આજે આ લેખમાં આપણે જાણીશું કે બોલીવુડના સ્ટાર્સની ફેવરિટ ડીશ કઈ છે ?

0
90

ચાલો જાણીયે સેલિબ્રિટીઓની ફેવરિટ ડીશ વિષે  

હંમેશા સ્ક્રિન પર ફિટ એન્ડ ફાઈન દેખાતા હોય એવા બોલીવૂડના બધા સ્ટાર પોતાની ફેવરિટ ડીશ માટે ઘણા જ ફૂડી હોય છે. ખાસ તો જો તેમને પોતાનું મનગમતું ભોજન મળી જાય ત્યારે તે ખુબ જ મજા લે છે. રિપોર્ટમાં જાણ્યા મુજબ જ્યારે સેલિબ્રિટીઓ આ ડિશ જોઈ જાય એટલે તેઓ પોતાના પર કંટ્રોલ કરી શકતા નથી અને પોતાના કામમાંથી થોડો બ્રેક લઈને તે ડીશ મસ્ત રીતે એન્જોય કરે છે. તો ચાલો જોઈએ કે બોલીવૂડના જાણીતા સેલિબ્રિટીઓને કઈ ફૂડ ડીશ ભાવે છે સૌથી વધુ

દીપિકા પદુકોણ 

હમણાં એવા સમાચાર વાઈરલ થયા હતા કે, એક હોટેલમાં દીપિકાના નામે એક ઢોસો મળી રહ્યો છે. ખરેખર એ વાત સાચી છે દીપિકાને સાઉથ ઈન્ડિયન વાનગી બહુ જ ભાવે છે. અને તે તેની ફેવરિટ ડીશ છે. જો વાત કરીયે અમેરિકાની તો ત્યાં એક રેસ્ટોરાંમાં તેના નામે ઢોસો પીરસવામાં આવે છે. સાઉથની ઘણી બધી વાનગીઓમા ઢોસા તેને સૌથી વધુ ભાવે છે. સાથે જ તેને સાંભાર અને ચટ્ટણી પણ બહુ જ ભાવે છે.

કિંગ ખાન 

જો બોલીવૂડના કિંગ ખાનની ફૂડ માટેની વાત કરીયે તો તે ફૂડને માટે ઘણા ચૂઝી છે. ખાસ તો તેમને સાદી અને સિમ્પલ ઈન્ડિયન ડીશ ખૂબ જ ભાવે છે. પણ જો ફેવરિટ ડિશની વાત કરીયે તો તેમાં ચિકનનો સમાવેશ થાય છે. કિંગ ખાન ચિકનને વધુ પસંદ કરે છે. પરંતુ, રોજિંદા ખોરાકમાં તે સાદુ ભોજન જ ખાય છે.

સલમાન ખાન 

જો બોલીવૂડના ‘દંબગ’ ખાનની ફેવરિટ ડિશની વાત કરીયે તો સલમાન ખાનને ઉત્તર ભારતની કોઈ પણ ડીશ ઘણી જ ભાવે છે પરંતુ જો તેની કોઈ સ્પેશ્યલ ડીશની વાત કરીયે તો બિરિયાની તેની સુધી મનભાવતી ડીશ છે. મુંબઈમાં ઘણી એવી જાણીતી જગ્યાઓની બિરયાની તેણે ટેસ્ટ કરી છે.

અક્ષય કુમાર 

અક્ષય કુમાર ફિટનેસ આઈકોન અને બોલીવૂડનો કોમેડી એક્ટર તરીકે ઓળખાય છે અને અક્ષય કુમાર ભલે સાંજે કંઈ જમતા ના હોય પણ જો તેની ફેવરિટ ડીશ હોય તો તે છે થાઈ ગ્રીન કરી અને ઢોસા. પણ નિયમિત રીતે તેમનું ભોજન સાદું જ હોય છે.અને ઢોસા જોડે જે ચટણી હોય તે તેને ખુબ જ ભાવે છે.

જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “Panchat” ને..

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

૧ લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?