એક હનુમાન ભક્ત એવો છે કે છેલ્લા 10 વર્ષથી દર સોમવારે રોજ પોતાના હાથ થી 1700 થી વધુ રોટલી ખરીદે છે અને 500 જેટલા વાંદરાઓનું પેટ ભરે છે

0
119

આ વ્યક્તિએ પોતાની આર્થિક તંગીમાં પણ ના માની હાર, અને રોટલી ખરીદવા માટે દીકરીની લાખ રૂપિયાની FD પણ તોડી અને તેમાંથી વાંદરાઓનું પેટ ભર્યું હતું.

અમદાવાદમાં રહેતા સ્વપ્નિલ સોની વાંદરાઓને પોતાના હાથે રોટલી ખવડાવે છે

જો આપણે ઇતિહાસની વાત કરીયે તો તેમાં વાંદરાઓને આપણા પૂર્વજો તરીકે ઓળખવામાં આવ્યા છે. માટે જ માણસ અને વાનર વચ્ચે હજારો વર્ષો જૂનો સંબંધ રહેલો છે. અને જો આપણને આ સંબંધની એક ઝલક આજની 21મી સદીમાં જોવા મળે તો આપણને ખરેખર નવાઈ લાગશે. અમદાવાદના વતની અને નારોલ વિસ્તારમાં રહેતા એવા સ્વપ્નિલ સોની નામના વેપારીનો છેલ્લા 10 વર્ષથી વાંદરાઓ સાથે બીજા સામાન્ય માણસોની સરખામણીએ કંઈક અલગ જ સંબંધ બંધાયો છે. તેઓ દર અઠવાડિયે 500 કરતા પણ વધારે વાંદરાઓને 1700 જેટલી રોટલી પોતાના હાથે જ ખવડાવે છે. તેઓ વાંદરાઓને માત્ર રોટલી ખવડાવીને તેમનું પેટ ભરે છે એટલું જ નહિ પણ તેમને ભરપેટ જમાડીને પછી પાણી પણ પોતે જ પીવડાવે છે. આ સેવાયજ્ઞ સ્વપ્નિલ સોની દર સોમવારે અને છેલ્લા ઘણા વર્ષોથી કરે જ છે. અને તેમનો પરિવાર પણ તેમના આ નેક કામમાં સાથ આપે છે અને દર સોમવારે તેમની સાથે અચૂક અમદાવાદના ઓડ ગામમાં મેલડી માતાના મંદિર અને ગાય સર્કલથી અંદરના રિંગ રોડ પાસે આ જીવદયાનું કામ કરવા સાથ આપે છે.

સ્વપ્નિલ સોનીને આવી રીતે વાંદરાઓને રોટલી ખવડાવવાની પ્રેરણા મળી ક્યાંથી ?

આવી રીતે વાંદરાઓને રોટલી ખવડાવવાની પ્રેરણા વિષે જણાવતા સ્વપ્નિલ કહે છે કે, આ કામની પ્રેરણા તેમને ઓડ ગામની પાસે જ આવેલા નિરોલી ગામના સ્વ. રતિભાઈ પટેલ નામના જીવદયા પ્રેમી પાસેથી પ્રાપ્ત થઇ હતી, આ વ્યક્તિએ પણ પોતાના આખા જીવનકાળ દરમિયાન 40થી 50 વર્ષ સુધી આવી જ રીતે વાંદરાઓને બાજરીના રોટલા ખવડાવ્યા હતા. એક વાર મેં તેમને આવી રીતે રસ્તા પર રોટલા ખવડાવતા જોયા હતા અને પછી મેં તેમની સાથે મુલાકાત કરી અને એવું નક્કી કર્યું કે હું પણ હનુમાન ભક્ત છું તેથી વાંદરાઓને રોટલી ખવડાવીને જીવદયાનું કામ ચોક્કસથી કરીશ અને મારી ફરજ અદા કરીશ.

વાંદરાઓ પોતાની જાતે આવે છે અને સ્વપ્નિલના હાથમાંથી એક-એક રોટલી લેતા જાય છે

સ્વપ્નિલ સોની જેવા રોટલી લઈને વાંદરાઓના વિસ્તારમાં ગાડી સાથે એન્ટ્રી કરે કે તુરંત જ ચારે બાજુએથી વાંદરાઓ દોડતા તેમની પાસે આવી પહોંચે છે અને તેમને ઘેરી લે છે. આટલી મોટી સંખ્યામાં વાંદરાઓ આવે છે અને સ્વપ્નિલના હાથમાંથી પોતાની જાતે જ એક-એક કરીને રોટલી ખાવા આવે છે અથવા વાંદરાઓ પોતાના નાના બચ્ચાઓ માટે રોટલી લઈને ત્યાંથી ઝાડ ઉપર પાછા પણ ચાલ્યા જાય છે.

