જાણીયે દત્તાત્રેય ભગવાનના પવિત્ર મંદિર વિષે અને ત્યાંના રમણીય સ્થળ ગરુડેશ્વર વિષે !!!!

0
75

કેટલાક મંદિરો એવા હોય છે કે તેનું મહત્વ તેના આજુબાજુમાં આવેલા લોકેશનને કારણે ઘણું વધી જાય છે. અને મંદિરના સ્થળનું પણ એટલું જ મહત્વ હોય છે. તે જગ્યાનું વાતાવરણ અને આપણી આસ્થાને કારણે જ મંદિરો દર્શનીય બનતા હોય છે. આ જગ્યાએ સાંજે કરવામાં આવતી દત્ત ભગવાનની આરતીનો લ્હાવો જરૂરથી લેવા જેવો છે !!!!! અને પાછું તેમાં નર્મદા નદીનો કિનારો મળતો હોય અને નહાવા માટેનો ખુબસૂરત ઘાટ હોય તો પછી એની મજા કંઈક ઓર જ હોય છે !!!! આ નર્મદાના કિનારે આવેલા પર્વતોમાં ઘણા નાનાં નાનાં મંદિરો છે અનેક અઘોરીબાબા અને સાધુઓ તો ઘણા વર્ષોથી ત્યાં જ રહે છે …. નાની નાની કેડી પર ચાલીને નર્મદાને માણવી અને આજુબાજુની ઘટાદાર લીલોતરીને માણવાની મઝા ખુબ જ અલગ અનુભવ આપે છે !!!! આ ગરુડેશ્વર પાસે જ નર્મદા નદીનું મહત્તમ ઊંડાણ રહેલું છે !!!

ગરુડેશ્વર જવા માટે અમદાવાદથી ૨૧૪ કિ.મી. વડોદરાથી ડભોઈ- તિલક વાડા થઈને સરદાર સરોવરના માર્ગે જઈ શકીયે છે.

આપણે જાણીયે ગરુડેશ્વર મહાદેવની પૌરાણિક વિષે

કથા એવી છે કે, પુરાતન કાળમાં ગરૂડે અહીંયા ગજાસુર દૈત્યને માર્યો હતો અને નદીકિનારા પરની ટેકરી ઉપર બેસીને તેનું ભક્ષણ પણ કર્યું હતું. અને તેની ખોપરી ટેકરી ઉપર પડી હતી. વરસાદ વરસવાને લીધે ખોપરી ટેકરી ઉપરથી નીચે પડી અને નર્મદા નદીમાં જતી રહી. અને પછી ગજાસુરને દિવ્યદેહ પ્રાપ્ત થાય છે અનેઆ સ્થળનો પાવનકારી મહિમા જયારે ગજાસુરને ખબર પડી એટલે તેને અહીં આકરી શિવની આરાધના પણ કરી.

ત્યરબાદ શિવજી પ્રસન્ન થાય છે અને ગજાસુરને એવું વરદાન આપ્યું કે હવે પછી તું મારો ગણ થઈશ. ગરુડના હાથે અજાણતાં જ પોતાનો ઉદ્વાર થયો એટલે તેણે ગરૂડેશ્વર શિવની સ્થાપના ત્યાં કરી. નદીથી થોડું દૂર ટેકરી પર આ ગરુડેશ્વર મંદિર આવેલું છે. ટેકરીની નીચે નર્મદાતટ પર ગજાસુર દૈત્યએ ભગવાન શ્રી શંકરની આકરી તપશ્વર્યા કરી હતી, અને શિવજી તેનાથી પ્રસન્ન કર્યા હતા. શિવજીની અહીંયા સ્થાપના કરવામાં આવી હતી. અહીંયા આવતા યાત્રિકો જે નવું દત્ત મંદિર બન્યું છે તેની મુલાકાતે ખુબ જ શ્રદ્ધાપૂર્વક આવે છે.

દત્ત મંદિર અને શ્રી વાસુદેવાનંદ સરસ્વતી મહારાજનું સમાધિ મંદિર તથા ધ્યાનકેન્દ્ર પણ આવેલું છે. આ મંદિરના પ્રવેશદ્વાર પાસે ધર્મશાળા આવેલી છે અને પાછળના ભાગે ભોજનશાળા આવેલી છે. ગરૂડેશ્વર છે ત્યાંથી મહારાષ્ટ્ર રાજ્યની હદ એકદમ નજીક થાય છે. અને એવા મહારાષ્ટ્રીયન પરિવારો કે જેમને દત્તાત્રેયજીમાં ખુબ જ શ્રદ્ધા હોય તેવા લોકો અહીંયા જરૂરથી આવે છે. દત્ત મંદિર અને ગરુડેશ્વર મંદિરનો વહીવટ અલગ અલગ કરવામાં આવે છે. દત્ત મંદિર અને નારેશ્વરનું એક ટ્રસ્ટ છે, જ્યારે ગરુડેશ્વરની જગ્યા ગાદી પરંપરાવાળી છે. ગરુડેશ્વરનું મંદિર ખુબ જ પ્રાચીન અને નાનું છે. મંદિરની નજીક જ પૂજારીને રહેવા માટેની એક નાની ઓરડી પણ બનાવેલી છે.

