મૂવી રિવ્યૂઃ દિલ જંગલી

0
343

શું છે ફિલ્મની સ્ટોરી

આજકાલ યંગસ્ટર્સ પર ફિલ્મ બનાવવી ફિલ્મમેકર્સને ખૂબ જ પસંદ આવી રહી છે. જેમ કે ફિલ્મ ‘દિલ જંગલી’ના પોસ્ટર પર લખેલી ટેગલાઈનથી સ્પષ્ટ છે કે આ કોલેજ લાઈફથી લઈ રિયલ લાઈફ સુધી પહોંચવાની સ્ટોરી છે. કોરોલી નાયર (તાપસી પન્નુ) એક લંડન બેઝ્ડ બિઝનેસ ટાઈકૂનની એકની એક દીકરી છે. જે દિલ્હીમાં રહે છે. પોતાના પિતાની આશા કરતા વિપરીત તેને બિઝનેસમાં કોઈ જ રસ નથી. તે પોતાના સપનાનાં રાજકુમાર સાથે લગ્ન કરીને તેની મા બનવા ઈચ્છે છે. પોતાની લાઈફમાં સાચી ખુશી શોધતી કોરોલી દિલ્હી સ્થિત બ્રિટિશ કાઉન્સીલમાં ભણાવે છે.

લવ સ્ટોરીમાં ટ્વિસ્ટ

અહીં જ તેની મુલાકાત સુમિત ઉપ્પલ (સાકિબ સલીમ) સાથે થાય છે. સુમિત એક જિમમાં ઇન્સ્ટ્રક્ટર છે. જે બોલિવૂડમાં સ્ટાર બનવા ઈચ્છે છે. ફિલ્મી પડદા પર ચમકવા માટે ઈંગ્લીશ સીખવા માટે તે બ્રિટિશ કાઉન્સીલ પહોંચે છે. જ્યાં તેની મુલાકાત કોરોલી સાથે થાય છે. શરૂઆતમાં તેઓ સ્ટૂડન્ટ અને ટીચર જ રહે છે પરંતુ પછી એકબીજાની નજીક આવે છે. ફિલ્મની સ્ટોરી કોરોલી અને સુમિતની લવસ્ટોરી આજુબાજુ ફરે છે. આ દરમિયાન લવ સ્ટોરીમાં ફિલ્મી અંદાજમાં એક ટ્વિસ્ટ આવે છે. સુમિત અને કોરોલીની લવ સ્ટોરીનો શું અંત આવે છે. તે જોવા માટે તમારે ફિલ્મ જોવી પડશે.

પસંદ પડશે તાપસીનો ફંકી અવતાર

સાકિબે પોતાના રોલ અનુસાર ઠીકઠાક એક્ટિંગ કરી છે. તો તાપસી એકદમ અલગ અંદાજમાં જોવા મળે છે. તાપસીનો ફંકી અવતાર તેના ફેન્સને પસંદ આવી શકે છે. તાપસી આજકાલ દરેક ફિલ્મમાં કંઇક નવું કરે છે. યંગસ્ટર્સ માટે ફિલ્મમાં ખૂબ જ મસાલો ભરેલો છે. જેથી તમે તેમની સાથે કનેક્ટ થઇ શકો છો.

અન્ય સ્ટાર્સની એક્ટિંગ

સુમિત અને કોરોલી આ લીડ રોલ સિવાય પણ અનેક સ્ટાર્સે પોતાના ગજા મુજબની જ એક્ટિંગ કરી છે. આ ફિલ્મના ગીત પણ સારા છે. અલેયાએ ફિલ્મની સ્ટોરીને યંગસ્ટર્સને ધ્યાનમાં રાખીને બનાવી છે. જેમાં તે સફળ રહ્યાં છે. જો તમને રોમાન્ટિક કોમેડી પસંદ હોય તો આ ફિલ્મ મિસ કરવા જેવી નથી.

તમે આ લેખ “Panchat” ના સહયોગ થી વાંચી રહ્યા છો. આર્ટિકલ વાંચવા બદલ આભાર

80 હજાર ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?

દોસ્તો, આર્ટિકલ વાંચીને મજા પડી ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ શેર કરો

સ્રોત : આઈએમગુજરાત