દુનિયના લોકોનું જ નહીં ભૂતપ્રેતનું પણ ફેવરિટ છે કાશ્મિર

0
25

કાશ્મીરની આ જગ્યાઓમાં આવતા અવાજ અને પ્રકાશથી આજે પણ ડરે છે ભલભલા

એમતો બધા ભૂતો અને આત્માઓની જયારે વાતો થતી હોય ત્યારે એમ કેતા હોય છે કે આ બધી બકવાસ વાતો છે , તે છતાં પણ દુનિયામાં કોઈક જ એવી જગ્યા હશે કે જ્યાં તમને ભૂત-પ્રેત સાથે જોડાયેલ કોઈ વાત ના સાંભળવા મળી હોય. હવે જો આપણે વાત કરીયે ધરતીના સ્વર્ગ કહેવાતા કાશ્મીર વિષે તો આ સ્વર્ગ માત્ર આપણા માટે જ નહિ પણ પ્રેતાત્માઓ માટે પણ મનપસંદ જગ્યા છે તેવું લાગે છે કેમ કે કાશ્મીરની વાદીઓમાં જિન્ન અને ભૂતપ્રેત માટેની ઘણી વાતો જાણીતી છે. હવે આ વાતમાં કેટલી સચ્ચાઈ છે ? તે તો સમય આવે જ ખબર પડશે પણ જો તમે અહીંયાની કેટલીક જાણિતી ભૂતપ્રેતની ઘટનાઓ વિષે જાણશો તો તમારા રુંવાડા ચોક્કસથી ઉભા થઈ જશે.

ઘણી વાતોની વચ્ચે કાશ્મીરમાં ભૂતો જોડે જે સૌથી વધારે જાણીતી વાતો છે એમાં અબ્દુલ્લાના ભૂતનો સમાવેશ થાય છે ત્યારે ઉધમપુર આર્મી ક્વાર્ટરની આજુબાજુ પણ ભૂત છે એવી વાતો ખુબજ ફેમસ છે. આ સિવાય ખૂની નાળુ, ગવક્કલ બ્રિજ આ બધી એવી જગ્યાઓ છે જો ત્યાં જઇયે તો બધાને કાશ્મીરી ડર થાય છે. જો તમે આ બધી ભૂતોની વાતો વાંચશો તો તમને પણ ડર લાગવા લાગશે.

ઉધમપુર આર્મી ક્વાર્ટર અને એ પ્રકાશ


એવું કહેવાય છે કે શ્રીનગરમાં જે આર્મી ક્વાર્ટર છે ત્યાં આત્માઓનો વાસ થયેલો છે. આ જગ્યા પ્રેતબાધા માટે ઘણી જ જાણીતી છે. અહીંયા ઘણાને એવો અનુભવ થયો છે કે કોઈ અચાનક જ એકદમ ડરામણી ઝલક આપે છે અને ક્યાંક ખોવાઈ જાય છે. અહીંયા આજુબાજુ રહેતા બધા લોકો એવું કહે છે કે રાતના 1-3 વાગ્યાની વચ્ચે ભૂત જેવા કેટલાક પારદર્શી પડછયા દેખાય છે અને પછી આટલી અજીબ અને ડરામણી વસ્તુમાંથી પ્રકાશ આવે છે અને સાથે જ તેમાંથી કોઈક અવાજ પણ આવે છે અને આકાશમાં ઉડી જાય છે. ત્યાંના સ્થાનિક લોકો એવું માને છે કે આ પીશાચોની આત્મા છે.

ગવક્કલ બ્રિજ અને અવાજ


આ જગ્યા કાશ્મીર વેલીમાં આવેલી છે અને આ બ્રિજને એક ભૂતિયા જગ્યા ગણવામાં આવે છે. એવી માન્યતા છે કે આ જગ્યા એવી છે કે જ્યાં ઘણી જ મોટી સંખ્યામાં લોકો માર્યા ગયા હતા. પછીથી આ જગ્યાએ ભૂતપ્રેત છે એવી ઘટનાઓ જાણવા મળી રહી છે. અચાનક જ આ પૂલ પર કેટલાક ચહેરા દેખાવા લાગે છે અને કેટલાક અવાજો પણ સંભળાતા હોય છે. લોકોનું માનવું છે કે આ બધી એવી અતૃપ્ત આત્માઓ છે કે જેનું અહીંયા મૃત્યુ થયું હતું. જોકે વિજ્ઞાન તો એવું જ માને છે આત્માઓ અને ભૂત પ્રેત જેવું કંઈ જ હોતું નથી.

