ફોનનું રેડિયેશન કરે છે બાળકોને અસર, પેરેન્ટ્સ વાંચે ખાસ

0
342

જાણો શું થાય છે બાળકોમાં ટેકનોલોજીની આડઅસર

મિત્રો તમે જાણો જ છો કે આજના આ ટેકનીકલ યુગમાં કોમ્પ્યુટર અને મોબાઈલ ફોનનો વપરાશ ખુબ જ વધી ગયો છે. એટલું જ નહિ બાળકો ભલે ભણવામાં હોશિયાર હોય કે નહિ પણ મોબાઈલમાં તો બધું જ આવડતું હોય છે. કોમ્પ્યુટર અને મોબાઈલના ઉપયોગથી બાળકો સ્માર્ટ બને છે એ સાચું પરંતુ તેના વધુ પડતા ઉપયોગથી તેનાથી નુંકશાન પણ થાય છે. માટે એ ખુબ જ જરૂરી છે કે આપણે બાળકોને ટેકનોલોજીથી ટેવાયેલા બનતા અટકાવીએ.

એ વાતમાં કોઈ શંકા નથી કે મોબાઈલ ફોન અને સોસીયલ નેટવર્કીંગ સાઈટની મદદથી આપણે કોઈ પણ વ્યક્તિનો ફક્ત સેકન્ડમાં જ કોન્ટેક કરી શકીએ છીએ. માતા પિતા પણ આવું જ વિચારીને પોતાના બાળકોને સાવ નાની ઉમરમાં જ મોબાઈલ અને લેપટોપનો ઉપયોગ કરતા શીખવી દેતા હોય છે. આજકાલ મોટેભાગે પેરેન્ટ્સ નોકરિયાત હોય છે તેથી તેઓ તેમના બાળકો સાથે કોન્ટેક્ટ માં રહી શકે તેના માટે બાળકોને મોબાઈલ ફોન આપતા આપણે જોયું છે. પરંતુ સમસ્યા ક્યારે ઉભી થાય છે જ્યારે તે જ બાળક તેનો આદિ બનતો જાય છે.

ઘણા પેરેન્ટ્સ એવા પણ હોય છે કે જે બાળકને શાંત કરાવવા માટે તેમના હાથમાં સ્માર્ટ ફોન આપી દેતા હોય છે. પરંતુ શું તમે જાણો છો કે તે ટેવથી બાળકના અભ્યાસ અને રોજીંદી દિનચર્યામાં ખુબજ આડઅસર થાય છે.

ટેકનોલોજી એટલે કે મોબાઈલ, કોમ્પ્યુટર, ઈન્ટરનેટ વગેરે અને આ બધી જ ટેકનોલોજી આજે આપણી સામે એક જરૂરત બનીને ઉભી રહી ગઈ છે.એ વાત સાચી કે આ ટેકનોલોજી જીવનને સરળ બનાવે છે. પરંતુ ક્યારેક આ જ જરૂરત હદથી વધારે આગળ વધી જતી હોય છે. તમે મોટેભાગે મોબાઈલ કે સોસીયલ નેટવર્કીંગ સાઈટ પર જ તમારો વધારે પડતો સમય વિતાવવા લાગો. તમે તેના વગર જો એક કલાક પણ રહી ના શકતા હોય તો તેને ટેકનોલોજીનું એડીક્શન કહી શકાય.

તાજેતરના રીચર્સ અનુસાર જાણવા મળ્યું છે કે એડીક્શનનો શિકાર બનવામાં બાળકો વધારે પડતા હોય છે. જો કે યુવાનોના આંકડા પણ ઓછા નથી. પરંતુ બાળક પર તેની અસર ઝડપથી થાય છે. મિત્રો 15 થી 16 વર્ષથી નાના બાળકોને મોબાઈલ કે કોમ્પ્યુટરનો ઉપયોગ ના કરવા દેવો જોઈએ. પરંતુ આજના વ્યસ્ત જમાનામાં માતા પિતા બાળકોને ખુબ જ નાની ઉમરમાં મોબાઈલ ફોન હાથમાં પકડાવી દે છે. અને એક વાર જો આ ટેકનોલોજી બાળકના હાથમાં નાની ઉમરમાં જ આવી જાય તો બાળક ઈન્ટરનેટ, ઓનલાઈન ગેમ્સ અને સોસીયલ નેટવર્કીંગને જ પોતાની દુનિયા માની લેતું હોય છે. પરંતુ હવે કોઈ પણ પેરેન્ટ્સ જો પોતાના બાળકને મોબાઈલ આપે છે તો તેની પહેલા તેની આડઅસરો વિશે આજે અમે તમને જણાવીશું

ટેકનોલોજીથી થતી આડઅસરો

બાળક સ્કૂલમાં ક્લાસમાં વ્યવસ્થિત ધ્યાન આપતું નથી . બાળકને શાળામાં પણ ઊંઘ આવે છે અને હંમેશા દરેક સમયે તે ઊંઘના મૂડમાં જ રહે છે.