શ્રી વાસુદેવાનંદજીનો જન્મ મહારાષ્ટ્ર રાજયના માણગાંવ નામના ગામમાં તા.13-8-1864 માં બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેમના માતા રમાબાઈ તથા ગણેશજી બંને વિરક્ત અને દત્તના ભક્ત હતાં. માટે જ બાળપણથી જ સ્વામીજીને દત્તોપાસનાના સંસ્કારનું સિંચન થયું હતું .

તેઓ પાંચ વર્ષના ત્યારથી જ તેઓશ્રીએ શાસ્ત્રનો અભ્યાસ આરંભી દીધો હતો. આઠ વર્ષે બ્રાહ્મણને જરૂરી હોય એવા કર્મ પણ શીખી લીધા હતા. અઘરા ગણાતા એવા શાસ્ત્રગ્રંથો અને વેદ મંત્રોથી તેમણે પ્રાપ્ત કરેલી સિદ્ધિ જોઈને લોકોને ઘણું આશ્વર્ય થતું. અને આ કોઈ અવતારી પુરુષ છે એવો બધાને વિશ્વાસ થવા લાગ્યો. પંદર વર્ષની ઉંમરે તેઓશ્રી અન્ય વિધાર્થીઓને પણ શાસ્ત્રગ્રંથ શીખવવા માંડ્યા ! માટે તેઓ શાસ્ત્રી બુવા ના નામે ત્યારે જાણીતા થયા હતા . શાસ્ત્રી બુવા પંચાયત પૂજા ને દત્ત પાદુકાનું પૂજન કરતા. તેઓ નિત્ય ગુરુચરિત્ર વાંચતા અને વરસમાં બે વખત દત્ત ભગવાનના તીર્થક્ષેત્ર નરસેવા વાડીની તેઓ પદ યાત્રા પણ કરતા હતા . છવ્વીસ વર્ષની ઉંમરે તો ચાંદ્રાયણ વ્રત કરી તેમણે એક મહિનાના ઉપવાસ પણ કર્યા હતા.પછી તેમને ગાયત્રી પુનઃઉચ્ચાર કર્યું હતું.

જયારે તેમની ઉંમર એકવીસ વર્ષનીથઇ ત્યારે તેમણે અન્નપૂર્ણા બાઈ નામે ધર્મસંસ્કારી મહિલા સાથે લગ્ન કર્યા હતા. તેમના ત્યાં એક પુત્રનો જન્મ પણ થયો અને બાલ્યકાળમાં જ તેનું અવસાન થઇ ગયું. નરસેવાની વાડીમાં બિરાજતા શ્રી ગોંવિંદસ્વામી નામે સિદ્ધ મહાત્માના મેળાપથી શ્રી વાસુદેવ મહારાજની દત્ત ઉપાસનાને વેગ પ્રાપ્તિ થઇ હતી.

ચોવીસ વર્ષની ઉંમર થઇ ત્યારે નરસોવા વાડીમાં સ્વામીજીને ભગવાન દત્તાત્રયમાં પ્રત્યક્ષ દર્શન થયાં હતા. માણગાવમાં દત્તમંદિર બાંધવાની ભગવાને આજ્ઞા કરી. સન 1805 ની વૈશાખ કૃષ્ણ પંચમીએ મંદિરમાં દત્તાત્રેય ભગવાનની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી હતી. સાત વર્ષ માણગાંવમાં રહી, પછી પત્ની જોડે તેઓ યાત્રા માટે નીકળ્યા. સન ૧૯૧૨માં અન્નપૂર્ણા બાઈનું અવસાન થઇ ગયું હતું. આ સમયે સ્વામીજી છત્રીસ વર્ષના હતા. પછી સ્વામીજી ઉજ્જૈનમાં વિરાજતા નારાયણ સ્વામી પાસે આવ્યા હતા , અને દીક્ષા ગ્રહણ કરી લીધી અને વાસુદેવાનંદ સરસ્વતી એવું એમને દીક્ષાનામ પ્રાપ્ત થયું.

