જાણો ચૈત્રી નવરાત્રીમાં કયા 5 ઉપાયોથી દેવી માં થશે તમારા પર પ્રસન્ન

0
114

નવરાત્રી એટલે શું તો શક્તિની ઉપાસનાનો મહાપર્વ, નવરાત્રિમાં માતાની સાધના કરવાથી માતા તમારા પર પ્રસન્ન થશે દેવી માતા એના સાધકો પર આખું વર્ષ એમની કૃપા રાખે છે. શાસ્ત્રોમાં પણ ચૈત્ર નવરાત્રિમાં માતાને કઈ રીતે પ્રસન્ન કરી શકાય એના માટે ઘણા ઉપાય જણાવવામાં આવ્યા છે. અને જો કોઈ સાધક ખુબ જ ભક્તિ-ભાવથી આ ઉપાયો કરે છે તો એને સારું ફળ મળે છે. ચાલો તો જાણી લઇએ કે કઈ રીતે દેવી જગદંબાને પ્રસન્ન કરી શકાય એના 5 ઉપાયો વિષે :

જો શક્તિની સાધના કરવામાં આવે તો એનાથી માતા પ્રસન્ન થઈને એમના સાધકને ત્રિબિધ તાપ(દૈહિક, દૈવિક અને ભૌતિક)થી મુક્તિ આપે છે. અને માતા સાધકને સુખ સંપત્તિ અને આરોગ્યનો આશીર્વાદ પણ આપે છે.

* ચૈત્ર નવરાત્રિમાં દેવી દુર્ગાનો આશીર્વાદ મેળવવો છે તો એના પૂજામાં લાલ રંગના ફૂલનો ખાસરૂપે પ્રયોગ કરવો જોઈએ પરંતુ જો તમારે માતાને જલ્દી પ્રસન્ન કરવા છે તો નવરાત્રિના નવ દિવસમાંથી કોઈ પણ એક દિવસ તમારે કમળનું ફૂલ ચોક્કસથી ચઢાવવું જોઈએ એનું કારણ છે કે ધનની દેવી માં લક્ષ્મીને કમળનું ફૂલ અતિપ્રિય હોય છે અને આ ફૂલથી પૂજા કરવામાં આવે તો ધન-સંપદાનો આશીર્વાદ મળે છે.

કેટલીક વાર સાધકો શક્તિની સાધના કરતા કરતા એટલા લીન થઈ જતા હોય છે કે પૂજાના ઘણા નિયમોની પણ કાળજી રહેતી નથી. તો આ સમસ્યાનો ઉપાય શું છે એના વિષે પણ શાસ્ત્રોમાં જણાવેલું છે. જે લોકો દુર્ગા સપ્તશતી પાઠ નવરાત્રિમાં કરે છે, તો એમાં પણ ક્ષમા પ્રાર્થનાના પ્રાવધાન આવે છે. એનો અર્થ એ થાય છે કે જયારે પૂજાના સમયે કોઈ ભૂલ થાય તો તમે દુર્ગા શપ્તશતીના આખરેમાં ક્ષમા પ્રાર્થના વાંચી લેવી જોઈએ એનાથી માતાની માફી માંગી શકાય છે અને એવી રીતે તમારી પૂજા પૂરી થાય છે પરંતુ આપણે એવો જ પ્રયત્ન કરવો જોઈએ કે જ્યારે પણ મા ભગવતીની પૂજા કરીયે તો સાચા દિલથી પૂજા કરવી જોઈએ.

* જો આપણે આપણા ઘરમાંથી નકારાત્મક ઉર્જાને દૂર કરવી છે તો એના માટે નવરાત્રિના દિવસોમાં ઘરના મુખ્ય બારણા પર સ્વાસ્તિકનો નિશાન ચોક્કસ બનાવવો જોઈએ અને સાથે જ ગણપતિની પૂજા પણ વિધિ-વિધાનથી કરવી જોઈએ. એમ કરવાથી પૂજા કાર્યમાં જો કોઈ મુશ્કેલીઓ આવેતિ હોય એ પણ દૂર થાય છે.

* નવરાત્રિમાં કમળના ફૂલ પર બેસેલી માતા લક્ષ્મીની પૂજા કરવામાં આવે એને ઘણું જ શુભ માનવામાં આવે છે. એનાથી મા દુર્ગાની સાથે તમે લક્ષ્મીજી માતાની પણ કૃપા મેળવી શકો છો.

* જો આર્થિક મુશ્કેલીને દૂર કરવી છે તો એના માટે નવરાત્રિમાં માતાને લાલ રંગના કપડા અને કોડી અર્પણ કરવી જોઈએ. પછી એ લાલ કપડામાં કોડીને મૂકી તમારા ઘરમાં જ્યાં ધન રાખતા હોય એ જગ્યાએ રાખી દેવું.

* નવરાત્રિના નવ દિવસ દરમિયાન કળશ સ્થાપના અને અખંડ જ્યોતિની સાથે દેવી દુર્ગાની પણ ખાસ પૂજા કરાવી શકાય છે.

જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “Panchat” ને..

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

૧ લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?