આખી દુનિયાના મોંઘામાં મોંઘા નંબર 1 સુપરસ્ટાર પાસે 455 કરોડનું પ્રાઇવેટ જેટ, તે છે અબજોના ઘરનો માલિક

0
166

ડેન જૉનસન 42 વર્ષના છે અને તે દુનિયા માં ‘દ રૉક’ ના નામે પણ ઓળખાય છે. આ નામ તેને રેસલિંગની રિંગ મારફતે મળ્યું હતું. આજે ડેન જૉનસન આખી દુનિયાના સૌથી ધનવાન એક્ટર બની ગયા છે. કેટલાક લોકો એવું માને છે કે તેનું કેરિયર ડબલ્યુ ડબ્લ્યુઈ થી જ ચાલુ થયું હતું, પરંતુ આ વાત ખોટી છે. અને તમને જણાવી દઈએ કે પહેલા તો ડેન જૉનસન એક ફૂટબોલ પ્લેયર હતા. અને પોતે અમેરિકાના પોપ્યુલર નેશનલ ફૂટબોલ લીગ સાથે પણ જોડાયેલા હતા. પરંતુ તેમને બોડી બિલ્ડીંગનો શોખ હતો જેમણે તેમને રેસલર બનાવી દીધા અને હવે રેસલિંગની લોકપ્રિયતા થી તે હોલીવુડના હવે કિંગ બની ચુક્યા છે.

તેમની આખા વર્ષની કમાણી 432 કરોડ રૂપિયા:

જો ફોર્બ્સની માહિતી અનુસાર જોઈએ તો ડેન જૉનસનની વર્ષની કમાણી 432 કરોડ રૂપિયા છે. અને આ વિષયે તેમણે બ્રેડ પીટ અને રૉબર્ટ ડાઉનીને પણ પાછળ મૂકી દીધા છે.

તેઓનું પોતાનું પ્રોડક્શન હાઉસ પણ છે :

ડેન જૉનસનનું પ્રોડક્શન હાઉસ 7 બક ના નામે છે, જેતેમણે પોતાની પૂર્વ પત્ની ડેનિ ગાર્સીયા જોડે વર્ષ 2012 માં ચાલુ કર્યું હતું. જેના દ્વારા ઘણા ટીવી પ્રોગ્રામ અને ફિલ્મો પ્રોડ્યુસ કરવામાં આવી ચુકી છે.

તેમનો અંડર આર્મર જોડે વ્યાપાર:

2016 માં ડેન જૉનસન એ ગ્લોબર સ્પોન્સરશિપ માટે અન્ડર આર્મર જોડે વ્યાપાર ચાલુ કર્યો હતો અને એના મારફતે તેઓ સૂઝ, અને પોશાકનું પ્રમોશન પણ કરતા હતા.

તેમની મનગમતી ઘડિયાળ :

જો ડેન જૉનસનની પ્રિય ઘડિયાળ હોય તો તે છે રોલેક્સ. અને પહેલી વાર તેઓ રેસલર ના રહેતા આ ઘડિયાળ 23 લાખ રૂપિયામાં ખરીદી કરી હતી.

તેઓનું પ્રિય બિઝનેસ જેટ:

જો ડેન નું પ્રિય બિઝનેસ જેટ હોય તો તે ગલ્ફસ્ટ્રીમ જી650 , અને એમાં જ તેઓ મોટાભાગે મુસાફરી કરતા હોય છે. અને જો આ જેટની કિંમત વિષે વાત કરીયે તો આ જેટની કિંમત 455 કરોડ રૂપિયા છે.

તેઓનું રહેવા માટેનું પ્રિય શહેર:

જો તેમનું પ્રિય સ્થળ હોય તો તે ફ્લોરિડા છે જે તેમને ખુબ જ પસંદ છે. હમણાં જ તેમણે અહીં 37 કરોડ રૂપિયામાં એક ફ્લેટ પણ ખરીદ્યો છે. વર્ષ 2012માં પણ તેમણે અહીંયા 23 કરોડ માં 5 રૂમ વાળું ઘર પણ ખરીદ્યું હતું, પરંતુ થોડા સમય પછી તે વહેંચી દીધું હતું. એ વાત જણાવી દઈએ કે ડેન જૉનસન આગળના 10 વર્ષોમાં તેમણે 10 ઘર ફ્લોરિડામાં ખરીદયા પણ છે અને વહેંચી પણ ચુક્યા છે. ડેને વર્ષ 2012 માં કૈલીફોર્નિયામાં પણ 6 રૂમ નું ઘર 33 કરોડમાં ખરીદ્યું હતું.

જાણો તેની આ કાર પ્રિય છે :

ડેન જૉનસનની પ્રિય કાર ઇંટેલિયન કાર કંપનીની સુપર કાર ‘પાગાની હ્યુએરા’ છે. ઘણી જગ્યાએ તે આ જ ગાડીમાં જોવા મળે છે. આ ગાડીની કિંમત 6.7 કરોડ રૂપિયા જેટલી છે.

બીમાર બાળકોની મદદ માટે ચૈરિટી:

ડેન જૉનસનની રૉક ફાઉન્ડેશન ના નામે ચૈરિટી ચાલે છે, જેમાં બીમાર બાળકોને મદદ થાય છે.

પોતાના પ્રિય ભોજન ઉપર એક લાખ રૂપિયાનો ખર્ચ:

જો તેના ખાવાં વિષે વાત કરીયે તો ડેન જૉનસનને નાશ્તા અને ભોજનમાં કૉડ ફિશ(એક જાતની માછલી) ખુબ જ પસંદ આવે છે. રિપોર્ટ મળ્યા મુજબ તે કૉડ માછલી પર આખા વર્ષના 1 લાખ રૂપિયા જેટલો ખર્ચ કરે છે.

જાણો તેનો ફિટનેસ પરનો ખર્ચ:

ડેન જૉનસનના ફિટનેસ ટ્રેનરનું નામ ઑરોન બિલિયમસન છે, જેની પાસેથી ઘણા બધા સ્ટાર્સ ટ્રેનિંગ લે છે. તેની ફી સહીત ડેન પોતાના ફિટનેસ પર લાખો રૂપિયા ખાલી મહિનાના જ ખર્ચો કરે છે.

આ અભિનેતા પોતાનું એક ફાર્મ હાઉસ વર્જિનિયામાં પણ ધરાવે છે.

જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “Panchat” ને..

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

૧ લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?