જાણો દિવ્યા ભારતી સિવાય કયા 8 ફિલ્મી સિતારાઓએ નાની ઉંમરમાં જ છોડી દીધી છે દુનિયા ??

0
15

હાલમાં જ 5મી એપ્રિલના દિવ્યા ભારતીની પુણ્યતિથિ હતી.

તે ફક્ત 19જ વર્ષની ઉંમરે આ દુનિયાને છોડીને જતી રહી હતી.આજે પણ એની મૃત્યુથી બૉલીવુડમાં ખાલીપન અનુભવી શકાય છે અને એના ફેન્સ પણ એનાથી દુઃખી છે. તે 1993 માં વર્સોવામાં આવેલા એના ફ્લેટમાંથી નીચે પડી જવાથી મૃત્યુ પામી હતી. આજે પણ એના મોતની પાછળનું સાચું કારણ નથી જાણી શકાયું, તેણે 19 વર્ષની ઉંમરે જ તેલુગુ અને હિન્દી ફિલ્મોમાં સફળતા મેળવી લીધી હતી.

જીયા ખાન:

જીયા ખાન 25 વર્ષની ઉંમરે જ મૃત્યુ પામી હતી. તે 2013 માં પોતાના જ ઘરમાંથી મરેલી હાલતમાં મળી હતી. એમણે આત્મહત્યા કરી હતી. પરંતુ હજી પણ પોલીસ એની તપાસ કરે છે.

આરતી અગ્રવાલ :

દક્ષિણ ફિલ્મોની હિરોઈન આરતી અગ્રવાલની મોતની ખબરથી આખી ફિલ્મી દુનિયા એકદમ હલી ગઈ હતી. આરતી પોતાના ચરબી ઘટાડવા માટે સર્જરી કરાવતી હતી , પણ એ વસ્તુ એના માટે જીવલેણ બની ગઈ.

તરુણી સચદેવ :

ફિલ્મ “પા “માં અમિતાભ બચ્ચનની સહપાઠીનો રોલ કરનાર તરુણી સચદેવ ફક્ત 14 જ વર્ષની ઉંમરમાં જ મોતનો શિકાર બની હતી. નેપાળથી ભારત આવવામાં પ્લેન ક્રેશ થવાથી એ આકસ્મિક મૃત્યુનો ભોગ બની હતી. એની મોતથી આખું બોલીવુડ હલી ગયું હતું.

સૌંદર્યા :

સૌંદર્યા ફક્ત દક્ષિણ ભારતમાં જ નહિ પણ બોલીવુડમાં પણ ખુબ જજ જાણીતી હતી. તે પણ પ્લેન ક્રેશમાં જ મૃત્યુનો ભોગ બની હતી. જયારે તે મૃત્યુ પામી ત્યારે તે માત્ર 28 જ વર્ષની હતી.

સ્મિતા પાટીલ :

પોતાના અભિનય માટે નેશનલ એવોર્ડ અને પદમ શ્રી જેવા ઇનામો મેળવનાર સ્મિતા પાટીલ માત્ર 31 જ વર્ષની ઉંમરે આ દુનિયામાંથી જતી રહી હતી. તેના દીકરા પ્રતીકના જન્મ પછી થોડા જ દિવસોમાં તેનું મૃત્યુ થયું હતું.

સિલ્ક સ્મિતા :

સિલ્ક સ્મિતાએ બોલ્ડ અવતારથી 80 ના દશકામાં એકદમ ધૂમ મચાવી દીધી હતી પણ એનું જીવન ઘણું જ ચિંતાવાળુ હતું ,તે માત્ર 36 જ વર્ષની ઉંમરે પોતાના જીવનથી કંટાળી ગઈ હતી. ડર્ટી પિક્ચર માં વિદ્યા બાલને સિલ્ક સ્મિતાની જિંદગીને બતાવી હતી.

લાભ જંજુઆ :

“લંડન ઠૂમકદા” અને “જી કરદા” જેવા એકદમ હિટ ગીતો ગાવાવાળા લાભ જંજુઆ 2015 માં પોતાના ઘરે મળેલી હાલતમાં મળ્યા હતા. એમણે ઘણી ફિલ્મોમાં ખુબજ સારા ગીતો ગાયા હતા.

મધુબાલા :

હિન્દી સિનેમાની સૌથી સુંદર અભિનેત્રી મધુબાલા ફક્ત 39જ વર્ષની ઉંમરે આ દુનિયા છોડીને જતી રહી હતી.તે પોતાના અંગત જીવનથી ખુબ જ હારી ગઈ હતી અને તે એટલી કમજોર બની ગઈ હતી કે તે બધાને છોડીને જતી રહી પણ તેમણે પોતાના કરિયરમાં ઘણા જ શાનદાર રોલ નિભાવ્યા હતા.

જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “Panchat” ને..

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

૧ લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?