આજે પણ નિધિવનમાં રોજ રાત્રે ગોપીયો સાથે શ્રીક્રિષ્ણ સાંજ થતા જ રસ રમે છે જ્યાં કોઈ એ તરફ જોતું નથી

0
10699

ભારત એક એવો પ્રાચીન દેશ છે અને અહીંયાની બધી જગ્યાની એક કહાની છે. કેટલી આવી જગ્યાઓ છે જયાં એવા ઘણા રાઝ દફનાયેલા છે , જેના વિશે કોઈ જાણતું નથી.કેટલી એવી જગ્યાઓ છે જ ભગવાનના અસ્તિત્વને માનવા પર મજબૂર કરે છે. એવી જ એક જગ્યા ધાર્મિક નગરી કે જ વૃંદાવન માં આવેલી છે નિધિવન .ધાર્મિક માન્યતા પ્રમાણે આ સ્થાન બહુજ પવિત્ર અને રહસ્યમય છે. પરંતુ પરંતુ એનું એવું રહસ્ય એવું પણ છે જ એને વધારે ખાસ બનાવે છે. તમને જણાવી દઈએ કે વિદેશી સહેલાણીયો આ જગ્યા ને જોવા માટે આવે છે.

રોજ રાત્રે રાધા-કૃષ્ણ આવીને રાસ રમે છે

નિધિવન વિષે એવી માન્યતા પણ છે કે અહીંયા આજે પણ શ્રીકૃષ્ણ રાસ રમે છે.એટલા માટે જ સાંજે આરતી પછી નિધિવન ને બંદ કરી દેવામાં આવે છે અને સવારે ખોલી દેવામાં આવે છે. બંદ થયા પછી અહીંયા કોઈ રોકાતું નથી એવું જ નહિ દિવસ આખો રહેવા વાળા પશુ પક્ષીઓ પણ રાત ના સમયે નિધિવન છોડીને જતા રહે છે. નિધિવન ની અંદર એક રંગમહેલ છે. જેના વિશે એવું કહેવા માં આવે છે કે અહીંયા રોજ રાત્રે રાધા અને કન્હૈયો આવીને રાસ રચાવે છે.

પ્રસાદના રૂપમાં ભક્તો ને મળે છે શૃંગારનો સામાન

રંગ મહેલમાં રાધા અને કૃષ્ણ માટે રાખવામાં આવેલા ચંદનના પલંગને સાંજ થતા પહેલા જ સજાવી દેવામાં આવે છે. પલંગની બાજુમાં એક લોટો પાણી, રાધાજી નો શ્રીંગારનો સામાન અને દાતણની સાથે પાન પણ રાખી દેવામાં આવે છે.સવારે જયારે પાંચ વાગ્યે મંદિરના કપાટને ખોલવામાં આવે છે ત્યારે પલંગ અસ્ત-વ્યસ્ત, લોટાનું પાણી ખાલી, દાતણ ચવાયેલું, પાન ખાધેલું મળે છે. રંગમહેલમાં ફક્ત શૃંગારનો જ સામાન ચડાવામાં આવે છે। પ્રસાદના રૂપમાં પણ ભક્તોને શૃંગારનો જ સામાન મળે છે.

સાંજ થયા પછી લગભગ બધા લોકો જતા રહે છે પરંતુ કેટલાક લોકો છુપાઈને રાસલીલા જોવાની કોશિશ કરે છે તે આંધડા , ગૂંગા, પાગલ અથવા બહેરા થઇ જાય છે કે જેથી કરીને રાસલીલા વિશે બારે કોઈને જણાવી ના શકે.આ જ કારણ છે કે રાત્રે આઠ વાગ્યા પછી પશુ-પક્ષી , માણસો, પૂજારી બધા જતા રહે છે અને મુખ્ય દરવાજા પાર તાળું લગાવી દેવામાં આવે છે.સ્થાનિક વાસીયો ના મત પ્રમાણે રાતે જો કોઈ રોકાશે તે સાંસારિક બંધનો થી મુક્ત થઇ જશે.કેટલાક વર્ષો પેહલા જયપુર થી આવેલો એક કૃષ્ણ ભક્ત રાસલીલા જોવા માટે નિધિવન માં છુપાયીને બેસી ગયો.જયારે સવારે નિધિંવન નો દરવાજો ખોલવામાં આવ્યો ત્યારે તે બેભાન અવશ્થા માં જોવા મળ્ય.

એ વ્યક્તિનું માનસિક સંતુલન બગડી ગયું હતું। આવા ઘણા કિસ્સાઓ અને કહાનીઓ અહીંયા ના લોકો જણાવે છે.નિધિવનમાં એક પાગલ બાબા ની સમાધી બનાવેલી છે એ પણ એક વાર છુપાયીને રાસલીલા જોવાની કોશિશ કરી રહ્યો હતો અને લીધે તે પાગલ થઇ ગયો હતો.તે શ્રીકૃષ્ણ ભગવાન નો સાચ્ચો ભકત હતો એટલે મંદિર ના અધિકારીઓ એ એમની સમાઘી બનાવા દીધી.નિધિવન લગભગ બે અઢી એકર ફેલાયેલું છે. એમાં લગાયેલા વ્રુક્ષ ની ખાસિયત છે કે કોઈ પણ ઝાડ સીધું નથી વૃક્ષો ની ડાળીયો નીચે તરફ ઝુકેલી છે અને બધી એકબીજા માં ગૂંથાયેલી છે. અહીંયા લગાવેલા તુલસીના છોડ પણ જોડી માં છે.

તમે આ લેખ “Panchat” ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

૧ લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?

દોસ્તો, આર્ટિકલ વાંચીને મજા પડી ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ શેર કરો.