જાણો ઈલ્મા વિષે કે જેણે બીજાના ઘરમાં કામ કર્યું અને હવે બની છે IPS

0
13

આ મહિલા લંડન, પેરિસ અને ન્યૂયોર્કમાં પણ ભણી છે પણ એની પર હતું દેશસેવાનું ઝનૂન,તો સખત મહેનત કરી અને IPS બની ગઈ

આજે આપણે ખેડૂતની એક એવી દીકરી વિષે વાત કરીશું કે જેણે સખત મહેનત કરી, કોઈ દિવસ હિમ્મત હારી નહિ અને ખુબજ પ્રગતિ કરતી રહી. પોતે એક વાતની સાબિતી આપી છે કે, જો આપણે એક વાર મન મનાવી લઈએ તો કોઈ પણ કામ અઘરું હોતું નથી. આ દીકરી રહે છે ઉત્તર પ્રદેશ મુરાદાબાદના કુંદરકી ગામમાં અને એનું નામ ઈલ્મા અફરોઝ.

જયારે તે હતી 14 વર્ષની , ગુમાવ્યા હતા પોતાના પિતા

– જો ઈલ્મા અફરોઝના બાળપણની વાત કરીયે તો તે ઘણું જ પડકારજનક હતું, પણ તેણે હિમ્મત હારી નહિ અને એનો ડટીને સામનો કર્યો.
– ઈલ્મા મુજબ , જ્યારે પોતે 14 વર્ષની હતી, ત્યારે જ એના પિતા આ દુનિયા છોડીને જતા રહ્યા હતા. એ સમયે પોતે નવમાં ધોરણમાં અભ્યાસ કરતી હતી અને એના ભાઈની ઉંમર 12 વર્ષની હતી.
– ઈલ્માએ જણાવ્યું હતું કે, એના પિતા એના વાળ ઓડી આપતા હતા, પણ જયારે એમનું નિધન થયું પછી વાળ જ કપાવી નાંખ્યા હતા.
– હવે એના માટે અભ્યાસ કરવું પણ અઘરું થઇ ગયું હતું પણ પોતે સ્કોલરશિપની મદદથી આગળ ભણી રહી હતી. સ્કોલરશિપથી જ એણે દિલ્હીની સ્ટીફન કોલેજ અને પછી પેરિસ, ન્યૂયોર્ક, ઑક્સફોર્ડમાં અભ્યાસ કર્યો હતો. તે અભ્યાસ કરી રહી હતી, પણ પોતાના ખર્ચા કઈ રીતે પુરા કરવા એ પણ એક પડકાર હતો.
– તેણે જણાવ્યું છે કે, તે પોતાના ખર્ચા પૂરા થાય એના માટે લોકોના ઘરમાં કચરા-પોતા અને વાસણો પણ સાફ કરતી હતી. પોતે બાળકોને ટ્યૂશન પણ કરાવતી હતી.
– પછી એના ભાઈએ એને સિવિલ પરીક્ષા આપવા માટે પ્રેરણા આપી. પોતાની પણ ઈચ્છા IAS બનવાની હતી, પણ એવું લાગ્યું કે IPS બનવું મારા માટે વધારે ખાસ છે.

લોકો એવું કહેતા…છોકરી શું કરશે?
– ઈલ્માએ જણાવ્યું કે, જયારે તે તૈયારી કરતી હતી તો લોકો એવું કહેતા કે, ‘છોકરી છે, શું કરી લેશે.’ પણ મેં કોઈને સામે જવાબ આપ્યો નથી અને માત્ર એમની સામે સ્માઈલ જ આપતી.
– એના માટે આઈપીએસ બનવું કાંઈ સરળ નહોતું. ઈલ્માએ ત્યારે પણ ખેતરમાં પાણી, ઘઉં ઉગાડવા અને જાનવરોને ચારો નાંખવા જેવા કામ કરતી અને સાથે જ પોતાનો અભ્યાસ પણ ચાલુ જ રાખ્યો હતો.
– પોતાની એ મહેનતનું જ પરિણામ હતું કે, ઈલ્માએ UPSC પરીક્ષામાં 217મો રેન્ક પ્રાપ્ત કર્યો અને પહેલા ભલે કોઈ તેને પૂછતું નહિ પણ જયારે ઈલ્મા IPS બની ગઈ એના સમાચાર બધાને મળ્યા તો એના ઘરમાં સગા-સંબંધીઓ જમા થવા લાગ્યા.
– ઈલ્માની મા સુહેલા અફરોઝ તો ઘણી જ ખુશ થઈ હતી. તેણે જણાવ્યું કે, તેની દીકરીએ ઘણીજ મહેનત કરી હતી અને હવે ભગવાને એનું સાંભળ્યું છે, એના પર ભગવાન ખુશ થઈ ગયા છે.
– ઈલ્મા અદભૂત પ્રતિભા ધરાવે છે અને જે લોકો હિમ્મત હારી જાય છે એના માટે એક ઉદાહરણ સમાન છે. તે કોઈ દિવસ પોતે જીવનના કરેલા સંઘર્ષો વિષે જણાવવામાં ખચકાટ અનુભવતી નથી.

