મહાભારત યુદ્ધની કથા હોવા છતાં યુદ્ધનો નહીં શાંતિનો સંદેશ આપે છે

0
727

‘મહાભારતમાં શ્રી યોગેશ્વર કૃષ્ણના અખિલ સ્વરૂપના દર્શન થાય છે. મહાભારત યુદ્ધની કથા હોવા છતાં યુદ્ધનો નહીં શાંતિનો સંદેશ આપે છે. વેર વૃત્તિ-ક્રોધ તથા ઇર્ષા ભાવમાંથી યુદ્ધ જન્મે છે માટે વેર-ક્રોધ અને ઇર્ષા વૃત્તિનો ત્યાગ કરવો જોઈએ. બને ત્યાં સુધી કલહ-કંકાસ અને સંઘર્ષથી દૂર રહો. કૌટુંબિક પ્રેમભાવના વધે એવું વર્તન કરો,’’ એમ ધાર્મિ‌ક પ્રવચનકાર જિતેન્દ્રભાઈ દવેએ મહાભારત કથાનું મહાત્મ્ય જણાવતા કહ્યું હતું.

પંચનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ અને હરિકૃપા સત્સંગ મંડળના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા મહાભારત કથા સપ્તાહમાં ભાગવતાચાર્ય બાલકૃષ્ણભાઈ, શ્રી શરદભાઈ ત્રિવેદી, શ્રી કૃષ્ણદત્ત શાસ્ત્રી, સંસ્કૃત ભાષાના વિદ્યાન આચાર્ય ઈશ્વરભાઈ પુરોહિ‌ત, નગરસેવક ડો. રામ બારોટ અને પૂર્વ વિધાનસભા પી.યુ.મહેતાએ હાજર રહીને કથાનો આનંદ માણયો હતો. કથાના પ્રારંભે મલાડ (પ‌શ્ચિ‌મ)ના ભાદરણનગરના શ્રી રામમંદિરથી પોથીયાત્રાનું કરાયું હતું. શ્રી રામકૃષ્ણ સેવા ટ્રસ્ટના પ્રમુખ ઈશ્વરભાઈ પડિયાએ દીપ પ્રાગટય કરી મંગળ પ્રારંભ કર્યો હતો.

મુંબઈ મહાનગરપાલિકાની ટ્રી ઓથોરિટીના સભ્ય કમલેશ શાહ અને ગુજરાતી ગૌરવ પ્રતિષ્ઠાનના પ્રમુખ સંજય બારોટનું આ પ્રસંગે સન્માન કરાયું હતું. દ્રોપદી ચિરહરણના પ્રસંગને ભાવવાહી શૈલીમાં રજૂ કરતાં જિતેન્દ્રભાઈ દવેએ જણાવ્યું કે, ‘સ્ત્રીરક્ષણ અને સ્ત્રી સન્માન સમાજનું અને આપણું નૈતિક કર્તવ્ય છે. ભીષ્મ, કર્ણ, યુધિષ્ઠિ‌ર, દ્રૌપદી અને કુંતી જેવા મહાભારતના વિશષ્ટિ પાત્રોને પોતાની આગવી શૈલીમાં રજૂ કરીને શ્રી જિતેન્દ્રભાઈ દવેએ વૈષ્ણવોને મંત્રમુગ્ધ કર્યા હતા. પ્રો. કલ્પના દવે, આચાર્ય ઈશ્વરભાઈ પુરોહિ‌ત, ઘનશ્યામ દેસાઈ, જગદીશભાઈ ત્રિપાઠી, ધીરજ મારુ, નિરંજન પરિખ અને સરોજબેન બારોટે આ કથા સપ્તાહને યશસ્વી બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી

તમે આ લેખ “Panchat” ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

૧ લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?

દોસ્તો, આર્ટિકલ વાંચીને મજા પડી ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ શેર કરો.