વરસાદમાં માખીના ત્રાસથી તમે પરેશાન છો? તો ઝેરી દવાઓ નહીં કરો આ કુદરતી ઉપાય

0
2396

ગરમી અને વરસાદની ઋતુ માં માખીઓ ઘરમાં આવી જાય છે. તે પહેલા ઘરમાં પડેલા કચરા પર બેસે છે અને પછી ખાવાની વસ્તુઓ પર બેસી જાય છે તેને કારણે શરીર માં બીમારીઓ ફેલાઇ જાય છે. તેમજ માખીઓ જે વસ્તુઓ પર બેસે છે તે ફરી વાર ખાવાનું મન પણ કરતું નથી.

જો તમે ઘર માં માખીઓ ના ત્રાસથી કંટાળી ગયા હોવ તો કેમિકલ યુક્ત ઝેરી દવાઓની જગ્યાએ નેચલર ઉપાય કરો જેનાથી માખીઓ પણ ભાગી જાય અને તમારા આરોગ્ય પર ઝેરી દવાની અસર પણ નથી પડતી. ચાલો આજે તમને જણાવીએ આવા જ કેટલાક ઉપાય જે માખીઓના બણબણમાંથી તમને છૂટકારો આપશે.

માખીઓને ભગાડવા માટે ઘરમાં કપૂર પ્રગટાવવું જોઇએ. કપૂર પ્રગટાવ્યા પછી તેને આખા ઘરમાં ફેરવી દો. કપૂરની સુંગંધ ખૂબ જ સ્ટ્રોંગ હોય છે. જેની સુગંધથી માખીઓ ઘરની બહાર જતી રહે છે.

તુલસીના છોડ પણ માખીઓને ઘરમાંથી ભગાડવામાં ખૂબ મદદરૂપ સાબિત થઇ છે. માખીઓને ઘરથી દૂર રાખવા માટે ઘરમાં તુલસીની સાથે-સાથે લેવેન્ડર અને ગલગોટાના છોડ પણ લગાવી શકો છો.

વિનેગરથી માખીઓને ઘરની બહાર નીકાળી શકાય છે. વિનેગરનો ઉપયોગ કરવા માટે એક બાઉલમાં વિનેગર લો અને તેમા ડિટર્જન્ટ મિક્સ કરો. આમ કરવાથી માખીઓ તેની ફીણ તરફ આકર્ષિત થશે અને માખી તેની પર બેસી જશે. તે આ મિશ્રણ પાણીમાં ઉમેરીને પોતું કરવાથી પણ માખી દૂર જતી રહે છે.

થોડાક મરચાના પાણીમાં ડૂબાડીને રાખો. આ પાણીને ત્યાં સ્પ્રે કરો. જ્યાં માખીઓ વધારે હોય છે. આમ કરવાથી માખીઓ છૂમંતર થઇ જશે.

તજ પણ માખીઓને ઘરથી બહાર નીકાળવામાં મદદરૂપ થાય છે. માખીઓને તજની સુગંધ પસંદ નથી હોતી. આજ કારણ છે કે માખીઓ ઘરની બહાર જતી રહે છે.

તમે આ લેખ “Panchat” ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

80 હજાર ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?

દોસ્તો, આર્ટિકલ વાંચીને મજા પડી ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ શેર કરો