જો તમે જાણી લેશો ચારોળીના ફાયદા, તો કરવા લાગશો તેનો ઉપયોગ

0
120

જો વાળનો ગ્રોથ વધારવોછે ફટાફટ તો કરો ચારોળીનો ઉપયોગ કરો , તેના છે અન્ય પણ ફાયદા 

ચારોળી એક ડ્રાયફ્રૂટની કેટેગરીમાં આવે છે. પરંતુ લોકોને તેના ફાયદા વિષે ખબર હોતી નથી. પહેલાં તો લોકો તેનો ઉપયોગ ખીર અને અમુક મિઠાઈઓમાં પણ કરતા હતા પણ હવે તેનો વપરાશ બંદ થઇ ગયો છે. આ સાવ સસ્તું ડ્રાયફ્રુટ છે પણ તેના ફાયદા ઘણા બધા છે. તો જાણી લો આજે આ લેખમાં તેના ફાયદા વિષે અને કરવા લાગો તેનો ઉપયોગ

માત્ર 8 થી 10 દાણા કરશે જાદુ :

ચારોળીમાં હાઈપ્રોટીન છે પણ સાથે જ કેલરી પણ લો હોય છે. તેમાં ડાયટરી ફાયબર પણ હોય છે. ચારોળીથી આપણું બોડી ક્લિન થાય છે. અને જો ચારોળીના 8-10 દાણા ખાવામાં આવે તો શરીરને ઘણા ફાયદા મળી શકે છે.

તેનું ઓઈલ પણ છે ગુણકારી :

ચારોળીને ખાવાની સાથે તેનું તેલ લગાવવા માટે થાય છે. અને આમ કરવાથી વાળના ગ્રોથમાં વધારો થાય છે અને ટેનિંગ પણ દૂર થાય છે. ચારોળીની પેસ્ટ અને તેના ઓઈલનો પણ ઉપયોગ થાય છે.

ચારોળી મદદ કરે વાળનો ગ્રોથ વધારવા માટે :

આનો લાભ મેળવવા માટે નારિયેળ તેલમાં 10-20 દાણા ચારોળી નાખવાના છે ત્યારબાદ આ તેલને 3 દિવસ તડકામાં રાખી દેવાનું છે 1 દિવસ છાયડામાં રાખ્યા બાદ રાતે આ તેલને વાળમાં લગાવીને શાવર કેપ પહેરી લેવી. ચારોળીમાં બી1, બી3 હોય છે જેને લીધે વાળના ગ્રોથમાં વધારો થાય છે. અને આ તેલથી બાળકો અને મોટાઓના વાળને પણ અસર થાય છે.

ટેનિંગ થાય છે દૂર :

ચારોળીથી ટેનિંગ દૂર થાય છે. ટેનિંગ દૂર કરવા માટે રાતે કાચા દૂધમાં 10 દાણા ચારોળી નાખો ત્યારબાદ તેમાં અડધી ચમચી મુલતાની માટી ઉમેરી દો. સવારે આ મિક્સરમાં પીસીને પેસ્ટ બનાવી લો. આનાથી સ્કિન ટેનિંગ ખતમ પણ થશે સાથે જ ત્વચાનો રંગ પણ ગોરો થશે.

સાંધાઓનો દુખાવો થાય છે દૂર :

જે લોકોને છે તકલીફ સાંધાઓમાં દર્દની તો તે લોકો માટે ચારોળી ખુબ જ ઉત્તમ ઉપાય છે. આનો લાભ મેળવવા માટે ચારોળી ગરમ દૂધમાં મિક્ષ કરો અને પછી ખાઓ. દૂધને ખુબ જ ઉકાળીને તેમાં થોડીક હળદર અને ચારોળી મિક્ષ કરીને ખાઓ તો ઘણો ફાયદો મળશે .

અલ્સર અને એસિડિટીમાં છે ઉત્તમ :

ચારોળી એન્ટીઈન્ફ્લામેટરી પ્રોપર્ટી ધરાવે છે. જો રોજ ચારોળીના થોડાં દાણા ખાવામાં આવે તો પેટમાં અલ્સર અને એસિડિટીની તકલીફ બરાબર થાય છે. અને સાથે જ ચારોળી ખાવામાં આવે તો સાયનસની પ્રોબ્લેમ પણ બરાબર થઇ જાય છે.

જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “Panchat” ને..

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

૧ લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?