પોતાના ગામ દેશ માટે છોડી દીધું વિદેશ

– ઈલ્માએ દિલ્હી યુનિવર્સિટીની સેન્ટ સ્ટીફન્સ કોલેજમાંથી ગ્રેજ્યુએશન કર્યું હતું પછી પોતે ઑક્સફોર્ડ યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો અને વિદેશમાં ભણવા ગયેલી ઈલ્મા માટે સપનું તો પોતાના દેશ માટે કંઈક કરવાનું જ રહ્યું હતું.
– તેણે જણાવ્યું કે, જયારે તે ઑક્સફોર્ડમાં ભણવા ગઈ ત્યાં ઘણી ઝાકમઝોળ હતી, પણ પોતે એ જગ્યાએથી આવી હતી, કે જ્યાં મીણબત્તીના પ્રકાશમાં પણ તેણે અભ્યાસ કર્યો હતી અને એની મા ચૂલા પર રોટલી બનાવતી હતી.
– તેમણે કીધું કે, ફ્લાઈટના પૈસા પણ ખેતીવાડીમાંથી કાઢ્યા હતા. અને તે સમયે જ વિચાર્યું કે હું વિદેશમાં ભણીને જો હું વિદેશના લોકોની જ સેવા કરું છું તો એનાથી મારા ગામ અને પરિવારના લોકોને કોઈ ફાયદો મળશે નહીં, અને એ લોકોએ મારા માટે ઘણી મહેનત કરી છે. પછી તેણે UPSCની તૈયારીઓ કરવાનું શરુ કર્યું હતું.

સફળતાનો રસ્તો હતો અઘરો

– તે કહે છે કે , સફળતાનો રસ્તો સરળ ન હતો. ઘણીવાર એવું પણ થયું કે પોતે નિષ્ફળતા મેળવી હતી અને એને વકીલ બનવાની ઈચ્છા હતી પણ તેને સ્કોલરશિપ ના મળી એટલે તેનું કોલંબિયા યુનિવર્સિટીમાં એડમિશન થયું નહિ.
– પછી જયારે એણે મહેનત કરવાની શરૂઆત કરી તો રસ્તા ખુલવા માંડ્યા.
– તે વધુમાં જણાવે છે કે, સૌથી વધારે આભારી હું મારા દેશની છું, જેમણે મને સ્કોલરશિપ આપી, જેનાથી હું અભ્યાસ માટે બહાર વિદેશમાં જઈ શકી.

એનું ઉપરાષ્ટ્રપતિએ કર્યું સન્માન

– દિલ્હીમાં સિવિલ સર્વિસીઝમાં જે સહભાગીઓની પસંદગીનો અભિનંદન સમારોહ – 2018 હતો એમાં મુખ્ય અતિથિ તેમજ દેશના ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂની હાજરી હતી અને એમાં પસંદ કરેલ આઈપીએસ ઈલ્મા અફરોઝને સન્માનિત કરવામાં આવી હતી. સાથે જ તેણે ઉપરાષ્ટ્રપતિ સાથે યાદગાર તસવીર પણ ખેંચાવી હતી. આ કાર્યક્રમમાં કેન્દ્ર સરકારના કેબિનેટ મંત્રી હરદીપ સિંહ પુરીએ ઈલ્મા અફરોઝની મા સુહૈલા અફરોઝનું પણ સન્માન કર્યું હતું.

જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “Panchat” ને..

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

૧ લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?