તેમણે દીક્ષા લઇ લીધી પછી સ્વામીજીએ ભારત યાત્રા ચાલુ કરી , અને ૧૫-૪-૧૯૧૩ના રોજ સંધ્યાકાળે ગરુડેશ્વર પહોંચી એક  લીમડા નીચે પોતાનું આસન બિછાવ્યું. પછી ત્યાં ભક્તો આવવા માંડ્યા અને સ્વામીજી ફક્ત ભિક્ષા માટે જ કુટીરનો ઉપયોગ કરતા હતા. બાકીના સમય દરમિયાન તેઓ નર્મદાના કિનારે પૂર્વ તરફ આવેલા નારદેશ્વરના નાના શિવાલયમાં જ પોતાનો સમય પસાર કરતા હતા.

નારદેશ્વરનું પૌરાણિક મહત્ત્વ

આ મંદિરનું મહત્વ એવું છે કે આ જગ્યાની પસંદગી નારદજીએ પોતાની વૃત્તિઓને શાંત કરવા માટે કરી હતી અને શિવજી પ્રસન્ન થયા હતા. આ જગ્યાએ વિધાભ્યાસ અને યોગાભ્યાસ ખુબ જ ઝડપથી સિદ્ધ પણ થઇ જાય છે. સંવત ૧૯૭૦ની વૈશાખ શુકલ સપ્તમીએ દત્તમંદિરનું અહીં ખાતમુર્હૂત કરવામાં આવ્યું. મંદિર જેવું તૈયાર થયું એટલે તેની વ્યવસ્થા માટે સ્વામીજીએ પંચની નિયુકિત કરી અને તેમને તે મંદિર સોંપણી કરી દીધી.

તા.૨૪—૧૯૧૪ના દિવસે જેઠ વદી અમાસને રાત્રે સાડા અગિયારના સુમારે શ્રીદત્તને સામે ઉત્તરાભિમુખ બેસીને સ્વામી મહારાજે સાઠ વર્ષની ઉંમરે સમાધિ લઇ લીધી. બીજા દિવસે તેમના નશ્વર દેહને નર્મદાજીમાં પધરાવી દેવામાં આવ્યો.

પરમહંસ વાસુદેવાનંદ સરસ્વતીના લાખો ભકતો તેમનામાં આજે પણ દેશમાં ખુબ જ શ્રદ્ધા રાખે છે અને એમણે જ આ સ્થાનને આટલું જાગ્રત રાખવાની મહેનત કરી છે. ઇન્દોર રાજયનાં મહારાણી ઇન્દીરાબાઈ હોલ્કરને સ્વામીજીની કૃપા પ્રસાદી મળી હતી માટે તેમણે ગરુડેશ્વરના નર્મદાકિનારે પાકો ધાટ બંધાવેલો છે.

આ જગ્યા નર્મદાજીના કિનારે પૂરસંરક્ષકની ઓફિસ આવેલી છે. ચોમાસાના સમયે જયારે નર્મદાજીમાં પૂર આવતું હોય છે … ત્યારે, દૂરદર્શન, આકાશવાણી અને વર્તમાન પત્રોમાં ગરુડેશ્વર ખાતે નર્મદાની પાણીની સપાટીના સમાચારો આવતા હોય છે, માટે જ ગરુડેશ્વર નામ ખુબ જ પ્રખ્યાત થયું છે.

દત્ત મંદિર આ નાની નાની ટેકરીની વચ્ચે જ આવેલું છે. અને આ મંદિર અને તેની મૂર્તિ ખરેખર અદભુત છે. મંદિરની નીચે ચોગાનમાં બાંકડા પર બેસીને દત્ત ભગવાનની આરતી અને ભજનો સાંભળીને દત્તમય ના બને એવું શક્ય નથી ….. મંદિરની પાછળ ખુબ જ સુંદર લીલોતરીથી ભરપુર એક ટેકરી આવેલી છે. ત્યાં જો ચડીને જોવામાં આવે તો કુદરતના સાનિધ્યને માણી શકાય છે !!!! પહેલા તે જગ્યાએ ખાવાનું સારું ના મળતું પણ હવે ખુબ જ સારું મળી જાય છે. મુખ્ય રસ્તા ઉપર ધાબા જેવી હોટલોમાં રોટલો- સેવ ટામેટાંનું શાક અને ગોળ અને સાંજે ખીચડી કઢી એવું ખુબ જ સ્વાદિષ્ટ એવું કાઠિયાવાડી ખાવાની મજા કઈ અલગ જ હોય છે.

જો ત્યાંથી આગળ એટલે કે (કેવડીયા કોલોની )સરદાર સરોવર ડેમ અને નર્મદાના સામે કિનારે આવેલું ખુબ જ સુંદર ઐતિહાસિક અને રમણીય એવા સ્થળ રાજપીપળા પણ જઈ શકીયે છે. અને એનો લ્હાવો ખરેખર ભૂલવા જેવો નથી !!!

જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “Panchat” ને..

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

૧ લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?