કેન્સરથી બચવું છે તો રાખો 6 વાતોનું ધ્યાન , નહીતો આવશે ખરાબ પરિણામ !!!

0
46

કોઈ પણ વ્યક્તિ કેન્સરનું નામ સાંભળે એટલે વ્યક્તિને ખુબ જ ડર લાગે છે , અને આ રોગ એવો છે કે નાના બાળકોથી માંડીને મોટા સુધી કોઈ પણ વ્યક્તિને થઇ શકે છે , આ બીમારી શરૂઆતમાં તો સામાન્ય લાગે છે પણ જો સમયસર કેન્સરને ઓળખી લઈએ અને એનો ઉપચાર કરી લેવામાં આવે તો તેના સેલને નાશ પણ કરી શકાય છે પણ જો આ બીમારીને સમયસર ના ઓળખી લઈએ તો એનો ઉપચાર શક્ય નથી બનતો ,આપણા દરેકના શરીરમાં ઘણા ખરાબ એવા સેલ્સ હોય છે અને આપણા શરીરમાં હંમેશા ખરાબ સેલ્સનો નાશ થતો હોય છે અને નવા સેલ્સ જનમતા હોય છે પરંતુ કૈંસરની બીમારી થાય તો ત્યારે સફેદ અને લાલ રક્ત કોશિકાઓનું સંતુલન બગડતું હોય છે. અને એના કારણે સેલ્સ વધવાનું કામ નિયંત્રણમાં રહેતું નથી અને કેન્સરના સેલ્સ શરીરમાં સારા સેલ્સના કામમાં અડચણ ઉભી થતી હોય છે અને કેન્સરના સેલ્સ આપણા શરીરમાં નવા બીમાર સેલ્સ બનાવવાનું કામ કરે છે અને જે અંગોમાં આ સેલ્સ બને છે તો એના અંગનું કાર્ય પ્રભાવિત થાય છે પણ કેટલીક વસ્તુ એવી પણ હોય છે જેનાથી કેન્સર ના ફેલાય એને રોકી શકીયે છે જો આપણે આપણી જીવનશૈલીને નિયમિત રાખીએ તો જ કેન્સર જેવી ગંભીર સમસ્યાથી બચી શકીયે છે. તો આજે આપણે આ લેખમાં કેન્સર જેવી બીમારીથી કઈ રીતે બચી શકાય એના વિષે માહિતી મેળવીશું.

1. નિયમિત રીતે વ્યાયામ

જો તમે કેન્સર જેવા ગંભીર રોગોથી બચવા ઈચ્છો છો તો આપણે નિયમિત રૂપે વ્યાયામ તો કરવું જ જોઈએ , એક અધ્યયનમાં માહિતી મળેલ છે કે જે સ્ત્રીઓ નિયમિતરીતે વ્યાયામ કરતી હોય છે તો એમનામાં બ્રેસ્ટ કેન્સર થવાની સશક્યતામાં ઘટાડો થાય છે , જો તમારે કેન્સરની બીમારીથી બચવું છે તો અઠવાડિયામાં આશરે 5 દિવસ માટે લગભગ ૩૦ મિનીટ જેટલો વ્યાયામ કરવો જોઈએ.

2. ધુમ્રપાન થી બચવું

જો તમે ધુમ્રપાન છોડી શકો તો એના કારણે કેન્સર થવાનો ભય ઓછો થઇ જાય છે. ધુમ્રપાન કરતા હોય એવા વ્યક્તિઓના શરીરમાં નિકોટીન પ્રવેશી જાય છે અને તેનાથી ઘણા પ્રકારના કેન્સર થઇ શકે છે અને ધુમ્રપાનથી ફેફસા અને મુખના કેન્સરને ફેલાવવાનું કાર્ય કરે છે, એ બધા કારણોથી જ તમારે ધુમ્રપાનથી બચવું જોઈએ અને સ્મોકિંગ એરિયામાં પણ જવાથી બચવું જોઈએ.

3. વધારે પડતું ખાંડ અને મીઠાનું સેવન ના કરવું

જો તમે કેન્સરના ભયને ઓછું કરવું છે તો તમારે વધારે પડતી મીઠાઈઓનું સેવન ના કરવું જોઈએ અને રસોઈમાં મીઠાની માત્રા પણ સામાન્ય જ રાખવી જોઈએ અને ખાંડમાં લો ફાઈબર હોય છે જેનાથી આપણા શરીરની પોષક ક્ષમતા પણ નબળી થાય છે અને જો મીઠાનું વધુ પડતું સેવન કરીયે તો પેટનું કેન્સર થવાની શકયતા પણ રહે છે અને માટે જ આપણે આ બંને વસ્તુઓનું સેવન યોગ્ય માત્રામાં કરવું જોઈએ.

4.રેડ મીટ ખાવાનું ટાળો

જો તમે વધારે પડતું રેડ મીટનું સેવન કરો છો તો એના કારણે પ્રોસ્ટેટ કેન્સરની પણ શકયતા વધી જાય છે અને એક અધ્યયન મુજબ જો રેડ મીટ ખાવામાં આવે તો પ્રોસ્ટેટ કેન્સરની શકયતામાં ૧૨% નો વધારો થાય છે , અને જો સ્ત્રીઓ રેડ મીટનું વધારે પડતું સેવન કરે છે તો સ્ત્રીઓને બ્રેસ્ટ કેન્સર થવાની શકયતામાં વધારો થાય છે માટે જ રેડ મીટ ના ખાવું જોઈએ.

5. પારંપારિક રીતે જમવાનું ના બનાવવું

આજકાલ લોકો પોતાનો સમય બચાવવા માટે રસોઈ માઇક્રોવેવમાં બનાવતા હોય છે અને તેનાથી જમવાની પૌષ્ટિકતા નાશ પામે છે તો આપણે હંમેશા જમવાનું ઉકાળી અને વરાળથી બનાવીએ એવો જ પ્રયત્ન કરવો જોઈએ , અને જમવાનું ઠંડુ થઇ ગયું હોય અને પાછું ગરમ કરીને તેને ખાતા હોય છે એવું પણ ના કરવું જોઈએ.

6. સ્વસ્થ આહાર લેવો

જો તમે ઈચ્છો છો કે કેન્સરથી તમે બચી શકો તો એના માટે વિટામીન અને પોષણ યુકત આહાર જ લેવો જોઈએ અને તમારો જે ડાયેટ ચાર્ટ હોય એમાં લીલા અને પાંદડાવાળા શાકનો ચોક્કસથી સમાવેશ કરવો જોઈએ , ડાયેટમાં ઈંડા મશરૂમ ગાજર પતા ગોબી ટમાટર વગેરે જેવા પણ શાકનું સેવન કરવું જોઈએ કારણ કે શાક અને ફળોમાં પુષ્કળ માત્રામાં ફાઈબર હોય છે અને એનાથી આપણને કેન્સરથી બચવામાં પણ ઘણી જ મદદ કરે છે.

જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “Panchat” ને..

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

૧ લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?