શું તમે શેરડીના રસ વિષે આ વાત જાણો છો? જો ના તો વાંચો આ લેખ

0
24

શેરડીની ઋતુ શરુ થાય એટલે આપણે સૌ કોઈ શેરડીના રસ વિષે જ વિચારવા લાગીયે છે , અને કદાચ જ કોઈ એવું હશે કે જેને શેરડીનો રસ ના ભાવતો હોય અને ના ચાખ્યો હોય. તો આજે આપણે શેરડીના રસ વિશે એવી વાતો જાણીશું કે જે લગભગ તમને ખબર હશે નહિ.

જેણે પણ શેરડીનો રસ પીધો હશે એમને એક વાત તો ખબર જ હશે કે શેરડીનો રસ ફક્ત સ્વાદમાં જ સારો હોય છે એટલું જ નહિ પણ આપણને એનાથી એક અલગ જ શક્તિનો અનુભવ થાય છે. જાણી લો કે શેરડીના રસથી કેવા ફાયદા થાય છે કે જેનાથી આપણું સ્વાસ્થ્ય ઘણું જ સારું થાય છે અને એનાથી આપણું સ્વાસ્થ્ય નેક્સ્ટ લેવલ સુધી લઈ જવાની તાકાત એમાં રહેલી છે. ચાલો જાણી લઈએ કે એનાથી કયા કયા ફાયદાઓ થાય છે ?

શેરડીનો રસ પણ પીવાતો હોય છે અને એકલી શેરડી પણ લોકો ખાતા હોય છે અને આ શેરડીના રસ ફક્ત રસ જ નથી હોતો પણ તે હેલ્ધી રસમાંથી એક ગણાય છે.

જાણી લો કે શેરડીના રસમાં પૌષ્ટિક તત્વો ભરપુર માત્રામાં હોય છે. એક અભ્યાસમાં એવું જાણવા મળ્યું છે કે શેરડીના રસમાં જે તત્વ મળે છે એ આપણા માનવ શરીરને ઘાતક રોગોથી દૂર રાખે છે. એના સિવાય પ્રોસ્ટેટ જેવી બીમારીઓથી પણ આપણું શરીર દૂર રહે છે.

આ શેરડીના રસથી આપણા શરીરની પાચન શક્તિ પણ સારી બને છે અને શેરડીનો રસ પીવાથી પાચનતંત્ર સ્થિર રહે છે અને એનાથી પેટને લગતી બીમારીઓને પણ રોકી શકીયે છે.

એના સિવાય હ્રદયને લગતી બીમારીઓમાં પણ શેરડીના રસથી ફાયદો થાય છે કેમ કે એનાથી હૃદયને લગતી બીમારીઓને અટકાવવાનું કાર્ય શેરડીનો રસ કરે છે. એનાથી હૃદયને રોગનો હુમલો આવવાની શક્યતામાં પણ ઘટાડો થાય છે.

એનું સેવન કરવાથી શરીરમાં જે હાનિકારક કોલેસ્ટ્રોલ હોય એનું સ્તર ઘટે છે , જેનાથી ધમનીઓ પણ સ્વસ્થ રહે છે.

જો શેરડીના રસની વાત કરીયે તો એમાં નેચરલ શુગર હોય છે અને એનાથી ખરાબ કોલેસ્ટ્રોલને ઓછું કરવાનું કાર્ય કરે છે , અને શેરડીનો રસ પીવામાં આવે તો શરીરમાં વજન ઓછું કરવામાં પણ મદદ કરે છે.

એના સિવાય એમાં નેચરલ સુગર હોય છે એટલે ડાયાબિટીસના દર્દીઓ પણ એ પી શકે છે અને એનાથી ગેલેસ્મિક ઇન્ડેક્ષ પણ ઘટે છે.

શેરડીના જ્યૂસમાં ખુબ જ મહત્વપૂર્ણ હોય એવા હાય્દ્રોકસી એસિડ અને આલ્ફા હાય્દ્રોકસી એસિડ નામના તત્વો પણ રહેલા હોય છે. જેનાથી આપણી ત્વચાને ઘણો જ ફાયદો થાય છે. એનાથી ત્વચા હાઈડ્રેટ રહે છે, એનાથી બુઢાપો આવતા અટકે છે, ખીલ થવાનું જોખમ પણ ઓછું થાય છે. જો શેરડીના રસને ચહેરા પર નિયમિત રીતે લગાવવામાં આવે તો શેરડીના રસથી આપણી ત્વચા તેજસ્વી, નરમ રહે છે.

જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “Panchat” ને..

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

૧ લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?