‘તારક મહેતા…’માં પરત ફરી રહી છે દયાભાભી, આ કારણે લીધો હતો બ્રેક

0
586

ગત કેટલાક મહિનાથી ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સીરિયલમાં દયા ભાભી એટલે કે દિશા વાકાણી નજરે નથી પડતી પરંતુ ફેન્સ માટે ખુશીના સમાચાર છે કે તે જલ્દી શોમાં વાપસી કરી રહી છે. દયા ભાભી શોમાં માર્ચથી નજરે પડશે. મહત્વપૂર્ણ છે કે દિશાએ પ્રેગનન્સીને કારણે શોમાંથી બ્રેક લીધો હતો.

સપ્ટેમ્બરમાં કરી હતી લાસ્ટ એપિસોડની શૂટિંગ

દિશા વાકાણી સીરિયલમાં ગત ત્રણ મહિનાથી નજરે પડતી નથી, તેને અંતિમ એપિસોડની શૂટિંગ સપ્ટેમ્બરમાં કરી હતી. શોમાં નજરે નહી પડતા એવુ માનવામાં આવતુ હતું કે તેને શો છોડી દીધો છે પરંતુ એવુ નથી, તેને પ્રેગનન્સીને કારણે શોમાંથી બ્રેક લીધો હતો. દિશા વાકાણીએ નવેમ્બર, 2017 દીકરીને જન્મ આપ્યો અને હવે તે શોમાં પરત આવી રહી છે. માર્ચ સુધી તેની દીકરી 4 મહિનાની થઇ જશે. સુત્રોની માનીએ તો દિશાનો પરિવાર તેને સપોર્ટ કરે છે. મહત્વપૂર્ણ છે કે જ્યારે દિશા પ્રેગનન્ટ હતી અને શોની શૂટિંગ કરતી હતી ત્યારે તેની સાસુ પુરો સમય સેટ પર હાજર રહેતી હતી.

ચાર્ટડ એકાઉન્ટન્ટ સાથે કર્યા લગ્ન

દિશાએ 24 નવેમ્બર 2015માં દિશાએ મયૂર પડીયા સાથે લગ્ન કર્યા હતા. મયૂર એક્ટિંગ વર્લ્ડથી નથી અને તે મુંબઇમાં ચાર્ટડ એકાઉન્ટન્ટ છે.

9 વર્ષથી ‘તારક મહેતા…’ સાથે જોડાયેલી છે

દિશાનો જન્મ 17 સપ્ટેમ્બર, 1978માં અમદાવાદ, ગુજરાતમાં થયો હતો પરંતુ તે ભાવનગરમાં મોટી થઇ છે. દિશા ત્યારથી એક્ટિંગ સાથે જોડાયેલી છે જ્યારે તે સ્કૂલમાં અભ્યાસ કરતી હતી, તેને ગુજરાત કોલેજ, અમદાવાદમાંથી ડ્રામેટિક આર્ટ્સમાં ગ્રેજ્યુએશન કર્યુ છે. દિશા 2008થી સતત ‘ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં કામ કરી રહી છે.

આ શો અને ફિલ્મોમાં કામ કરી ચુકી છે દિશા

દિશા વાકાણી ‘ખિચડી’ (2004) અને ‘ઇસ્ટન્ટ ખિચડી’ (2005)માં પણ નજરે પડી હતી. ટીવી સીરિયલ્સ જ નહી દિશા બોલિવૂડની ‘કમસીન: ધ અનટચ્ડ’ (1997), ‘ફૂલ ઔર આગ’ (1999), ‘દેવદાસ’ (2002), ‘મંગલ પાંડે: ધ રાઇઝિંગ’ (2005), ‘સી કંપની’ (2008) અને ‘જોધા અકબર’ જેવી ફિલ્મોમાં કામ કરી ચુકી છે.

સ્રોત : દિવ્યભાસ્કર

તમે આ લેખ “Panchat” ના સહયોગ થી વાંચી રહ્યા છો. આર્ટિકલ વાંચવા બદલ આભાર

500 ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?

દોસ્તો, આર્ટિકલ વાંચીને મજા પડી ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ શેર કરો