હે માં, માતાજી… હવેથી ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ શૉમાં નહીં જોવા મળે દયા!

0
858

સબ ટીવીનો પ્રખ્યાત શૉ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં દયાબેનનું પાત્ર નિભાવીને ઘરેઘરે જાણીતી બનેલી દિશા વાકાણી આ શૉને બહુ જ જલ્દી અલવિદા કહેવાની છે. દિશાની પ્રેગ્નેન્સી દરમિયાન તે શૉ છોડશે તેવા સમાચાર આવ્યા હતા, ત્યારબાદ શૉ નિર્માતાઓએ માર્ચમાં અભિનેત્રી ફરી શૉ સાથે જોડાશે તેવી વાત કહી હતી.

સૂત્રોનાં જણાવ્યા અનુસાર દિશા મેટરનિટી લીવ લઇને ઘણા મહીનાથી શૉમાંથી ગાયબ છે. તેણે ગત સપ્ટેમ્બરમાં શૉ માટે છેલ્લુ શૂટ કર્યું હતું. તાજેતરમાં દિશા લગ્ન અને પર્સનલ લાઇફને લઇને ઘણી વ્યસ્ત છે. તે હવે પોતાના બાળકને સમય આપવા માંગે છે. આવામાં દિશાની શૉમાં પરત ફરવાની સંભાવના નહિવત છે.

ઉલ્લેખનીય છે કે દિશાએ 2015માં મુંબઇનાં ચાર્ટડ એકાઉન્ટંટ મયૂર પાડિયા સાથે લગ્ન કર્યા હતા. ગત નવેમ્બરમાં તેમના ત્યાં એક દીકરીનો જન્મ થયો છે. સૂત્રોનાં જણાવ્યા અનુસાર ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’નાં શૉ મેકર નવા ચહેરાની શોધમાં છે.

નોંધનીય છે કે દિશા આ સુપરહિટ શૉમાં જેઠાલાલની પત્ની દયાબેનનો કિરદાર નિભાવે છે. પોતાના અનોખા અંદાજને કારણે તેને ઘણી નામના મળી હતી. શૉમાં દયાની ડાયલોગ ડિલીવરીનો અંદાજ હટકે છે.

દિશાના ગયા બાદ પણ ટીઆરપીમાં ના થયો ઘટાડો

દિશા વાકાણીએ જ્યારે ગયા વર્ષે સપ્ટેમ્બરમાં બ્રેક લીધો ત્યારે એમ માનવામાં આવતું હતું કે શોની ટીઆરપી નીચી જશે પરંતુ એવું કંઈ જ બન્યું નહીં. શોની ટીઆરપી ઘટવાને બદલે વધી છે.

હાલમાં ભીડેનો ચાલે છે ટ્રેક

હાલમાં સ્ટોરી લાઈન આત્મારામ ભીડે(મદાર ચંદવાડકર) તથા માધવી ભાભી(સોનાલિકા જોષી)ની આસપાસ સ્ટોરીલાઈન ચાલે છે. આ સિવાય ટપુસેના પર પણ ફોક્સ કરવામાં આવે છે. હોળીનો ટ્રેક પણ અત્યારે દર્શકોને પસંદ આવી રહ્યો છે.

પ્રોડક્શન હાઉસે કંઈ ના કહ્યું

દિશા વાકાણી પરત ફરશે કે નહીં તે અંગે પ્રોડક્શન હાઉસ કે એક્ટ્રેસે કોઈ કમેન્ટ્સ કરી નથી. આપણે તો આશા રાખીએ કે દિશા વાકાણી જલ્દીથી શોમાં પરત ફરે…!

કોણ કરશે દયાભાભીનો રોલ

થોડા મહિના પહેલાં સોશ્યિલ મીડિયામાં એ ન્યૂઝ વાયરલ બન્યા છે કે દિશા વાકાણી આ શો છોડી દેશે અને તેને સ્થાને જીયા માણેક આવશે. જીયા માણેક ‘સાથ નિભાના સાથ’માં ગોપીવહુનો રોલ કરીને જાણીતી બની હતી. જોકે, એવી પણ ચર્ચા થઈ રહી છે કે દિશા વાકાણી આ શો છોડવાની નથી.

કોણ છે જીયા માણેક

18 ફેબ્રુઆરીના રોજ અમદાવાદમાં જન્મેલી જીયા માણેક મુંબઈમાં મોટી થઈ છે. જીયાને પહેલેથી જ અભિનેત્રી બનવું હતું. તેણે ઓડિશન આપવાના શરૂ કર્યાં હતાં. અંતે જીયાની મહેનત રંગ લાવી હતી. જીયાએ હિંદી ફિલ્મ ‘ના ઘર કે ના ઘાટ કે’માં એક નાનકડી ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મમાં નીના ગુપ્તા અને ઓમપુરી તથા પરેશ રાવલે કામ કર્યું હતું. આ ફિલ્મમાં જીયાની કોઈ જ નોંધ લેવાઈ નહોતી. જીયાએ રિયાલિટી શો ‘ઝલક દિખલાજા’માં ભાગ લીધો હતો. આ વાતને કારણે તેને ‘સાથિયા સાથ નિભાના’માંથી હાંકી કાઢવામાં આવી હતી. જીયાએ ‘જીની ઔર જૂજૂ’માં કામ કર્યું હતું. આ સીરિયલમાં તેની સાથે અલી અસગર હતો.

તમે આ લેખ “Panchat” ના સહયોગ થી વાંચી રહ્યા છો. આર્ટિકલ વાંચવા બદલ આભાર

80 હજાર ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?

દોસ્તો, આર્ટિકલ વાંચીને મજા પડી ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ શેર કરો