જાણો કમરના દુખાવાને ભગાવાના આસાન ઉપાયો

0
90

કમરનો દુઃખાવો દુર કરો આ 5 સરળ ઉપાયથી

જેમ જેમ ઉંમર થાય ઘણી બધી શારીરિક બીમારીઓ થતી હોય છે. અને અમુક તો ખુબ જ ભયાનક સાબિત થાય છે અને તે છે કમરનો દુઃખાવો. આપણી રૂટિન જીંદગી એવી થઇ ગઈ છે કે હવે તો યુવાનોમાં પણ આ તકલીફ જોવા મળે છે. પરંતુ મોટી ઉંમરના લોકો અને સ્ત્રીઓ માટે તો આ સમસ્યા રહેતી જ હોય છે. અને આ એક એવી સમસ્યા છે જે ઘણા વર્ષો સુધી રહે છે અને તેનાથી છૂટકારો કેવી રીતે મેળવવો તે એક પ્રશ્ન બની જાય છે.

પરંતુ હવે ચિંતા કરવાની જરૂર નથી કારણકે આજે અમે એવો સચોટ ઉપાય જણાવા જય રહ્યા છે જેનો પ્રયોગ કરવાથી તમારી કમરનો દુઃખાવો હંમેશા માટે જતો રહેશે.

કમરના દુઃખાવો થવાના મુખ્ય કારણો

► જો શરીરનું વજન વધ્યું છે તો 

જો તમારા શરીરનું વજન વધ્યું છે તો તમારી કમર દર્દની સમસ્યા હોઈ શકે છે કારણકે તમારા શરીરનો અડધાથી વધુ ભાર તમારી કમર પર જ આવતો હોય છે.

► વધારે વજન ઉપાડી લેવાથી

વધારે વજન ઉપાડી લેવાથી પણ આ સમસ્યા થઇ શકે છે. માટે તમારે તમારી ક્ષમતા હોય તેટલું જ માપમાં જ વજન ઉપાડવું જોઈએ.

► સુવાની રીત ખોટી હોય 

કેટલીક વાર અમુક ખોટી રીતે સુવાઈ જાય ત્યારે પણ તમને બીજા દિવસે ઉઠતાંવેંત જ શરીર દુઃખવા માંડે છે. એનાથી પણ કમરનો દુઃખાવો શરુ થઇ જાય છે.

► ખોટી રીતે ઉભું થવાથી અથવા તો નીચે નમવાથી

રોજબરોજના જીવનમાં આપણે કેટલીક વાર એવી રીતે બેસતાં હોઈએ છે અથવા તો ઉભા થતાં હોઈએ છીએ જેનાથી આપણી કમર પર વધારે ભાર પડે હોય છે અને તેના કારણે કમરનો દુઃખાવો શરુ થઇ જાય છે.

► માંસપેશીઓ ખેંચાવું 

ઘણી વાર તમે કૈંક અલગ કામ કરતા હોવ છો જે સામાન્ય રીતે નથી કરતા. અને ઉતાવળમાં કે ઝડપથી કરેલા કામને લીધે પણ માંસપેશીઓમાં દબાણ આવી શકે છે અને આ ખેંચાણના અંતે એ કમર દર્દનું કારણ બની જાય છે.

કમર દર્દના ઘરેલું ઉપાયો

► સરસવનું તેલ અને લસણનો ઉપચાર

 

જો તમને કમરના દુઃખાવાની સમસ્યા રહેતી હોય તો તમારા માટે સરસવનું તેલ અને લસણનો પ્રયોગ એ કમરના દુઃખાવા માટે અકસીર ઈલાજ છે. તેના માટે તમે 3 થી 5 ચમચી સરસવનું તેલ લઇ લો અને પાંચ લસણની કળી બંનેને એકસાથે ગરમ કરો. જ્યાં સુધી આ લસણની કળીઓ કાળી ન થઇ જાય ત્યાં સુધી ગરમ કરો. ત્યારબાદ તેને ઠંડુ પડવા દો. ઠંડુ પડ્યા પછી દુઃખાવાની જગ્યાએ માલીશ કરો.દરરોજ સુતી વખતે તમે માલીસ કરો . થોડા જ સમયમાં કમરનો દુઃખાવો જડથી નાબુદ થવા લાગશે.

► ગરમ પાણીનો શેક 

જો તમને વધારે કમરમાં દુઃખતું હોય તો ગરમ પાણીના શેક કરવાથી આ દુઃખાવો દુર થવા લાગે છે.

► અજમો

અજમો એ કમરના દુઃખાવા માટે  ઘણી જ સારી દવા છે. એના માટે અડધી ચમચી અજમો લઈને તવા પર થોડો ગરમ કર્યા પછી તેને ઠંડો થવા દો, ત્યારબાદ તેને ચાવી ચાવીને ખાઈ જાવ અને તેની ઉપર 1 ગ્લાસ પાણી પી જવાનું છે. આ પ્રયોગ તમારે સતત 7 દિવસ સુધી કરવાનું છે આવું કરવાથી 100% કમરના દુઃખાવામાં રાહત મળે છે.

► ગરમ મીઠાનો શેક

ગરમ મીઠાનો શેકથી કમરદર્દ માં રાહત મળે છે અને એ કમર દર્દ માટે ખુબજ અગત્યનો ઉપાય છે. તેના માટે મીઠાને થોડું ગરમ કરી એક કપડા અથવા ટુવાલમાં નાખીને લેવાનું છે અને પછી શેક કરવો.

► ગરમ અને ઠંડુ

ગરમ અને ઠંડુ આનો મતલબ એ કે પહેલાં ગરમ પાણીથી શેક કરવાનો અને ત્યારબાદ તે જગ્યા પર બરફ લગાવવાનો .

દોસ્તો હવે આ લેખ વાંચ્યા પછી અમે ઈચ્છા રાખીયે છે કે હવે તમને કમરના દુઃખાવામાં ચોક્કસથી રાહત મળી હશે. કમરનો દુઃખાવો એ એવી સમસ્યા છે કે તે એક વાર દુર થયા પછી પણ જો તેની બરાબર રીતે કાળજી ન લેવામાં આવે તો તે ફરીથી થઇ શકે છે.

જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “Panchat” ને..

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

૧ લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?