તો જાણી લો નવા વર્ષ સાથે નવા ૨૦૧૯ના નિયમો – બધાને આ નિયમ લાગુ પડે છે

  0
  196

  વર્ષ ૨૦૧૮ હજુ ચાલ્યું જાય છે તો જૂના વર્ષ દરમિયાન બધાએ ઘણા કામ કર્યા, પ્રગતી કરી, કંઈક ગુમાવ્યું પણ એવી રીતે બધી ઘટનાઓ અને દુર્ઘટનાઓથી વર્ષ ૨૦૧૮ને વિતાવ્યું. એ સાથે તમે આજના આર્ટીકલમાં જાણી લો કે નવું વર્ષ ૨૦૧૯માં કેટલા નવા નિયમોનું પાલન તમારે કરવું પડશે. ૧ જાન્યુઆરી ૨૦૧૯થી આ નિયમો લાગુ પડી જશે.

  બધા નવા વર્ષના આગમન સાથે ઉત્સાહિત થતા હોય છે તો આજે એ પણ જાણી લો કે માત્ર કેલેન્ડર જ નહીં પણ અમુક નિયમોમાં પણ બદલાવ થાય છે તેની સીધી અસર વ્યક્તિ પર પડે છે. જો તમે નવા વર્ષમાં વધુ પીંજણની જિંદગીથી છુટકારો મેળવવા માંગતા હોય તો અમુક કામને જલ્દીથી પૂર્ણ કરી લો.

  (૧) ૨૦૧૭-૧૮ ઇન્કમટેક્ષ ભરવાની છેલ્લી તારીખ ૩૧ જુલાઈ ૨૦૧૮ હતી પરંતુ જો એ તારીખ ચુકી ગયા  કે શું? ૩૧ ડીસેમ્બર ૨૦૧૮ સુધીનો મૌકો તમારી પાસે હતો. પછી એ સાથે ૫ હજાર સુધીનો દંડ અને વધુ સમય જશે તો આ દંડની રકમ ૧૦ હજાર સુધી પહોંચી જશે.

  (૨) ટાટા, રેનો, ફોકસવૈગન, ઇસૂઝુ જેવી ઓટો કંપનીઓએ ૧ જાન્યુઆરી ૨૦૧૯થી ભાવ વધારવાની વિચારણા કરી લીધી છે. ટાટાએ તો દરેક મોડેલમાં ૪૦ હજાર રૂપિયાનો વધારો કરી નાખવાની વિચારણા કરી છે. તો તમારે હવે કાર ખરીદતા પહેલા કિંમત જાણવી લેવી પડશે.

  (૩) રીઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ જાહેર કરી દીધું છે કે જૂના મેગ્નેટિક સ્વાઈપ કાર્ડ બદલી નાખવા એવી બધા કસ્ટમર્સને વિનંતી છે. જૂના કાર્ડની જગ્યાએ ઈએમવીવાળા કાર્ડ માર્કેટમાં લોન્ચ કર્યા છે. બેંકની બ્રાંચ પર જઈને આ કાર્ડ બ્લોક થઇ જશે.

  (૪) પ્રિ-GST વાળા ચીજો વેચવાની ડેડલાઈન ૩૧ ડીસેમ્બર સુધી વધારવામાં આવી હતી એટલે દુકાનદારોને ચીજવસ્તુઓ જલ્દી વેચવી પડે. તો દુકાને જઈને ડિસ્કાઉન્ટનો લાભ લઇ લો.

  (૫) ૧ જાન્યુઆરીથી વાહન દુર્ઘટના પરની રકમ એક લાખથી વધારીને ૧૫ લાખ કરવામાં આવી છે. એ માટે ૭૫૦/- રૂપિયાનું પ્રીમીયમ નક્કી કરવામાં આવ્યું છે. ૩૧ ડીસેમ્બર ૨૦૧૮ સુધી આ રકમ ટુ વ્હીલની વીમા રકમમાં ફેરફાર થઇ ગયો છે.

  15 लाख हो जाएगा ऐक्सिडेंटल कवर

  (૬) જો તમારે ચેક બાઉન્સ થવાથી બચવું હોય તો ૩૧ ડીસેમ્બર સુધીમાં નવી ચેકબુક લઇ લેવી જોઈએ.

  (૭) SBI બેંકે તેના ગ્રાહકોને હોમલોન માટેની ઓફર બહાર પડી હતી. જેમાં ૩૧ ડીસેમ્બર પહેલા લોન અપ્લાય કરેલ કસ્ટમરને ઝીરો પ્રોસેસિંગ ફીમાં લોન થશે.

  આ બધા નિયમો ૨૦૧૯થી લાગુ પડેલ છે. જેની બધાએ નોંધ લેવી સાથે લગતા વળગતાઓમાં શેયર પણ કરવું.

  #Author : RJ Ravi

  જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “Panchat” ને..

  આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

  ૧ લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?