અબ્દુલ્લાનું ભૂત અને ઉડતા પગરખા


શ્રીનગરમાં એક ઘર છે જ્યાં લોકો એવી વાત કહે છે કે ત્યાં સાચે જ એક જિન્ન છે. એક વ્યક્તિ કે જેણે આ ઘટનાઓને પોતાની નજરે જોઈ એ જણાવે છે કે, આજ સુધી જે કોઈ પણ વ્યક્તિ આ ઘરમાં અંદર ગયો છે તો થોડી જ વર્મા તેના પગરખાનો ઘરમાંથી બહાર તરફ ઘા થાય છે અને પછી તે ઘરમાંથી ડરામણા અવાજ આવવા લાગે છે. બસ પછી એમાં જે વ્યક્તિ ગયું હોય એની કોઈ જ ભાળ મળતી નથી. તેમણે જણાવ્યું કે પહેલા પોતાને પણ આવી બધી વાતોમાં વિશ્વાસ ના આવતો હતો પણ જયારે મેં મારી સગી આંખે આ બધું જોયું ત્યારે હવે મને પણ એના પર વિશ્વાસ આવી ગયો. એવું માનવામાં આવે છે કે આ પ્રેતબાધિત ઘરમાં જે વ્યક્તિ અંદર જાય છે અને જો તે પાછો પણ આવે છે તો તેને કોઈ ગંભીર બીમારી લાગી ગઈ હોય છે.

કુનન અને પોશાપાર બે શાપિત ગામ


કાશ્મીરના કુપવાડા જિલ્લામાં બે ગામ છે : કુનન અને પોશપારા. સાચે જ આ બંને ગામની તો જે સ્ટોરી છે તે કંઈક વધારે જ ડરામણી છે. આ ગામમાં બે મહિલાઓની આત્મા દેખાય છે. અહીંયાના સ્થાનિક લોકો જણાવે છે વર્ષ 1991ની સાલમાં આ ગામમાં ઘણી મહિલાઓ પર સામૂહિક બળાત્કાર કરાયો હતો. અને એ મહિલાઓમાં સામેલ બે મહિલાઓની આત્મા આજની તારીખે પણ પ્રેત સ્વરૂપે ભટકી રહી છે. અને એના લીધે ઘણા પરિવારો આ ગામમાંથી બીજે રહેવા જતા રહ્યા છે.

ભૂતિયા ઝાડ અને અમાસની રાત


શ્રીનગરથી ગુરેજ જઇયે ત્યારે રસ્તામાં તમને એક વિચિત્ર ઝાડ દેખાશે. અને એવું કહેવાય છે કે આ ઝાડ પર પ્રેતોનો વાસ રહેલો છે. આજુબાજુના વિસ્તારમાં જે લોકો છે એ એવું કહે છે કે અમાસની રાત હોય ત્યારે આ ઝાડની આજુબાજુ કેટલીક વિચિત્ર ઘટનાઓ બનતી હોય છે. અને ત્યારે જો કોઈ વ્યક્તિ આ ઝાડની નજીકથી જાય છે તો એની પર ખરાબ પ્રેતાત્માનો પડછાંયો પડે છે અને પછી તે વ્યક્તિ તેની જાળમાં ફસાઈ જાય છે.

ખૂની નાળુ અને કાલી સાડીમાં મહિલા


તમને આ નામ સાંભળીને જ ડર લાગ્યો હશે અને અહીંયા જે ઘટનાઓ બને છે તે પણ ખુબ જ ભયંકર છે. જમ્મૂ કશ્મીર રાજમાર્ગ પર બનિહાલ સુરંગમાંથી પસાર થઈએ ત્યારે એની પહેલા જ એક વળાંક આવે છે. અને આ જગ્યાને ખૂની નાળા તરીકે ઓળખવામાં આવે છે. આ જગ્યાએ ઘણા રોડ અકસ્માત થયા હોવાને લીધે એવું નામ પડ્યું છે. આ જગ્યાને ઘણી જ ગમખ્વાર અકસ્માત માટે જાણવામાં આવે છે. કેટલાક લોકોનું માનવું છે કે આ વળાંક ખુબ જ તીવ્ર હોવાના કારણે જ અકસ્માત થાય છે પરંતુ કેટલાક લોકો એવું માને છે કે અહીંયા જ્યાં વળાંક નજીક જ એક મહિલા કાળા કલરની સાડી પહેરેલી હોય છે અને કાયમ તેના હાથમાં એક બાળક હોય છે અને તેને પકડીને ત્યાં રસ્તા વચ્ચે દેખાય છે. આ ડરામણી મહિલા જે કોઈ પણ વાહન અહિયાંથી આવતું જતું હોય એની પાસે લિફ્ટ માગતી હોય છે અને જે લોકો તેના તરફ ધ્યાન આપતા નથી એમને અકસ્માત નડે છે.

જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “Panchat” ને..

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

૧ લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?