ભારતમાં એક છે એવી જગ્યા જ્યાં મળે કાજુ ફક્ત 10 થી 20 રૂપિયાના જ કિલો

0
324

કેટલાક લોકોને ડ્રાયફ્રૂટ ખાવાનો ઘણો જ શોખ હોય છે પણ તેની કિંમત ઘણી હોવાથી સામાન્ય માણસો તેને ખરીદતા અચકાતા હોય છે અથવા તો તેઓ માત્ર થોડી માત્રામા જ ખરીદે છે અને પોતાની જરૂરિયાતોને પૂરી કરતા હોય છે અને ડ્રાયફ્રૂટમા જો સૌથી વધુ જો કઈ મોંઘુ હોય તો તે કાજુ હોય છે અને જો આવામાં આપણને કોઈ એવું કહે કે કાજુની કિંમત સિંગ અને ચણાથી પણ ઓછી છે તો 100 % કોઈને વિશ્વાસ આવશે નહિ અને સામાન્ય રીતે જો આપણે ગુજરાતની વાત કરીયે તો કાજુની કિંમત ૮૦૦ થી ૧૦૦૦ રૂપિયા સુધીની હોય છે.

પણ જો ગુજરાતથી આશરે ૧૬૦૦ કિલોમીટર દૂર એક ઝારખંડમા કાજુ એકદમ સસ્તા છે અને ઝારખંડના આ જામતારા જિલ્લામાં કાજુની કિંમત માત્ર ૧૦ થી ૨૦ રૂપિયા જ છે અને તે ભાવમાં તમને કાજુ ૧ કિલો મળી જાય છે અને જામતાડાના આ નાલા વિસ્તારમા આશરે ૪૯ એકર જમીન પર કાજુનો બાગ બનાવેલો છે અને તેમાં જે બાળકો અને સ્ત્રીઓ કામ કરે છે તેમને સસ્તા ભાવે વેચી દે છે.

અહીંયા જે કાજુની ખેતી થાય છે તેની પાછળ એક રસપ્રદ વાત જોડાયેલી છે અને આ વિસ્તારમાં રહેતા લોકો જણાવે છે કે તેમા જામતારાના એવા નાયબ કમિશનર કૃપાનંદ ઝાને કાજુ ખુબ જ ભાવતા હતા અને માટે જામતારામા પણ કાજુની ખેતી થાય તેવી એમની ઈચ્છા હતી અને તેમણે ઓડિશામા કાજુની ખેતી જે કરતા હોય એવા લોકો સાથે વાતચીત કરી અને મુલાકાત પણ ગોઠવી અને પછી તેમણે કૃષિ વૈજ્ઞાનિકો સાથે મળીને કાજુની ખેતી માટે એક અલગ જ બાગ ચાલુ કર્યો હતો અને પછી આ કૃપાનંદ ઝા એ નિમાઈ ચંદ્ર ઘોષ એન્ડ કંપનીને તેમણે ફક્ત ૩ લાખ રૂપિયામા ત્રણ વર્ષ માટે જ કાજુના આ બાગની જવાબદારી સોંપી દીધી હતી અને અત્યારે આ જગ્યાએ હજારો ક્વિન્ટલ કાજુ થાય છે અને જે કોઈ પણ અહિયાથી પસાર થાય એ બધા સ્થાનિકો પોતાની સાથે કાજુ લઈ જાય છે.

અત્યારે અહીંયા કાજુની ખેતી માટે જે લોકો જોડાયેલા છે તેમણે ઘણી વાર રાજ્ય સરકાર પાસેથી ખેતીની સુરક્ષા માટેની માંગ કરી પણ સરકારે ધ્યાન જ આપ્યું નથી અને ગયા વર્ષે આ સરકારે નાલા વિસ્તારમા ૧૦૦ હેક્ટર જમીન પર કાજુના છોડ લગાડવાની વાત કરી હતી અને કે જેથી કરીને એના માટે બધી જ પ્રકારની તૈયારી થઈ ચુકી હતી અને આ જવાબદારી કૃષિ વિભાગને સોંપવામાં આવે છે પણ હજી તેના પર કામ ચાલુ થયું નથી.