રુદ્રાક્ષની માળા લઈને બોલો ફક્ત 1 મંત્ર અને કરો બિલીના ઝાડની પૂજા , તમારી બધી જ તકલીફો થશે દૂર

0
34

આ માહિતી છે સ્કંદપુરાણમાં :
ધર્મ ડેસ્ક: આપણે ભગવાન શિવજીની પૂજા કરવી હોય તો એમાં બિલીનો ચોક્કસથી સમાવેશ થાય છે  બિલીને જ શિવપુરાણમાં ભગવાન શિવનું એક સ્વરૂપ ગણવામાં આવે છે માટે જ જો આપણે બીલીના ઝાડની પૂજા કરીયે તો આપણા ઉપર શિવજીની કૃપા રહે છે અને આપણા જીવનમાં જે કોઈ તકલીફો હોય તો એ પણ દૂર થાય છે. બિલીના ઝાડને બીજું શ્રીવૃક્ષ તરીકે પણ ઓળખવામાં આવે છે અને શ્રી નો અર્થ થાય લક્ષ્મી, માટે તેને લક્ષ્મીજીનું પણ એક સ્વરૂપ માનવામાં આવે છે. તેથી જ જો બિલીની પૂજા કરવામાં આવે તો ભગવાન શિવજીની કૃપા તો આપણા ઉપર રહે જ છે , સાથે જ આપણા પર લક્ષ્મીજીની પણ કૃપા રહે છે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માએ આપેલી માહિતી પ્રમાણે, જો કોઇની કુંડળીમાં ગ્રહને લગતા કોઈ દોષ રહેલા છે અથવા ગરીબી દૂર જ નથી થતી તો બિલીની પૂજા કરવાથી ઘણું જ શુભ ફળ મળે છે. જાણી લઈયે બિલીના ઝાડની પૂજા વિધિ અને તેમાં બોલવામાં આવતા મંત્ર વિષે …

કઈ રીતે કરશો પૂજા ?

સવારના સ્નાન કર્યા પછી સફેદ કપડાં પહેરવાના અને પછી જ બિલીના ઝાડની પૂજા કરવી જોઇએ. જો આ પૂજા સોમવારના દિવસે કરવામાં આવે તો ઘણી જ શુભ રહે છે. આ પૂજા કરતા સમયે ચંદન, ફૂલ, વસ્ત્ર, તલ, અનાજ વગેરે વસ્તુઓ ચઢાવવી જોઈએ અને ધૂપ અને દિવો કરો અને પછી અમે નીચે જે મંત્ર જણાવેલો છે એ મંત્રનો જાપ કરવાનો છે. રુદ્રાક્ષની માળા લઈને આ મંત્રનો જાપ કરવાનો છે. આ મંત્રનો જાપ 108 વખત કરવાનો છે.

મંત્ર

श्रीनिवास नमस्तेस्तु श्रीवृक्ष शिववल्लभ।
ममाभिलषितं कृत्वा सर्वविघ्रहरो भव।।

– જો શિવલિંગ પર બિલી ચઢાવવામાં આવે તો તમારા  ઉપર પણ  શિવજીની કૃપા બની રહે છે અને તમારી બધી જ ઈચ્છાઓ પણ ચોક્કસથી પુરી થાય છે.
– જયારે શિવલિંગ પર બિલી ચઢાવીએ તો એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું હોય છે કે ,એમાં એક બી પાન ફાટેલું અથવા તો કટ થયેલું ના હોવું જોઇએ.
– જો કોઈ વ્યક્તિ રોજ સવારે બિલીના ઝાડને જળ ચઢાવે છે તો તેના બધા જ ગ્રહ દોષ દૂર થાય છે અને પિતૃ દોષને લગતી અશુભ અસર પણ ઘટે છે.

જાણો શું કહ્યું છે સ્કંદપુરાણમાં?

સ્કંદપુરાણમાં જે લખ્યું છે તે પ્રમાણે એકવખત દેવી લક્ષ્મીએ જયારે પોતાના કપાળ પરનો પરસેવો લૂછ્યો, અને એમાંથી જે થોડાક ટપકાં મંદાર પર્વત પર પડ્યા અને એમાંથી જ બિલીનું ઝાડ ઉગ્યું હતું. માટે જ આ ઝાડનાં મૂળમાં ગિરિજા, થડમાં મહેશ્વરી અને ડાળીઓમાં દક્ષાયની, પત્તાંમાં પાર્વતી, ફૂલમાં ગૌરી અને ફળમાં દેવી કાત્યાયનીનો વાસ રહેલો છે.

જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “Panchat” ને..

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

૧ લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?