તમને સહેજે અંદાજ છે – માત્ર બીડી પીવાથી દેશને આટલું નુકસાન થાય છે..જરા વિચારો કયો આંકડો હશે?

0
131

કોઈ પણ વસ્તુનું વ્યસન એ કોઈ પણ વ્યક્તિના જીવનને નુકસાન પહોંચાડવા માટેનું પૂરતું સાધન છે. સામાન્ય રીતે, મોટા ભાગના ભારતીયોને કોઈને કોઈ પ્રકારનું વ્યસન હોય છે. આ વ્યસન માત્ર પુરૂષોમાં જ નહીં પરંતુ મહિલાઓમાં પણ જોવા મળે છે. વ્યસન વ્યક્તિને માનસિક, શારીરિક અને આર્થિક રીતે પણ નબળો બનાવે છે. જે નબળાઇ અંતે દેશના વિકાસને પણ એટલી જ અસર કરે છે.

બીડી પીવાનું વ્યસન પણ સ્વાસ્થ્યને ખૂબ અસર કરે છે. આ વ્યસન સામાન્ય રીતે નાના સ્તરના લોકોમાં જોવા મળે છે. બીડી પીવાથી સ્વાસ્થ્ય પર થનાર ખર્ચ અને સમયથી પહેલા થનાર મૃત્યુ માટે ભારતે વાર્ષિક ૮૦,૦૦૦ કરોડ રૂપિયાની કિંમત ચૂકવવી પડે છે. આ વાત એક રિપોર્ટ દ્વારા બહાર આવી છે. આ કિંમતમાં બીમારીની તપાસ, દવા, ડોક્ટરોની ફી, દવાખાનામાં ભરતી અને વાહન વ્યવહાર પર થનાર દરેક ખર્ચને સામેલ કરવામાં આવે છે. આ બાબત તમાકુ કંટ્રોલ નામના એક મેગેઝિનના રિપોર્ટમાં પ્રકાશિત કરવામાં આવી હતી.

એક શોધ અનુસાર ૨૦૧૬-૨૦૧૭ માં, ૪.૧૭ અરબ રૂપિયાની કમાણી બીડીથી પ્રાપ્ત થયેલી છે. જે રાષ્ટ્રીય સેવા ખર્ચ પર રાષ્ટ્રીય નમૂના સર્વેક્ષણના આંકડા, ગ્લોબલ એડલ્ટ તમાકુ સર્વેથી બીડી પીવાને સંબંધિત આંકડા આધારિત આ રિપોર્ટ ૨૦૧૭ની છે. રિપોર્ટના લેખક અને કેરળના કોચી સ્થિત પબ્લિક પોલિસી રિસર્ચ સેન્ટરના રિજો એમ. જોનએ કહ્યું કે, “ભારતમાં પાંચમાંથી એક પરિવાર આ વિનાશકારી ખર્ચનો સામનો કરી રહ્યો છે. તેમણે એ પણ કહ્યું કે બીડી પીવાની બીમારીઓને લીધે વધુ લોકો ગરીબ થઇ રહ્યા છે.

Image result for beedi

તમાકુ અને તમાકુની ખરાબ અસરને લીધે શરીર પર થઈ રહેલા નુકસાન પર ખર્ચાને લીધે લગભગ ૧.૫ કરોડ લોકો ગરીબીની હાલતમાં જીવી રહ્યા છે. તેમણે કહ્યું કે,“તમાકુ પર થઈ રહેલા ખર્ચને લીધે ભારતમાં ગરીબ લોકો પોતાના ભોજન અને શિક્ષણ પાછળ ખર્ચ કરી શકતા નથી.” અને આમ પણ એથી વિશેષ જોઈએ તો જયારે કરોડો રૂપિયાની વાત આવે અને માત્ર બીડી જેવી બાબતથી આટલું મોટું નુકસાન થતું હોય એ બહુ મોટી વાત છે.

Image result for beedi

ભારતમાં નીચલા વર્ગના લોકોમાં બીડીનું વ્યસન ખૂબ જ પ્રચલિત છે. જે બીડીમાં લગભગ ૮૦ ટકા જેટલું તમાકુ હોય છે, જે લોકો પીએ છે. નિયમિત રીતે બીડી પીતા લોકોમાં ૧૫ વર્ષથી વધુ ઉંમરના લોકો સામેલ છે. જેની ભારતમાં સંખ્યા લગભગ ૭.૨ કરોડ છે. ભારત સરકાર દ્વારા દેશમાં વ્યસનના નાબૂદી માટે અનેક પ્રકારના કાર્યક્રમો ચલાવવામાં આવે છે. જેનાથી અનેક લોકોને વ્યસન નાબૂદી થઇ ચૂકી છે. પરંતુ દેશમાં કરોડો લોકો વ્યસન ગ્રસ્ત છે.

તેઓને વ્યસનને લીધે વાર્ષિક ખર્ચો ઘણો થતો હોય છે. જે ખર્ચને લીધે તેની સામાન્ય જીવન જરૂરી  વસ્તુ પર ખર્ચ  થઇ શકતો નથી. તેની અસર તેના પરિવારના વિકાસ પર બહુ મોટી પડે છે અને અંતે એક પરિવારનો વિકાસ પૂરા દેશની ટકાઉ પ્રગતિ પર પણ અસર કરે છે.

#Writer : Palak Sakhiya

જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “Panchat” ને..

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

૧ લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?