વર્ષ 2019 માં થશે ફિલ્મોનો વરસાદ, રિલીઝ થાવ જઈ રહી છે 11 ફિલ્મસ

0
258

જો વર્ષ 2018 ની વાત કરીયે તો બોલીવૂડ માટે તે સફળ રહ્યું, આયુષ્માન ખુરાનાની ‘બધાઇ હો’ અને આલિયા ભટ્ટની ‘રાઝી’ ફિલ્મથી લોકોને ઘણું મનોરંજન મળ્યું. ત્યારે હવે એવું લાગે છે કે 2019 પણ બોલીવૂડ માટે ઘણું મહત્વનું સાબિત થશે કારણ કે આ વર્ષ દરમિયાન બોલીવૂડના મોટા સ્ટાર્સની ફિલ્મ રિલીઝ થવાની છે.

મણિકર્ણિકા- ધ ક્વીન ઓફ ઝાંસી

કંગના રાણાવતની ફિલ્મ ‘મણિકર્ણિકા- ધ ક્વીન ઓફ ઝાંસી’ 25 જાન્યુઆરીએ રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મમાં કંગના રાણાવતને ઝાંસીની રાણી લક્ષ્મીબાઇનું પાત્ર આપવામાં આવ્યું છે. ફિલ્મના ટ્રેલર જોઈને દર્શકોએ ઘણો સારો પ્રતિસાદ આપ્યો છે. આ ફિલ્મનું જેવું શૂટિંગ ચાલુ થયું હતું ત્યારથી આ ફિલ્મની ઘણી ચર્ચા થઇ રહી છે.

એક લડકી કો દેખા તો ઐસા લગા

‘એક લડકી કો દેખા તો ઐસા લગા’માં પિતા-પુત્રી અનિલ કપૂર અને સોનમ કપૂર પહેલીવાર સ્ક્રીન પર દેખાવાના છે. ફિલ્મની વાર્તા આધારિત છે સજાતીય સંબંધો પર. આ ફિલ્મમાં બીજા જૂહી ચાવલા અને રાજકુમાર રાવ પણ એકટિંગ કરે છે. આ ફિલ્મ 1 ફેબ્રુઆરીએ રિલીઝ થવાની છે.

ગલી બોય

ગલી બોય ફિલ્મમાં સૌપ્રથમ રણવીર સિંહ અને આલિયા ભટ્ટ જોડે દેખાવાના છે. ‘ગલી બોય’ નું ડાયરેકશન ઝોયા અખ્તરે કર્યું છે. ફિલ્મમાં રણવીર રૈપરની ભૂમિકામાં જોવા મળશે. અને આ ફિલ્મ 14 ફેબ્રુઆરીએ રિલીઝ થવાની છે.

ટોટલ ધમાલ

‘ટોટલ ધમાલ’ કોમેડી ફિલ્મ ધમાલ ફ્રેન્ચાઇઝીની ત્રીજી ફિલ્મ છે. અને ‘ટોટલ ધમાલ’માં અજય દેવગણ, અનિલ કપૂર, માધુરી, દીક્ષિત, બોમન ઇરાની, જોની લીવર અને સંજય મિશ્રા કલાકારો છે.આ ફિલ્મ 22 ફેબ્રુઆરીએ રિલીઝ થવાની છે.

કેસરી

આ ફિલ્મ વર્ષ 1897માં થયેલા સારાગઢી યુદ્ધ પર આધારિત છે અને આ ફિલ્મ 21 માર્ચે રિલીઝ થશે. ફિલ્મમાં મુખ્ય રોલ અક્ષય કુમાર અને પરિણીતી ચોપરાનો છે.આ એક પીરિયડ ડ્રામા મૂવી છે. અને આ ફિલ્મ સારાગઢીની લડાઇ પર આધારિત છે.

કલંક

આલિયા ભટ્ટ અને વરૂણ ધવનની ફિલ્મ ‘કલંક’ 19 એપ્રિલે રિલીઝ થશે. આ ફિલ્મ અભિષેક વર્મન દ્વારા નિર્દેશિત થઇ છે અને આ ફિલ્મમાં માધુરી દીક્ષિત, સંજય દત્ત તેમજ આદિત્ય રૉય કપૂર દેખાશે.

સ્ટૂડન્ટ ઓફ ધ યર-2

સ્ટૂ઼ડન્ટ ઓફ ધ યર-2માં ટાઇગર શ્રોફ, અનન્યા પાંડે અને તારા સુતારિયા મહત્વના રોલમાં આપણને દેખાશે. આ ફિલ્મમાં નવું કેરેક્ટર છે ચકી પાંડેની પુત્રી અનન્યા પાંડે જે આ મૂવીથી બોલીવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે. અને આ રિલીઝ થશે 10 મેના રોજ.

ભારત

આ ભારત મુવી સલમાન ખાનની આવનારી ફિલ્મ છે અને તે એક પીરિયડ ડ્રામા ફિલ્મ છે. જેમાં સલમાનની સામે તમે કેટરીના કૈફને જોઈ શકશો. અને આ ફિલ્મ 5 જૂને રિલીઝ થવાની છે. અને આ ફિલ્મ ‘ઓડ ટુ માય ફાધર’ નું હિદી રિમેક વર્જન છે .

હાઉસફુલ 4

હાઉસફુલ 4 ફિલ્મનું શૂટિંગ પુરુ થઇ ગયું છે. અને આ ફિલ્મ 26 ઓક્ટોબરે રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં અક્ષય કુમાર, રિતેશ દેશમુખ, અભિષેક બચ્ચન અને બોબી દેઓલ આપણે જોઈ શકીશું.

બ્રહ્માસ્ત્ર

આ ફિલ્મમાં આલિયા ભટ્ટ અને રણબીર કપૂર જોવા મળશે અને આ ફિલ્મ વર્ષના અંતે રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં આલિયા અને રણબીર પ્રથમ વખત દેખાવાના છે. અને આ બંને એકબીજા સાથે રિલેશનમાં છે એવી ચર્ચ થઇ રહી છે માટે તેમના ફેન્સ આ ફિલ્મ માટે ઘણા ઉત્સાહિત છે.

તખ્ત

કરણ જોહરની આગામી ફિલ્મ ‘તખ્ત’માં રણવીર સિંહ, કરીના કપૂર, આલિયા ભટ્ટ, વિકી કૌશલ, ભૂમિ પેડનેકર, જાહ્નવી કપૂર અને અનિલ કપૂર દેખાવાના છે અને આ ફિલ્મ 6 ડિસેમ્બરે રિલીઝ થવાની છે.

જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “Panchat” ને..

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

૧ લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?