પ્રવાસીના ‘પાદવા’ના કારણે કરવું પડ્યું પ્લેનનું ઈમર્જન્સી લેન્ડિંગ

0
347

તાજેતરમાં મુંબઇથી એમ્સટર્ડમ જઇ રહેલી ડચ એરલાઇન્સની ફ્લાઇટમાં અજીબોગરીબ ઘટના બની. એક પ્રવાસીએ એવો ગેસ છોડ્યો કે ફ્લાઇટનું ઇમર્જન્સી લેન્ડિંગ કરાવવું પડ્યું હતું. વિમાનમાં સવાર અન્ય પરેશાન યાત્રીઓએ આ ઘટનાનો વિરોધ કર્યો હતો. જો કે તે યાત્રીએ એક સમાચારનો હવાલો આપીને ગેસ રોકવાનો ઇનકાર કરી દીધો હતો.

ક્રૂ મેમ્બર્સને ફરિયાદ કરી

આ ઘટના ટ્રાંસેવિયા એરલાઇન્સની એચવી6902 ફ્લાઇટની છે. જ્યાં બે ડચ પ્રવાસીઓએ પોતાના સાથી પ્રવાસીને લઇને વાંધો ઉઠાવ્યો હતો. આ પ્રવાસીને ગેસની સમસ્યા હતી, પરંતુ તે ખુદને કન્ટ્રોલ નહોતો કરી રહ્યો. વિમાનના ક્રૂ મેમ્બર્સને અનેક વખત ફરિયાદ કર્યા બાદ પણ આ શખ્સે ગેસ રોકવાનો પ્રયત્ન ન કર્યો.

ચાલુ ફ્લાઇટને થયો ઝઘડો

આ યાત્રી કોઇ બીમારીથી પીડાતો હતો કે નહીં તે હજુ સ્પષ્ટ નથી થયું. જો કે, યુવકે કન્ટ્રોલ કરવાની ના પાડી દેતાં ચાલુ ફ્લાઇટમાં જ ઝઘડો શરૂ થઇ ગયો હતો. ઘટનાને પગલે કેપ્ટને વિએના ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ફ્લાઇટને રોકવાનો નિર્ણય લીધો હતો. પાયલોટે પ્રવાસીઓએ હોબાળો મચાવ્યો હોવાની ફરિયાદ કરી અને જેવું પ્લેન લેન્ડ થયું કે પોલીસે 4 શખ્સની અટકાયત કરી લીધી.

મહિલાની પણ અટકાયત

પોલીસ પ્રવક્તાએ જણાવ્યું કે આ ઘટના એક પેસેન્જરના કારણે બની જે સતત ગેસ છોડી રહ્યો હતો અને ફરિયાદ બાદ પણ ગેસ પર કાબુ કરવાની કોશિશ નહોતો કરી રહ્યો. જે વ્યક્તિના કારણે ફ્લાઇટનું ઇમર્જન્સી લેન્ડિંગ કરવું પડ્યું તેનુ શું થયું તે અંગે માહિતી મળી નથી પણ તે વ્યક્તિની બાજુમા બેઠેલી બે મહિલાને પણ ફ્લાઇટ પરથી ઉતારી મુકાઇ.

તમે આ લેખ “Panchat” ના સહયોગ થી વાંચી રહ્યા છો. આર્ટિકલ વાંચવા બદલ આભાર

15 હજાર ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?

દોસ્તો, આર્ટિકલ વાંચીને મજા પડી ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ શેર કરો

સ્રોત : આઇએમગુજરાત