શું તમે જાણો છો બોલીવુડની આ 5 અભિનેત્રીઓએ નિભાવ્યો છે વિલનનો રોલ ?

0
11

જો આપણે બોલિવૂડની ફિલ્મોની વાત કરીયે તો સામાન્ય રીતે એમાં હીરો, હિરોઈન અને વિલન એમ 3 રોલ હોય છે અને ફિલ્મમાં હીરો અને હિરોઈનની લવ સ્ટોરી ચાલતી હોય અને એમાં વિલનની એન્ટ્રી થાય અને પછી છેલ્લે હીરો અને હિરોઈન મળી જાય આપણે મોટેભાગે એવી સ્ટોરી ઘણા ફિલ્મોમાં જોઈએ છે અને સામાન્ય રીતે એમાં વિલનનો રોલ પણ અભિનેતા જ નિભાવતા હોય છે, પણ આજે આ લેખમાં આપણે એવી અભિનેત્રીઓ વિશે જાણીશું કે જેમણે ફિલ્મોમાં વિલનની પણ ભૂમિકામાં કરી છે. ચાલો તો જાણી લઈએ કે આ લિસ્ટમાં કોનો કોનો સમાવેશ થાય છે ?

પ્રિયંકા ચોપડા

પ્રિયંકા કે જેણે હજી ગયા વર્ષે જ નિક જોનાસ સાથે લગ્ન કર્યા છે એણે પોતાની કરિયરની શરૂઆતમાં જ એક ફિલ્મ કરી હતી ” એતરાજ ” . આ ફિલ્મમાં તેણે વિલનની ભૂમિકા ભજવી હતી અને એક ખાસ વાત કે આ રોલ માટે તેણે ઘણા જ એવોર્ડ મેળવ્યા હતા પણ સાથે જ એણે દર્શકોની પણ ઘણી પ્રશંસાઓ મેળવી હતી.

કોંકણા સેન શર્મા

એક સમય એવો હતો કે બોલિવૂડમાં કોંકણા સેન શર્માએ પણ વિલનનો રોલ નિભાવ્યો હતો. તેણે ” ડાયન ” ફિલ્મમાં વિલનનો રોલ કર્યો હતો અને લોકોને આ રોલ પણ ઘણો જ પસંદ આવ્યો હતો પણ આ ફિલ્મને બોક્સ ઓફીસ પર બહુ વધારે સફળતા નહતી મળી આ પાત્ર માટે કોંકણાએ ઘણી પ્રશંસા મેળવી હતી.

કાજોલ

જાણી લો કાજોલ વિષે કે જે એક સમયે બધાની ફેવરિટ અભિનેત્રી હતી એણે પણ વિલનનો રોલ કર્યો છે. દિલવાલે ફિલ્મમાં તે એક રીતે હિરોઈન અને વિલન બંને રોલમાં દેખાઈ હતી. સાથે જ તેણે ગુપ્ત ફિલ્મમાં પણ વિલનનો રોલ અદા કર્યો હતો.

એશ્વર્યા રાય બચ્ચન

ઐશ્વર્યા રે બચ્ચનનો સમાવેશ બોલિવૂડની સૌથી ખૂબસૂરત અભિનેત્રીઓમાં થાય છે અને એણે પણ ફિલ્મોમાં વિલનનો રોલ અદા કર્યો છે. જાણી લો કે ઐશ્વર્યાએ ફિલ્મ ” ખાકી ” માં વિલનનો અદા કર્યો હતો. આ ફિલ્મમાં ઘણા અભિનેતા દેખાયા હતા, સૌ પ્રથમ વાર આ ફિલ્મમાં તેણે વિલનની ભુમિકા કરી હતી.

અમૃતા સિંહ

જાણી લો કે અમૃતા સિંહે પણ બોલિવૂડમાં ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે , પરંતુ અત્યારે તે બહુ ઓછી દેખાય છે. અમૃતાએ ફિલ્મ કલયુગમાં વિલનની ભૂમિકા અદા કરી હતી. આ પાત્ર લોકોને ખુબજ ગમ્યું હતું, અને એના અભિનયની લોકોએ પ્રશંસા પણ ખુબ જ કરી હતી.

જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “Panchat” ને..

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

૧ લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?