વાંદરાઓ સ્વપ્નિલ કે તેના પરિવારના લોકોથી ડરતા નથી કારણકે…

સ્વપ્નિલ સોની જણાવે છે કે,’ હું જયારે પણ વાંદરાઓને રોટલીઓ ખવડાવવા આવું છું તો મને એવોજ અનુભવ થાય છે કે જાણે હું પણ તેમના પરિવારનો જ એક સભ્ય હોઉં. માટે જ બધા જ વાંદરાઓ મારી અને મારા બાળકો પાસે કોઈપણ જાતના ડર વિના આવે છે અને કેટલીક વાર તો મારા ખોળામાં અથવા તો મારા માથા પર બેસીને અથવા બાજુમાં બેસીને પણ રોટલી ખાતા હોય છે.’

તેમને રોટલી ખવડાવવા માટે ફાળવું છું દર મહિને એક બજેટ…

થોડા સમય પહેલા તો સ્વપ્નિલ વાંદરાઓ માટે બિસ્કિટ સાથે લઇ જતા હતા પરંતુ હવે તો રોટલી જ ખવડાવા જાય છે.અને રોટલી ખવડાવવા માટે દર મહિને ઘણી રકમ પણ તેઓ ખર્ચ કરે છે. સ્વપ્નિલ પોતાના મહિનાના ફેમિલી બજેટમાંથી વાંદરાઓને રોટલી ખવડાવવા માટે અમુક ચોક્કસ રકમની અલગથી જ ફાળવણી કરે છે.

જયારે એક વાર પૈસા ખૂટ્યા ત્યારે દિકરીની પોલિસીની રકમ પણ તેમાં ખર્ચ કરી

સ્વપ્નિલ સોની વાંદરાઓ માટે જે આર્થિક ખર્ચ થાય છે તેના વિષે કહે છે ,’ હમણાં 6 કે 7 મહિના પહેલા જ મને પૈસાની ખેંચ પડી હતી. મારી પાસે પોકેટમાં ત્યારે વાંદરાઓને રોટલી ખવડાવવા માટે એવી કોઈ રકમ બચી હતી જ નહિ છતાં પણ મેં મારો નિયમ જાળવ્યો અને તે મુજબ એક સોમવારના દિવસે રોટલી માટે મેં મારી દીકરીના નામે જે 1 લાખ રૂપિયાની પોલિસી રાખી હતી તે મેં તોડાવી હતી અને તેમાંથી થોડા પૈસા લઈને વાંદરાઓ માટે રોટલી બનાવડાવી અને તેમને ખવડાવવા માટે હું એ જગ્યાએ પહોંચ્યો હતો. અને કદાચ વાંદરાઓ પ્રત્યેની આ પરોપકારની મહેરબાનીના કારણે જ પછીથી ક્યારેય કોઈ પણ આર્થિક સમસ્યા નડી નથી.’

સ્વપ્નિલ પહેલા વાંદરાઓને ભરપેટ જમાડે છે પછી પાણી પણ પીવડાવે છે

સ્વપ્નિલ વધુ જણાવતા કહે છે કે,’વાંદરાઓ પહેલા મારા કે મારી પત્નીના હાથે અથવા તો મારા બાળકોના હાથે રોટલી ખાય છે અને પછી અમારા હાથેથી જ બોટલમાંથી પાણી પણ પીવા આવે છે.’

મારો આખો પરિવાર દર સોમવારે મારી સાથે આ સેવા યજ્ઞમાં જોડાય છે

સ્વપ્નિલનો આ જે સેવા યજ્ઞ છે તેમાં વાંદરાઓને રોટલી ખવડાવવાના કામમાં તેમની પત્ની અને બાળકો પણ તેમને પૂરો સાથ આપે છે અને ખુબ જ રાજી થઈને એમાં જોડાયા છે. સ્વપ્નિલ કહે છે કે, ભલે કોઈ પણ ઋતુ હોય શિયાળો, ઉનાળો કે ચોમાસુ; દર સોમવારે સવારે 7 વાગ્યાની આજુબાજુ અથવા તો સાંજે 4 વાગ્યાની આજુબાજુ અમે વાંદરાઓને રોટલી ખવડાવવા ચોક્કસથી જઇયે જ છીએ.

આ સેવામાં કરી શકીયે છે હિન્દુ-મુસ્લિમની એકતા અને પ્રેમભાવના દર્શન

જેમની પાસે સ્વપ્નિલ સોની આટલી સંખ્યામાં 1500થી 1700 જેટલી રોટલીઓ બનાવડાવે છે તે વિસ્તાર જમાલપુર દરવાજા પાસેની રોટી ગલી છે. અને અહીંયા યુનુસ મહોમ્મ્દ શરીફ નામના વ્યક્તિ અને કેટલીક વાર તેમની આજુબાજુ માં રહેતી મુસ્લિમ બહેનો પાસે સ્વપ્નિલ જાય છે અને તેમની પાસેથી ઘણી મોટી સંખ્યામાં રોટલીઓની ખરીદી કરે છે અને વાંદરાઓ માટે ત્યાંથી રોટલીઓ લઇને જાય છે. સ્વપ્નિલ પોતે સાચો હનુમાનભક્ત છે અને આ જીવદયાના સેવા યજ્ઞમાં મુસ્લિમ ભાઈઓ અને બહેનો પણ આડકતરી રીતે તેમાં ભાગ લે છે.

જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “Panchat” ને..

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

૧ લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?