બાળકથી પોતાનું હોમવર્ક સમયે પૂરું થતું નથી. તે વધારે વધારે ટેકનોલોજીથી એડિક થતું જાય છે. તેમજ તેનું એકેડેમિક પર્ફોમન્સ પણ દિવસેને દિવસે ઘટવા લાગે છે.

બાળકની ખાવા પીવાની આદતો બદલાતી જાય છે. ટેકનોલોજી પાછળ તેને ખાવા પીવાનું કે સુવાનું કોઈ વસ્તુમાં ધ્યાન રહેતું નથી. બાળક પોતાના મિત્રોને મળવા તથા ઘરના સભ્યો સાથે બેસીને વાતો કરવાને બદલે તે બાળક પોતાનો મોટાભાગનો સમય કોમ્પ્યુટર અને મોબાઈલ પર વિતાવવાનું પસંદ કરે છે. તેથી તે બાળકનો સર્વાંગી વિકાસ અટકાવે છે.

કોમ્પ્યુટર અને વિડીયો ગેમના માટે થઈને તે બાળક ખોટું બોલવાનું શરુ કરી દે છે.બાળકો સામાજિક વાતાવરણમાં ભળી શકતા નથી. બાળક પરિવારમાં કોઈ સાથે હળીમળીને વાત કરી શકતું નથી. તેમજ તેને આઉટડોર ગેમ્સ બાળકને બોરિંગ લાગે છે.

જો તે ઓનલાઈન ન હોય અથવા તો તેની પાસે મોબાઈલ ના હોય કે જો તેને તે ટેકનોલોજીથી દુર કરીયે તો તે કંઈક અજીબ પ્રકારનું વર્તન કરે છે. બાળક ચીડચીડિયો થઇ જાય છે.એવું બને કે તેની પાસે ટેકનોલોજી થોડીવાર માટે ન હોય ત્યારે પણ બાળક ફક્ત તેના વિશે વિચારતો રહે છે.

તેના સિવાય બાળકના સ્વાસ્થ્ય પર પણ ઘણી ખરાબ અસર થઇ શકે છે.

 • બાળકને ઓબેસિટી , હાઇપરટેન્શન અને ઇન્સોમનીઆ તકલીફ થઇ શકે છે
 • એકધારું મોબાઇલસ્ક્રીન પર જોવાથી આંખ પર તાણ પડે છે. તેમજ આંખોની શક્તિ નબળી પડે છે.
 • બાળક કોમ્પ્યુટર વિઝન સિન્ડ્રોમનો શિકાર બને છે.
 • બાળકને ગરદન અને ખભામાં દુઃખાવાની તકલીફ થાય છે.
 • નાની ઉમરમાં જ કમર તેમજ પીઠનો દુઃખાવો પણ થઇ જતો હોય છે.
 • આ ઉપરાંત કોન્સન્ટ્રેશનમાં ઉણપ થઇ જાય છે.
 • હવે જાણીયે શું કરવું જોઈએ બાળકોને મોબાઈલ ટેક્નોલોજી થી દૂર રાખવા

  બાળકનો મોબાઈલ કોમ્પ્યુટરના ઉપયોગ પર સમય નિયંત્રણ રાખવું ખુબ અગત્યનું બનતું જાય છે .

  આપણે બાળકને મોબાઈલ લેપટોપ કે કોઈ ગેઝેટ આપીયે પહેલા તેના માટે કેટલાક નિયમો બનાવી લેવા જોઈએ અને ફરજીયાત બાળકને તે નિયમો  અનુસરવા કહેવું જોઈએ.

  રરાતે મોડા સુધી સુધી બાળકને ગેઝેટ્સનો ઉપયોગ ના કરવા દેવો અને એમની સામે આપણે પણ ગેજેટ નો ઉપયોગ મોડા સુધી ના કરવો જોઈએ

  તેની દિવસ દરમિયાન ની એક્ટીવીટીની સંપૂર્ણ માહિતી રાખવી.

  આજકાલ ઘણા એવા સોફ્ટવેર પણ ઉપલબ્ધ છે. જે બધી સાઈટને ફિલ્ટર કરે છે. જેથી કોઈ અશ્લીલ ખરાબ સાઈટ્સ ખુલેજ નહિ . આ વાતની ખાસ કાળજી રાખવી જોઈએ .

  બાળકને પન જણાવવું કે ટેકનોલોજીના વધારે પડતા ઉપયોગથી શું નુંકશાન થાય છે અને તેમને માહિતગાર કરવા.

  આજના હાઈટેક યુગમાં બાળકને સાવ ટેકનોલોજીથી દુર રાખીએ તે શક્ય નથી. પરંતુ બાળકને તેનાથી એડિક થતા તો જરૂરથી અટકાવી શકીયે છે એ માટે એક બેસ્ટ ઉપાય છે કે તેમને વધારે સમય માટે ફોનજ ના આપવો અને આપણે પણ ન વાપરવો જોઈએ.

  જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “Panchat” ને..

  આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

  ૧ લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?