ગરુડ પુરાણ મુજબ આ 4 લોકોના ઘરે કોઈ દિવસ જમવું જોઈએ નહિ, આવી શકે દુઃખ અને સમસ્યાઓ !!!

0
994

જો આપણે વાત કરીયે ગરુડ પુરાણની તો હિંદુ ધર્મમાં તેનું વિશેષ મહત્વ રહેલું છે. વેદ વ્યાસજીએ આ મહાન ગ્રંથની રચના કરી હતી. આ ગ્રંથમાં કુલ ૨૭૯ અધ્યાય છે અને આ અધ્યાયોમાં કુલ ૧૮ હજાર શ્લોકોનું વર્ણન છે. આ બધા જ શ્લોક આપણને ઘણુંજ માર્ગદર્શન આપે છે. એમાં ઘણી એવી વાતો જણાવેલી છે કે જો આપણે તે મુજબ ધ્યાન રાખીયે તો બધી જ ખુશી આપણને મળી શકે છે.આ પુરાણમાં બીજું એ પણ જણાવેલું છે કે જો આપણે આ 4 લોકોનાં ઘરે ભોજન ગ્રહણ કરીયે તો છે આપણને ઘણું ખરાબ સહન કરવું પડે છે. આજે અમે આ લેખમાં એવા 4 લોકો વિશે જણાવીશુ કે જેમના ઘરે કોઈ દિવસ ભૂલમાં પણ જમવું નહિ ,એનાથી આપણને હ્દય અને મગજ પર નકારાત્મક અસર થાય છે.

આપણે ભારતીય મોટેભાગે એવા હોય છે કે બધાને હળીમળીને જમવું ગમે છે અને જો આપણા ઘરે કોઈ મહેમાન આવી જાય તો અલગ અલગ અને સારા સારા પકવાનો બનાવાય છે પણ ગરૂડ પુરાણ પ્રમાણે દુનિયામાં કેટલાક એવા વ્યકિત છે જો એમના ઘરે ભોજન કરીયે તો આપણા જીવનમાં હારને સહન કરવી પડી શકે છે. ચાલો તો જણાવી દઈએ કે આ ચાર લોકોમાં કોનો કોનો સમાવેશ થાય છે કે જેમના ઘરે જમવું એ પાપ સમાન છે.

અપરાધી કે ચોરનાં ઘરે જમવું નહિ

ગરૂડ પુરાણમાં લખેલું છે તે પ્રમાણે કોઇપણ વ્યકિત એ અપરાધીનાં ઘેર જમવું નહિ કારણકે જો કોઈ વ્યકિય ચોર અથવા તો કોઈ અપરાધીનાં ઘેર જમે તો ઘણી રીતે તેની પાપની કમાણી ખાવામાં તે ભાગીદાર બને છે. ગરૂડ પુરાણ પ્રમાણે એવા અપરાધી કોઈ દિવસ મહેનત કરીને પૈસા નથી કમાતા હમેંશા ખોટા જ કાર્યો કરીને જ ગુજરાન ચલાવતા હોય છે અને અજાણતા જ જે લોકો એમના ઘરે જમે છે તો તે પણ અપરાધીનાં ભાગીદાર બને છે.

કોઈ દિવસ ચારિત્રહિન સ્ત્રીનાં ઘરે ભોજન ના ગ્રહણ કરવુ જોઈએ

ગરૂડ પુરાણમાં લખેલું છે કે જે મહિલાઓ સામાન્ય અને ભોળા માણસોને પોતાના આચરણથી મેલુ કરે છે. માટે એવી મહિલાના ત્યાં ઘરે ભોજન કરવું પાપ ગણાય છે. જો તમે ભૂલથી પણ એ મહિલા જોડે બેસીને જમો છો તો અજાણે જ તમે એના દગા અને મેલા આચરણનાં ભાગીદાર બનો છો અથવા તો આગળ તમારે દંડ પણ ભોગવવો પડે છે.

ઉધાર દેવા વાળાને ત્યાં જમવું પાપ ગણાય છે

જે વ્યક્તિ ઉધાર દેવાવાળો વ્યક્તિ હોય એને વ્યાજખોર કહેવામાં આવે છે. જોકે એવા લોકોને કોઈની જરૂરિયાત મુજબ ઉધાર આપીને મદદ કરતા હોય છે પણ કેટલીક વાર એમની પાસેથી બે ગણા પૈસા પણ વસુલ કરતા હોય છે. તેમના ઘરે જો જમવામાં આવે તો એ કદાચ તમે પણ તેના લાલચી ઈરાદાનો શિકાર બની શકો છો અને આગળ હતા તમે એમની મિઠી વાતોમાં ફસાઈ જાઓ એટલે તમારું જીવન પણ બરબાદ થઇ શકે છે.

ક્રોધિત વ્યકિતને ઘર ભોજન ના કરવું

જો કોઈ વ્યક્તિનો સ્વભાવ ક્રોધિત છે તો એને બધા પણ ઘણો જ ગુસ્સો આવતા હોય છે. એવા વ્યકિત પોતાના મગજ પર કોઈ કંટ્રોલ નથી કરી શકતા માટે તેઓ તમારી કોઈ પણ વાતે ગુસ્સે થઈને તમને નુક્સાન પહોંચાડે છે માટે જ કોઈ દિવસ એવા લોકોના ઘરે ભોજન કરવું જોઈએ નહિ.

જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “Panchat” ને..

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

૧ લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?