ઢાંકી દેવાનું છે પણ ગેસ ચાલુ કરવાનો નથી. તમે બે કલાક પછી જોશો તો તમને દેખાશે કે ઘોરવા જેવુ દહીં તૈયાર થઈ ગયુ હશે અને જો આ જ મિશ્રણને ૪ કલાક સુધી રાખી મુકશો તો દહી એકદમ ચાકુથી કટ કરી શકાય એવું દહીં જામેલું તમને દેખાશે. જો તમારે સ્ટીલના વાસણની જગ્યાએ માટીનું પાત્ર વાપરવા ઇચ્છતા હોય તો એનો પણ ઉપયોગ કરી શકો છો. તો તમે જોયું ને દહીં જમાવવાની આટલી લાંબી પ્રોસેસને કેટલી સરળતાથી કરી શકાય છે તો તમે એક વખત આ નૂસ્ખાને તમારા ઘરે ચોક્કસથી ટ્રાય કરો.

જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “Panchat” ને..

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

૧ લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?